આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

હાલમાં ચોમાસાની ઋતુ ચાલુ છે તેવામાં વરસાદ પડવાથી રાતે વાતવરણ પણ ઠંડુ રહે છે, તેવામાં મોટાભાગે લોકો રાતે પેશાબ કરવા ઉઠતા હોય છે, અને ઠંડા વાતાવરણમાં પેશાબ લાગવો તે ખુબ જ સામાન્ય સમસ્યા છે. જો તમે પણ રાતે પેશાબ કરવા માટે ઉઠી જતા હોય તો આ વાતનું ખાસ ઘ્યાન રાખવું જોઈએ. જો તમે રાતે ઉઠો છો અને આ ભૂલ કરશો તો જિંદગીમાં ઘણું બધું થઈ જશે જેની તમે કલ્પના પણ કરી નહી હોય.

રાતે જ મોટા ભાગે લોકોને હાર્ટ અટેક આવતું હોય છે. જે ઘણા લોકોએ સાંભયું જ હશે. રાતે હાર્ટ અટેક આવવું તે આપણી ભૂલ ના કારણે પણ હોઈ શકે છે જેના વિષે ઘણા લોકો હજી ખુબ જ અજાણ છે. જયારે રાતે સુઈ ગયા હોય અને એકદમ પેશાબ લાગે ત્યારે તરત જ ઉભા થઈને પેશાબ કરવા દોડતા હોઈએ છે,

જે મૃત્યુનું કારણ પણ બની શકે છે. તમને આ વાત ખુબ જ સામાન્ય લાગતી હશે પરંતુ તેના વિષે વધુ માહિતી આજે અમે તમને જણાવીશું. જયારે પણ આપણે સુઈ જઈએ છીએ ત્યારે શરીરના દરેક અંગો સિથીલ અવસ્થામાં આરામ કરતા હોય છે,

ફક્ત આપણું હાર્ટ જ ધબક ધબક કરતુ હોય છે તે પણ એકદમ નોર્મલ સ્થિતિમાં જ હોય છે. જે સમયે તેને કોઈ પણ મેહનત કે તાકત કરવી પડતી નથી. કારણે એ સમયે આપણું શરીર એકદમ શાંત અને આરામ દાયક સ્થિતિમાં હોય છે.

આવા સમયે પેશાબ લાગે અને ઝાટકા બંધ પેશાબ કરવા માટે ઉભા થઈને દોડી જતા હોઈએ છીએ. તે સમયે એક સેકન્ડ માટે આપણા મગજમાં લોહીનો પૂરતો સપ્લાય ના થાય કે હાર્ટ ને પૂરતું લોહી ના મળે તો તે બ્રેન સ્ટ્રોક, પેરાલીસીસ અને મૃત્યુ થવાનું કારણ બની શકે છે.

જો તમે પણ આવી ગંભીર બીમારીના શિકાર અને મૃત્યુના શિકાર ના બનવા માંગતા હોય તો તમે પેશાબ કરવા ઉભા ત્યારે તમારે 3 મિનિટ સાચવવા ની છે. જો તમે આ 3 મિનિટ સાચવી લેશો તો હાર્ટ અટેક અને બ્રેન સ્ટ્રોક જેવી મોટી બીમારીથી બચી શકશો.

જયારે તમે ઉઠો ત્યારે એક મિનિટ સુધી તમે પથરીમાં તે જગ્યાએ અને તે જ સ્થતિમાં આંખો ખુલી રાખી ને પડ્યા રહેવાનું છે. ત્યાર પછી એક મિનિટ સુધી બેડ પર બેઠા થઈને પલાઠી વાળીને બેસવાનું છે, ત્યાર પછી એક મિનિટ સુધી પગને બેડની નીચે લટકતા રાખીને બેસવાનું છે.

જો તમે પણ આ રીતે ત્રણ મિનિટ સાચવી લેશો તો તમારા શરીરના બધા જ ઓર્ગન કામ કરતા થઈ જશે અને એક્ટિવ પોઝીશનમાં આવી જશે. ત્યાર પછી જો તમે ચાલીને પેશાબ કરવા જઈ શકો છો ત્યાર પછી તો કોઈ પણ ચિંત્તા કરવાની જરૂર નહીં પડે.

ઘણા લોકો રાતે પેશાબ કરવા ઉઠીને તરત જ જાય છે તેમને ચક્કર આવે, લો બીપી થઈ જાય છે જેના કારણે નીચે પડી જતા હોય છે અને માથામાં વાગવાથી હેમરેજ પણ થઈ શકે છે. જેથી વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે.

જો તમે પણ રાતે પેશાબ કરવા ઉઠવાની ટેવ છે તો તમે આ ત્રણ મિનિટ સાચવી લેજો જેથી તમે હેમરેજ, હાર્ટ અટેક, બ્રેન સ્ટ્રોક જેવી મોટી બીમારી આવવાથી બચી શકશો. કોઈ પ[ણ મુશીબત આવે એ પહેલા સાવચેતી રાખવી જેથી જીવન લાબું સ્વસ્થ અને હેલ્ધી બની રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *