સુંદર દેખાવુ દરેક વ્યક્તિનું સપનું હોય છે. આ માટે યોગ્ય સમયે ત્વચાનું ઘ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. જેથી આપણે લાંબા સમય સુધી ત્વચાને હેલ્ધી અને ટાઈટ બનાવી રાખવામાં મદદ મેળવી શકાય છે. આ માટે આજે અમે તમને સ્કિન ને હેલ્ધી બનાવવાની ટિપ્સ જણાવીશું.
યુવાવસ્થામા સ્કિન દરેક વ્યક્તિની સ્કિન ટાઈટ હોય છે પરંતુ જયારે વ્યક્તિ 30 વર્ષની ઉંમર થઈ જાય છે ત્યાર પછી સ્કિન નરમ અને ઢીલી પડવા લાગે છે. માટે જો આપણે યોગ્ય સમયે ચહેરા પર ઘ્યાન આપી શકતા નથી તો સ્કિન પર કરચલીઓ પડવા લાગે છે.
સ્કિન પર કરચલીઓ પડવાના ચહેરો 35-40 વર્ષની ઉંમરે ઘરડા થઈ ગયા હોય તેવા દેખાવા લાગીએ છીએ. આ માટે સ્કિન પર કરચલીઓ ના પડે તે માટે ખાસ કાળજી લેવી ખુબ જ જરૂરી છે. તો ચાલો સ્કિન ને હેલ્ધી અને સ્વસ્થ બનાવી રાખવાનની ટિપ્સ જણાવીશું.
સ્કિન ને હેલ્ધી બનાવવાની ટિપ્સ:
ત્વચાને ટાઈટ બનાવી રાખવા માટે સ્કિન ને હાઈડ્રેટ રાખવું જોઈએ. ત્વચાને હાઈડ્રેટ રાખવા માટે દિવસ દરમિયાન વધારે પાણી પીવાની આદત રાખવી જોઈએ. શરીરને 70 % પાણીની જરૂર પડે છે. આ માટે આકાહ દિવસ દરમિયાન 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. આ ઉપરાંત સ્કિનને હાઈડ્રેટ રાખવા માટે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકાય છે.
સ્કિન ને હેલ્ધી રાખવા માટે રાતે સુવાના પહેલા સ્કિન ને સારી રીતે સાફ કરવી જોઈએ. સ્કિને સાફ કરવા માટે વિટામિન-સી થી ભરપૂર હોય તેવી વસ્તુનો ઉપયોગ કરી શકાય છે. જે સ્કિન ને હેલ્ધી અને ટાઈટ બનાવી રાખે છે, જે લાંબા સમય સુધી જવાન બનાવી રાખે છે.
સવારે ઉઠીને સૌથી પહેલા ચહેરા ને પાણી વડે ધોઈ લો, આ રીતે કરવાથી મૂડ પણ સારો બને છે અને શરીરમાં ભરપૂર સ્ફૂર્તિ અને ઉર્જા પણ મળે છે, સવારે ઉઠીને ચહેરા પર હળદરનો ફેસમાસ્ક બનાવીને લગાવાથી સ્કિન ટાઈટ થાય છે.
જો તમે ઘરથી બહાર રહો છો કે ઓફિસમા અજાઓ ચો કે પછી નોકરી કરવા જાઓ છો તો તમારે સ્કિનની ખુબ જ કાળજી રાખવી જોઈએ આ માટે તમારે દર બે થી ત્રણ કલાકે એક વખત ચહેરાને પાણી વડે ધોવો જોઈએ અને દર એક બે કલાકે એક ગ્લાસ પાણી પીવું જોઈએ.
સ્કિનને પ્રદુષણ અને સૂર્ય પ્રકાશના કિરણોથી બચાવી રાખવા માટે સ્કિન ને મોસ્યુરાઈઝ લગાવવું જોઈએ. જેથી સ્કિન સુકાઈ નહીં અને સ્કિન હેલ્ધી અને મુલાયમ બની રહે. આ માટે રોજે દિવસમાં બે વખત મોસ્યુરાઈઝ કરવું જોઈએ.
સ્કિનને બેજાન અને કરચલી રહેતી હોય તો રોજે દૂધ અથવ મલાઈની મદદથી મિનિટ ચહેરા પર માલિશ કરવી જોઈએ જે સ્કિન ને અંદરથી અને બહારથી જવાન બનાવી રાખે છે અને કરચલીઓ ને દૂર કરે છે.
ચહેરા પર દૂધ ની માલિશ કરવાથી બધી જ ગંદકી દુર થઈ જશે. જો તમે પણ 30 વર્ષની ઉંમર પછી વૃદ્ધ દેખાવા માંગતા ના હોય તો આ ટિપ્સ ને જરૂર અપનાવવી જોઈએ, દરેક મહિલાઓ 45-50 વર્ષની ઉંમરે જવાન અને સુંદર દેખાવા માંગે છે તેમના માટે આ ટિપ્સ ખુબ જ ઉપયોગી સાબિત થશે.