ઘુંટણના દુખાવાની સમસ્યા આજના સમયમાં ખુબ સામાન્ય બની ગઈ છે. જે આજના આધુનિક યુગમાં ખુબ જ નાની ઉંમરે જોવા મળે છે, નાની ઉંમરે જોવા મળતી ઘુંટણના દુખાવાની સમસ્યામાં ઘણી બઘી તકલીફનો સામનો કરવો પડતો હોય છે.

ઘુંટણના દુખાવા થવાના ઘણા બધા કારણો હોઈ શકે છે, આજના સમયમાં મોટાભાગના લોકો ચરબીયુક્ત આહારનું સૌથી વધુ ખાતા હોય છે તેમને સૌથી વધુ મોટાપો આવી જાય છે જેના કારણે પણ ઘુંટણના દુખાવા થવાની સમસ્યા થઈ શકે છે. કારણકે જયારે મોટાપો આવે છે,

ત્યારે તેનું બધું વજન ઘુંટણ પર આવી જતું હોય છે, જેથી વધુ ચાલવાથી ઘુંટણના દુખાવા થવાનું શરુ થઈ જાય છે. આ ઉપરાંત કોઈ સમયે નીચે પડી ગયા હોય અને ઘુંટણને ઈજા થઈ હોય ત્યારે પણ દુખાવો થતો હોય છે ,આ સિવાય કોઈ જગ્યાએ ઘુંટણ અથડાયો હોય તો તે જગ્યાએ દુખાવો રહેતો હોય છે, જે લાંબા સમય સુઘી પણ રહી શકે છે.

ઘણી વખત ઘુટંણમાં કઈ ઈજા ના થઈ હોય કે પછી ઘુંટણ કોઈ જગ્યાએ અથડાયો ના હોય અને ઘુંટણમાં દુખાવો થાય તો સમજવું કે લુબ્રીકેન્ટ ઓછું થઈ જવાથી પણ ઘુંટણ દુખાવાનું ચાલુ થઈ જતું હોય છે, જેમ જેમ ઉમર વઘે તેમ જોઈન્ટ માં લુબ્રીકેન્ટ ખતમ થઈ જાય છે જેના કારણે વઘતી ઉંમરે ઘુંટણમાં દુખાવામાં ઘણું પેઈન થતું હોય છે.

આ માટે જોઈન્ટ પેઈન ની જે સમસ્યા છે તેને દૂર કરવી ખુબ જ જરુરી છે. આ માટે આજે અમે તમને દેશી લાડું કઈ રીતે બનાવવા અને તેને કયારે ખાવા અને કેટલી માત્રામાં ખાવા જોઈએ તેના વિષે જણાવીશું, આ દેશી લાડું ખાઈ લેવાથી એક મહિનામાં જ ઘુંટણના દુખાવા 50% થી વધુ ફરક જોવા મળશે.

દેશી લાડુંની સામગ્રી: બદામ 80 ગ્રામ, અખરોટ 250 ગ્રામ, કાજુ 80 ગ્રામ, દ્રાક્ષ 80 ગ્રામ, સફેદ તલ 700 ગ્રામ, સુંઠ પાવડર 45 ગ્રામ, ટોપરાની છીણ 135 ગ્રામ, દેશી ગોળ 850 ગ્રામ, સીંગદાણા 135 ગ્રામ, ઘરે બનાવેલ ઘી.

દેશી લાડું બનાવવાની રીત: સૌથી પહેલા ગોળ સિવાય બઘી વસ્તુને મિક્સરમાં નાખીને ક્રશ કરી લેવી, ગોળને એક દમ નાનો છીણી લો, ત્યાર પછી એક કળાઈ લઈ ને તેમાં ઘી નાખો અને ઘી ગરમ થાય ત્યાર પછી તેમાં ગોળ નાખી દેવો અને પાયો આવી જાય ત્યારે ક્રશ કરેલ બધી સામગ્રી તેમાં નાખીને હલાવી લો, ત્યાર પછી તેના નાના સોપારી જેટલા લાડું બનાવી લો,

આ લાડુને રોજે સવારે ખાલી પેટ એક ખાવાનો છે, એક મહિના સુઘી સતત ખાલી પેટ આ લાડુ ખાવાથી જોઈન્ટ માં જે લુબ્રીકેન્ટ ઓછું થયું છે તેને ઘીરે વઘારશે, અને ઘુંટણના થતા દુખાવામાં ઘણી રાહત આપશે.

નાની ઉંમરે જો ઘુંટણના દુખાવા થતા હોય કે શરીરના કોઈ પણ ભાગના સાંઘા દુખતા હોય તો રોજે ઘરે બનાવેલ આ લાડું ખાઈ લેવા જોઈએ જેથી શરીરના દુખાવા પણ દૂર થઈ જશે અને જોઈન્ટ મજબૂત બનશે.

મોટી ઉંમરમાં થતા ઘુંટણના દુખાવાને કાયમી દૂર કરવા માટે રોજે આ એક લાડું ખવડાવો જોઈએ જેથી વધુ ઉંમરની વ્યકતિને ઘુંટણના દુખાવા થવાથી ચાલવા અને ઉઠવા બેસવામાં જે તકલીફ થાય છે તેમાં ઘણી રાહત મળશે. માટે ઘુંટણના દુખાવા માટે આ લાડું ખુબ જ ફાયદાકારક છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *