આપણા રસોડામાં એવા કેટલાક મસાલા આવેલ છે જે રસોઈનો સ્વાદ વધારવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ મસાલા સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક હોય છે. તેવા જ મસાલાની આજે વાત કરવાની છે.
રસોઈનો સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય ને ફાયદો થાય તેવો મસાલો એટલે હિંગ છે, જેને કોઈ પણ રસોઈમાં નાખી શકાય છે. હિંગ આપણા શરીરમાં જાડું થઈ ગયેલ લોહીને પાતળું બનાવી રાખવામાં મદદ કરે છે.
હિંગમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે, જેમ કે, પ્રોટીન, કેલ્શિયમ, ફાયબર, કાર્બોહાઈડ્રેટ, ફોસ્ફરસ, કેરોટીન, લોહા જેવા તત્વોનો સારો સ્ત્રોત મળી આવે છે. હિંગને ઘણી બધી આયુર્વેદિક ઔષઘીમાં પણ ઉપયોગમાં કરવામાં આવે છે. જે અનેક રોગો સામે લડવાની ક્ષમતામાં વધારો કરે છે.
હિંગ ની સુગંધ પણ ખુબ જ સારી આવે છે જેથી કોઈ પણ ભોજનમાં નાખવામાં આવે તો તે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે હિંગમાં ઘણા બધા ઔષઘીય ગુણ મળી આવે છે. જે આપણા શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવે છે. આજે અમે તમને હિંગ ખાવાથી થતા ફાયદા વિષે જણાવીશું.
પેટની સમસ્યા દૂર કરે: પેટને લગતી બીમારીઓમાં હિંગ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ માં મળી આવતા એન્ટી ઇન્ફ્લીમેન્ટરી અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ મળી આવે છે,જે પેટ ખરાબ થવું, પેટમાં દુખાવો, ગેસ થવો, પેટ ફૂલવું, ઝેરી તત્વોને દૂર કરવા હિંગ ખુબ જ ઉપયોગી છે. માટે રસોઈમાં હિંગનો ઉપયોગ કરી પેટની સમસ્યાઓમાંથી છુટકાળો મેળવી શકાય છે. આ ઉપરાંત એક ગ્લાસ પાણીમાં હિંગ નાખીને પીવાથી પેટના રોગો દૂર થાય છે.
શ્વાસની તકલીફ: હિંગનો ઉપયોગ કરીને સૂકી ખાંસી, ગળા માં કફ, ફેફસાનો કફ. છાતીમાં કફની સમસ્યા દૂર કરવામાં ખુબ જ ફાયદાકારક છે. કફની સમસ્યામાં હિંગમાં પાણી મિક્સ કરીને છાતીમાં લગાવાથી કફ છૂટો પડે છે. જેથી શ્વાસ લેવામાં પડતી તકલીફમાં રાહત મળે છે.
માસિક સમસ્યામાં: હિંગ મહિલાઓ માટે વરદાન રૂપ છે, કારણકે હિંગ મહિલાઓમાં અનિયમિત માસિકની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે, માટે હિંગને રોજિંદ આહારમાં સમાવેશ કરવો જોઈએ. આ ઉપરાંત રાત્રે સુતા પહેલા એક કપ હૂંફાળા પાણીમાં હિંગ મિક્સ કરીને પીવાથી અનિયમિત માસિકની સમસ્યાને માસિક દરમિયાન થતા દુખાવામાં રાહત આપશે. અને લોહીના પ્રવાહને ખુબ જ સરળ બનાવશે.
માથાના દુખાવા માટે: માથાના થતા અવાર નવાર દુખાવામાં હિંગ ખુબ જ ફાયદાકારક છે, માટે જયારે પણ માથાનો દુખાવો થાય ત્યારે એક ચમચી હિંગમાં થોડું પાણી નાખી ગરમ કરીને કપારમાં લગાવી દો, માત્ર પાંચ મિનિટમાં જ માથાનો દુખાવો ગાયબ થઈ જશે.
દાંતના દુખાવામાં રાહત: આપણી ખાવાની ટેવ અને બરાબર બ્રશ ના કરવાના કારણે દાંતમાં સડો થઈ જતો હોય છે જેના કારણે દાંતમાં દુખાવા થતા હોય છે. હિંગમાં મળી આવતા એન્ટી ઓક્સીડેન્ટ તત્વ દાંતના દુખાવાને દૂર કરે છે અને ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે, માટે જયારે દાંતમાં દુખાવો થાય ત્યારે તે જગ્યાએ હિંગ ભરાવીને 15-20 મિનીટ રહેવા દો, દુખાવો થોડી જ વારમાં બંઘ થઈ જશે.
કેન્સરને રોકે: હિંગમાં શક્તિ શાળી એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે કેન્સર જેવા ભયંકર રોગને વધતા રોકે છે, હિંગ કેન્સર થી વધતા કોષોને રોકવાનું કામ કરે છે અને આપણે કેન્સર જેવા ગંભીર બીમારીથી બચાવી રાખે છે.
વજન ઘટાડે: હિંગમાં ભરપૂર માત્રામાં ફાયબર મળી આવે છે, હિંગને એક ગ્લાસ હૂંફાળા પાણીમાં નાખીને પીવામાં આવે તો મેટાબોલિઝમમાં વધારો થાય છે જેના કારણે ચરબી વધતા અટકાવી ચરબીને ઓગાળે છે જેથી વજન પણ ધીરે ધીરે ઓછું થવા લાગે છે, માટે વજન ધટાડવા માટે હિંગનું પાણી ખુબ જ ફાયદાકારક સાબિત થશે.