અચાનક આવતી હિચકી ને રોકવા માટે ના કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું. હિચકી આવે ત્યારે એવું માનવામાં આવે છે કે આપણે કોઈ યાદ કરે છે. પરંતુ હિચકી આવવી તે એક સામાન્ય સમસ્યા છે જે ઘણા લોકોને આવતી હોય છે.
હિચકી આવે તો ચિંતા કરવાની જરૂર નથી, કારણકે હિચકી થોડા સમય માટે જ આવતી હોય છે, ઘણી વખત હિચકી આવે ત્યારે પાણી પીવાથી પણ બંધ થઈ જતી હોય છે, પરંતુ ઘણી વખત પાણી પીવાથી પણ બંધ થતી હોતી નથી અને થોડો વધુ સમય સુધી રહેતી હોય છે.
આ માટે સામાન્ય માનવામાં આવતી હિચકીને દૂર કરવા માટેના કેટલાક ઘરેલુ ઉપચાર જણાવીશું જેની મદદથી અચાનક આવતી હિચકીમાં રાહત મેળવી શકાય છે. આ ઉપાય એકદમ સરળ છે. તો ચાલો હિચકી દૂર કરવાના ઉપાય વિષે જાણીએ.
ઈલાયચી પાવડર: પાણી પીવાથી પણ હિચકી બંધ થતી નથી ઓ એક ઈલાયચી પાવડરનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે એક ગ્લાસ પાણીને હૂંફાળું ગરમ કરો અને તેમાં ઈલાયચી નો પાવડર મિક્સ કરી દો અને તેને સારી રીતે હલાવી લો અને તેને પી જવાનું છે. આમ કરવાથી હિચકીમાં ઘણી રાહત મળશે.
ખાંડ: સામાન્ય માનવામાં આવતી હિચકીને રોકવા માટે ખાંડ પણ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. આ માટે અડધી ચમચી ખાંડ ને મોં માં રાખો, ખાંડ નો રસ અંદર જવાથી હેડકી થોડા જ સમયમાં બંધ થઈ જશે.
કાળામરી: કાળામરીનો ઉપયોગ હેડકીને રોકવા માટે કરી શકાય છે. આ માટે તેનો પહેલા પાવડર બનાવી લો અને પછી એક કોર્ટન ના કપડામા કાળામરી નો પાવડર અને કપૂર બને નાખો. અને પછી તેની પોટલી બનાવી લો અને તે સુગવાથી ઘણી રાહત ,મળશે.
જો તમે અચાનક આવતી હેડકી આવે તો તે સમય દરમિયાન નીચે બેસીને ઊંડા શ્વાસ લઈને થોડી વાર રોકી રાખો અને પછી છોડવાનું છે આમ કરવાથી ખુબ જ ઝડપથી હેડકીમાં રાહત મળશે.
હેડકી આવતા જ આ ઉપાય કરવાથી ઘણી રાહત મળે છે, આ ઉપાય ખુબ જ સરળ છે જેને કરવાથી બે થી ત્રણ મિનિટ માં જ હેડકી બંધ થઈ જશે.