શરીરના દરેક અંગોને પાણીની સૌથી વધુ જરૂરિયાત હોય છે, આ માટે આપણે રોજે પાણી પીતા હોઈએ છે. પાણી અવાર નવાર દિવસમાં 8-10 ગ્લાસ પીવું જોઈએ, જે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.
પાણી દરેક વ્યક્તિ આખો દિવસ પીતા જ હોય છે, પરંતુ પાણી પીવાનો સૌથી વધુ ફાયદો મેળવવા માટે સવારે ઉઠીને બ્રશ કર્યા પહેલા એક ગ્લાસ પાણી પીવું જોઈએ. જયારે સવારે ઉઠીને પાણી પીવો છો ત્યારે તેને હૂંફાળું ગરમ કરીને પીવાનું છે.
જો તમે હૂંફાળું પાણીને સવારે નીચે બેસીને ધુંટડે ધુંટડે પાણી પીવા નું છે. આ રીતે પીવાથી આપણા મોઢામાં રહેલ વાસી લાળ પાણી સાથે ભળીને પેટમાં જતી રહે છે. આખી રાત મોં માં રહેલ વાસી લાળમાં આલ્કલાઈન હોય છે. જે પેટસંબધિત રોગોમાં રાહત આપે છે.
વાસી મોઢે સવારે ખાલી પેટ હૂંફાળું ગરમ પાણીમાં એક આખા લીંબુનો રસ મિક્સ કરીને પીવામાં આવે તો શરીરને ઘણા બધા ફાયદાઓ થાય છે. આજે અમે તમને સવારે હૂંફાળું પાણી સાથે લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી થતા સ્વાસ્થ્ય ફાયદાઓ વિષે જણાવીશું.
સવારે ઉઠતાની સાથે હૂંફાળું ગરમ પાણીમાં લીંબુ નાખીને પીવાથી હોજરી અને આંતરડામાં જમા થયેલ નકામો બધો જ કચરો દૂર થાય છે. જેથી આંતરડા એકદમ ચોખ્ખા અને મજબૂત બને છે. જે આંતરડાની કાર્ય ક્ષમતામાં વધારો કરે છે.
એક ગ્લાસ હૂંફાળું પાણી આપણા પેટમાં રહેલ હાનિકારક ઝેરી પદાર્થોને પેશાબ વાટે બહાર નીકાળવામાં મદદ કરે છે અને પેટને એકદમ ચોખ્ખું રાખે છે, જેથી પેટ સંબધિત સમસ્યા જેવી કે, કબજિયાત, અપચો, ગેસ, એસિડિટીમાં રાહત મળે છે.
હૂંફાળું પાણી પીવાથી હોજરીમાં ના પચેલા ખોરાકને ખુબ જ ઝડપથી પચવામાં મદદ કરે છે. માટે જેમને પાચનને લગતી સમસ્યા હોય તેવા લોકોએ રોજે ખાસ હૂંફાળા પાણીનું સેવન કરવું જોઈએ. જો તમને વર્ષો જૂની કબજિયાત હોય તો તે પણ મૂળમાંથી દૂર થઈ જશે.
જો તમે વજન ઘટાડવામાં માટે ઘણા બધા પ્રયત્નો કાર્ય હોય અને વજન ઓછું ના થતું હોય તો રોજે સવારે હૂંફાળા પાણીમાં લીંબું મિક્સ કરીને પીવાનું કામ કરવું જોઈએ જે મેટાબોલિઝમ ને ઝડપી બનાવે છે અને ચરબીને ઝડપથી ઘટાડે છે અને વજન ને નિયત્રંણમાં લાવે છે.
આ પાણી હૂંફાળું ગરમ હોવાના કારણે શરીરમાં પરસેવો નીકળતો હોય છે જેના કારણે શરીરમાં જમા થયેલ ઝેરી કચરો પરસેવા રૂપે બહાર નીકળી જાય છે, જેથી ત્વચા સંબધિત સમસ્યા થતી નથી અને ત્વચાના બંધ થઈ ગયેલ છિદ્રોને ખોલી ત્વચાને ચમકદાર અને હેલ્ધી બનાવે છે.
ઘણા લોકોને શરીરમાં લોહી જાડું થવાની સમસ્યા રહેતી હોય છે તેમને આ હૂંફાળું પાણી પીવાથી લોહીને પાતળું કરી લોહીના પ્રવાહને સુધારે છે. આ ઉપરાંત રાતે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ધીમું થવાના કારણે સવારે ઉઠતી વખતે સાંઘા જકડાઈ જાય છે તો હૂંફાળું પાણી પીવાથી લોહીની સાંકડી થઈ ગયેલ નળીઓ પહોળી થાય છે જેથી લોહીનું સર્ક્યુલેશન વધારે છે.
જેથી સાંધા ના થતા દુખાવામાં રાહત મળે છે. આ માટે શરીરના કોઈ પણ ભાગમાં દુખાવા થતા હોય તેવા લોકોએ રોજે સવારે આ પીણું પીવું જોઈએ. મોં માં બેકેટરિયા જમા થવાના કારણે અથવા ખોરાક ના પચવાના કારણે સડવા લાગે છે જેના કારણે મોં માંથી ખરાબ દુર્ગધ ફેલાય છે
જેને દૂર કરવા માટે આ પીણું ખુબ જ અસરકારક સાબિત થાય છે. જો તમે પણ પાણી પીવાના સૌથી વધુ ફાયદા મેળવવા અને શરીરમાં થતી નાની મોટી બીમારીઓ માંથી છુટકાળો મેળવવા માંગતા હોય તો દરરોજ સવારે વાસી મોઢે એક ગ્લાસ હૂંફાળું પાણી પીવું જોઈએ, આ સાથે તેમાં લીંબુનો નાખીને પીવાથી ઘણા ફાયદા મળશે.