આજના ભાગદોડ ભર્યા જીવન અને ખાવાની ખોટી રીતના કારણે આપણે ઘણી બીમારીના શિકાર થતા હોઈએ છીએ. આપણી ખાવાની ખોટી રીત જેવી કે વારે પડતું તીખું ખાઈ લેવું, વધારે તળેલું ખાઈ લેવું વગેરે એસીડીટીની સમસ્યા થવાનું કારણ બની શકે છે.
એસીડીટીની સમસ્યા દૂર કરવા માટે આપણે કેટલીક ખાવાની વસ્તુ પર ઘ્યાન રાખવું જોઈએ. આપણે એસીડીટીની સમસ્યામાંથી રાહત મેળવવા માટે આજે અમે તમને કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું. જેની મદદથી એસીડીટીથી થતી પેટની બળતરામાં રાહત મેળવી શકાય છે.
એસીડીટી એક પેટને લગતી સમસ્યામાની એક સમસ્યા માનવામાં આવે છે. ભોજન કર્યા પછી ખાટા ઓટકાર આવવા જેવી સમસ્યા પણ એક એસીડીટીની સમસ્યા કહેવાય છે. એસીડીટીની સમસ્યા એક સામાન્ય સમસ્યા માનવામાં આવે છે. પરંતુ જો એસીડીટીની સમસ્યા વઘારે સમય રહે તો તેનું નિરાકરણ કરવું પણ ખુબ જ જરૂરી છે.
એસીડીટી થવાના ઘણા બઘા કારણો હોઈ શકે છે. જેમ કે, ભોજન કર્યા પછી સુઈ જવું, વઘારે ભારે અને મસાલેદાર ખાઈ લેવું, અપૂરતી ઊંઘ, ખાટી વસ્તુ વઘારે ખાઈ લેવી જેવા અનેક કારણો એસિડિટીના હોઈ શકે છે.
એસીડીટી દૂર કરવાના ઘરેલું ઉપાય: જો તમને એસીડીટીની સમસ્યા વારે વારે થતી હોય તો રોજ ભોજન કર્યાના 30 મિનિટ પછી દૂધનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત તમે દૂઘમાં એક નાનો દેશી ગોળનો ટુકડો નાખીને પછી પી જવાનું છે.
ઘ્યાનમાં રાખવું કે દૂઘ ઠંડુ જ લેવાનું છે. ઠંડા દૂઘ અને દેશી ગોળનું સેવન કરવાથી પેટમાં થતી બળતરામાં રાહત મેળવી શકાય છે. આ ઉપરાંત તેનું નિયમિત સેવન કરવાથી વારે વારે થતી એસીડીટીની સમસ્યામાં રાહત મેળવી શકાય છે.
એસીડીટીની સમસ્યામાં ત્રિફળા ચૂરણ ખુબ જ ફાયદાકારક સાબિત થશે. આ માટે તમારે એક ગ્લાસ હૂંફાળા ગરમ દૂઘમાં એક ચમચી ત્રિફળા ચૂરણ મિક્સ કરીને રાતે સુવો તેના એક કલાક પહેલા પી જવાનું છે. જો તમને એસીડીટી થવાના કારણકે ખાટા ઓટકાર, પેટમાં દુખાવો થવો, પેટની બળતરા થવી જેવી સમસ્યા હશે તો દૂધ અને ત્રિફળા ચૂરણનું સેવન કરવાથી દૂર થઈ જશે.
એસીડીટીની સમસ્યામાં મઘને સૌથી શ્રેસ્ટ માનવામાં આવે છે. રોજ ભોજન કર્યાના એક કલાક પછી એક ચમચી મધનું સેવન કરવું જોઈએ. જેથી એસીડીટીના કારણે થતી પેટની બળતરામાં રાહત આપવામાં મદદ મેળવી શકાય છે. આ ઉપરાંત એક ગ્લાસ હૂંફાળા ગરમ પાણીમાં એક ચમચી મધ મિક્સ કરીને પીવાથી પણ રાહત મેળવી શકાય છે.
જો તમને એસીડીટીની સમસ્યા હોય તો બહારના તીખા, તળેલા ફાસ્ટ ફૂડ અને જંકફૂડના સેવન કરવાનું બંઘ કરી દેવું જોઈએ. જો તમને વારે વારે એસીડીટીની સમસ્યા પરેશાન કરે છે તો ઉપર જણાવેલ ઘરેલુ ઉપચારનું ઉપયોગ કરીને એસીડીટીથી થતી પીડામાં રાહત મેળવી શકો છો.