આજે અમે તમને માથાના થતા દુખાવા દૂર કરવા માટેનો એક ઘરેલુ ઉપાય જણાવીશું. આજની વ્યસ્ત જીવન શૈલી અને વાતાવરણમાં થતા બદલાવના કારણે જીવનમાં ઘણા બધા બદલાવ જોવા મળતા હોય છે. જેના કારણે આપણે આપણા સ્વાસ્થ્ય નું પૂરતું ઘ્યાન આપી શકતા નથી જેના પરિણામે ઘણી બીમારીઓનો સામનો કરવો પડતો હોય છે.
આજના સમયમાં મોટાભાગના લોકોને માથાનો દુખાવો જોવા મળતો હોય છે. જે દુખાવો થવો ખુબ જ સામાન્ય માનવામાં આવે છે. વાતાવરણમાં થતા બદલાવ અને વધુ પડતા પ્રદૂષણના કારણે પણ માથું દુખતું હોય છે.
આ ઉપરાંત વધારે સમય સુઘી ભુખીયા રહેવું, વધારે સમય પ્રદુષિત વાતાવરણમાં રહેવું, વધારે પડતું ટેન્શન લેવું, તણાવમાં રહેવું, ઊંઘ પુરી ના થવી જેવા કારણો પણ માથું દુખાવાના હોઈ શકે છે.
માથાના દુખાવા કોઈ પણ ઉંમરની વ્યક્તિને કોઈ પણ સમયે થઈ શકતો હોય છે. ઘણી વખત આ સમસ્યાને ખુબ જ સામાન્ય સમજીને નજરઅંદાજ કરી દેતા હોય છે, અને ઘણા એવા લોકો હોય છે જે માથાના દુખાવાથી તાત્કાલિક છુટકાળો મેળવવા માટે બજાર મળતી દવાઓનો ઉપયોગ કરતા હોય છે.
જે આપણા સ્વાસ્થ્ય પર ખુબ જ ખરાબ માનવામાં આવે છે. માથાના દુખાવા થવાના કેટલાક સામાન્ય થી લઈને કેટલીક ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે. જયારે માથામાં થોડો થોડો દુખાવો અસહનીય સ્થતિમાં પહોંચે તે સમયે માથાનો દુખાવો થયો હોય તેવું માનવું જોઈએ.
જો તમે પણ માથાના દુખાવા થાય એટલે તરતજ માથાના દુખાવાની પેઈન કિલર લો છો તે બંધ કરવી જોઈએ, વારે વારે માથું ચડતું હોય અને ડોક્ટરની સલાહ વગર જ ગોળીઓ ખાતા હોઈએ તો તેનાથી આપણા શરીરમાં ઘણા બધા સાઈડ ઈફેક્ટ પણ થઈ શકે છે.
જો તમને માથાનો દુખાવો થાય તો આ એક ઘરેલુ ઉપાય અપનાવાથી માથામાં થતા દુખાવામાં ખુબ જ ઝડપથી રાહત મેળવી શકાય છે. તો ચાલો જાણીએ ઘરેલુ ઉપાય વિષે, આ ઉપય માં આપણે લસણ ની જરૂર પડશે.
લસણ માં ઘણા બધા ઔષઘીય ગુણ મળી આવે છે, લસણની તાસીર ગરમ હોય છે જેમાં બળતરા વિરોઘી ગુણ મળી આવે છે, જે માથાના થતા અસહ્ય દુખાવા માંથી છુટકાળો મેળવવામાં મદદ કરશે.
આ માટે જયારે માથું દુખે ત્યારે 3-4 લસણની કળી ફોલીને તેને પીસીને રસ નીકાળી લો, ત્યાર પછી રસની જેટલી માત્રા છે તેટલી જ માત્રામાં શુદ્ધ દેશી મઘ લેવાનું છે, હવે મધ અને લસણ ના રસને મિક્સ કરીને ખાઈ જવાનું છે.
ત્યાર પછી માત્ર 15-20 મિનિટ આરામ કરવાનું છે, જેથી થોડા જ સમયમાં માથાના થતા દુખાવામાં ખુબ જ ઝડપથી રાહત મળશે.