આજની આધુનિક જીવનશૈલીમાં થોડા ફેરફાર થવા અને કેટલીક ખાણી પીણી માં બદલાવ થવાના કારણે ઘણા બધા રોગો અને બીમારીઓ થતી હોય છે. તેવામાં અત્યારે કોલેસ્ટ્રોલની બીમારી સૌથી વધુ જોવા મળી રહી છે, કોલેસ્ટ્રોલ જેવી ગંભીર બીમારીને દૂર કરવા માટે ઘરેલુ ઉપાય કરવાથી કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં કરી શકાય છે.
કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહેવું આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. કોલેસ્ટ્રોલ શરીરમાં વધવા લાગે તો હાર્ટ અટેક, સ્ટ્રોક નું ખુબ જ વધી જાય છે, માટે તેને કંટ્રોલ કરવું ખુબ જ જરૂરી બની જાય છે, આ માટે તેને કંટ્રોલમાં રાખવા માટે આપણે આહાર પર પૂરતું ઘ્યાન આપવું જોઈએ, જે કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં લાવવામાં મદદ કરે છે.
કોલેસ્ટ્રોલ વધી જવાના કારણે હૃદયને નુકસાન થઈ શકે છે. માટે કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં કરવી હૃદય સંબધિત સમસ્યા માંથી બચી શકાય છે. કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવા માટે આપણે કઈ વસ્તુ ખાવાની ટાળવી જોઈએ અને કઈ વસ્તુ ખાવાથી કંટ્રોલમાં લાવી શકાય તેના વિષે જણાવીશું. તો ચાલો જાણીએ કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં કરવા માટે કઈ વસ્તુ ખાવી જોઈએ.
આપણે કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં લાવવા માટે બે વસ્તુનો ઉપયોગ કરવાનો છે, જે તમને ધરે ખુબ જ આશાનીથી મળી રહેશે. આ માટે તમારે સૂકા ધાણા અને લસણ નો ઉપયોગ કરવાનો છે. આ બને વસ્તુનો ઉપયોગ કરીને કોલેસ્ટ્રોલ જેવી ગંભીર બીમારીમાં રાહત મેળવી શકાય છે.
ઘરેલુ ઉપાય: સૌ પ્રથમ એક ગ્લાસ પાણી લેવાનું છે. ત્યાર પછી તે પાણીને એક પેનમાં નાખીને ગરમ કરવા મૂકી દો, ત્યાર પછી હવે તેમાં એક ચમચી સૂકા ઘણા નાખીને 5 મિનિટ માટે પાણીને ઉકળવા દો, બરાબર ઉકળી જાય ત્યારે તેને ગાળીને એક ગ્લાસમાં કાઢી લેવાનું છે, થોડું ઠંડુ થાય ત્યારે તેમાં એક એક ઈલાયચી નો ભૂકો કરીને નાખી હલાવીને પી જવાનું છે.
આ પીણું તમારે રાત્રીના ભોજન ના 2 કલાક પછી પી જવાનું છે. આ પાણી પીવાથી સંપૂર્ણ રીતે કોલેસ્ટ્રોલ વધી ગયું હોય તેને કંટ્રોલમાં રાખશે, આ પીણામાં ઘણામાં એવા ઘણા બધા ઔષઘીય ગુણ મળી આવે છે જે શરીરમાં રહેલ વધારો ઝેરી કચરો હોય તેને પણ દૂર કરે છે અને લોહીની જે નળી આવે છે તેને પણ સંપૂર્ણ રીતે સાફ રાખે છે અને વધારાનો બધો જ કચરો દૂર કરે છે.
ધાણા લોહીમાં રહેલ અશુદ્ધિને દૂર કરી લોહીના પરિભ્રમણ ને વધારવામાં મદદ કરે છે, જેથી આપણું હૃદય સ્વસ્થ અને હેલ્ધી રહે છે, જેથી હૃદય સુધી ખુબ જ સરળતાથી લોહી પહોંચી જાય છે, આ પીણું પીવાથી ખરાબ કોલેસ્ટ્રોલ દૂર થશે અને સારા કોલેસ્ટ્રોલની માત્રાને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
ગમે એવા વધી ગયેલ કોલેસ્ટ્રોલ ને ધટાડવા માટે લસણ પણ ખુબ જ ફાયદાકારક છે, માટે રોજે સવારે એક લસણ ની કળી ખાઈ જવાની છે, જે કોલેસ્ટ્રોલને ઓછું કરશે, આ ઉપરાંત લોહીના પરિવહન ને તેજ કરી લોહીને શુદ્ધ કરશે. લસણ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ વરદાન રૂપ સાબિત થશે. લસણ શારીરિક કમજોરીને દૂર કરવાંમાં પણ ઉપયોગ માં લઇ શકાય છે. લસણ હૃદયના સારા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે.
કોલેસ્ટ્રોલ વધવાના લક્ષણો: હાથ પગમાં ખાલડી ચડવી, શરીરમાં કોઈ પણ ભાગમાં વારે વારે દુખાવો થવો, ગરદનના ભાગમાં દુખાવો થવો, થોડું ચાલવાથી વારે વારે શ્વાસ ચડવા લાગે જેવી સમસ્યા થાય ત્યારે કોલેસ્ટ્રોલને લગતી સમસ્યા હોઈ શકે છે.
કોલેસ્ટ્રોલને લગતી સમસ્યા રહેતી હોય તો વધારે ચરબી યુક્ત ખોરાક ખાવાનું ટાળવું જોઈએ, આલ્કોહોલનું સેવન બંધ કરવું, કેફીન યુક્ત પદાર્થોનું સેવન ના કરવું, વધારે મીઠી વસ્તુઓ ખાવાનું ટાળવું, વધારે તળેલી વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ.
આ ઉપરાંત કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવા માટે તમે રોજે બદામ, અળસીનો પણ સમાવેશ કરી શકો છો, જે લોહીના પરિવહનના વેગ ને વધારવામાં મદદ કરશે. કોલેસ્ટ્રોલને લગતી સમસ્યા હોય તો લસણ અને સૂકા ઘણા નો ઉપયોગ કરી કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં લાવી શકાય છે.