વાળ લાંબા, સિલ્કી અને કાળા રહે તે દરેક વ્યક્તિ ઈચ્છે છે. તેવામાં આપણી કેટલીક બેદરકારી આપણા વાળના સ્વાસ્થ્ય ને ઘણું નુકશાન પહોંચાડી શકે છે. આ ઉપરાંત હલાના સમયમાં પ્રદુષણ પણ ખુબ જ વધી ગયું છે, તેવામાં પ્રદુષિત વાતાવરણ પણ વાળ ના સ્વાસ્થ્ય ને ઘણું નુકસાન પહોંચાડી શકે છે.

તેવામાં આપણા વાળ સફેદ થવા, વાળમાં ડેન્ડ્રફ થવું, વાળ ખરવા, ટાલ પડવી જેવી અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. વાળને કાળા બનાવવા માટે આપણે ઘણા બધા કલર વાળી ડાઈ, મહેંદી પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ જે વાળને કાળા, બ્રાઉન, સોનેરી બનાવવામાં મદદ કરે છે, કારણકે તે પ્રોડક્ટમાં કેમિકલ હોય છે જેથી તમારા વાળ 20-25 મિનિટ માં જ જેવા કરવા હોય તેવા થઈ જાય છે.

તેમાં મળી આવતું કેમિકલ આપણા વાળના સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકસાન પહોંચાડી શકે છે. તેવામાં આપણા વાળ નરમ થવા લાગે છે અને વાળ સફેદ, વાળ તૂટી જવા જેવી સમસ્યાઓ જોવા મળતી હોય છે, આજના સમયમાં ઘણા પુરુષોમાં નાની ઉંમરે જ વાળ ખરવાના કારણે માથામાં ટાલ પડી જતી હોય છે.

જે આપણા શરીરમાં પોષક તત્વોની કમી અને કેમિકલ યુક્ત પ્રોડક્ટના કારણે થતી જોવા મળતી હોય છે. આ માટે ઘણી બધી ટ્રીટમેન્ટ કરવામાં ખુબ જ પૈસા ખર્ચ કરવા પડતા હોય છે, પરંતુ આ બધી સમસ્યાને ઘરેલુ ઉપાયની મદદથી ખુબ જ આસાનીથી દૂર કરી શકાય છે.

આજે અમે તમને એક એવા ઘરેલુ પ્રયોગ વિષે જણાવીશું જેની મદદથી વાળ ખરવાની સમસ્યા સંપૂર્ણ બંધ થઈ જશે અને માથામાં પડેલ ટાલમાં પણ વાળ ઉંઘાડવામાં ખુબ જ ઉપયોગી છે, તો ચાલો માથામાં પડેલ ટાલમાં વાળ કઈ રીતે ઉંઘાડવા તેના વિષે જાણીએ.

માથામાં પડેલ ટાલમાં વાળ ઉંઘાડવાનો ઘરેલુ ઉપાય: આ માટે તમારે 100 ml ડુંગરીનું તેલ, એક લીંબુ અને ત્રણ ચમચી તાજું ધરે બનાવેલ દહીં આ ત્રણ વસ્તુની જરૂરે પડશે. હવે સૌથી પહેલા એક પેનમાં 100 ml ડુંગળીનું તેલ નાખો, હવે એમાં એક લીંબુનો રસ ઉમેરો ત્યાર પછી તેમાં ત્રણ ચમચી દહીં ઉમેરો.

હવે તેને 10 મિનિટ સુધી ઉકળવા દો, ત્યાર પછી તે તેલ ઠંડુ થઈ જાય ત્યારે ગાળીને એક કાચની બોટલમાં ભરી દો. હવે આ તેલનો ઉપયોગ ટાલ પર કરવાનો છે. આ તેલનો ઉપયોગ તમારે રાત્રે કરવાનો છે. આ માટે તમારે તેલને રાતે સુતા પહેલા ટાલ પડેલ જગ્યા પર 5 મિનિટ માટે માલિશ કરવાની છે.

આ રીતે માલિશ થોડા દિવસ કરવાથી અમુક સમયમાં જ માથા માં પડેલ ટાલમાં પણ વાળ ધીરે ધીરે ઉગવા લાગશે. આ ઉપરાંત માથામાં વાળ ખરવાની સમસ્યા હોય તો વાળના મૂળમાં આ તેલથી માલિશ કરવાથી વાળ ખરતા અટકી જશે અને વાળને અંદરથી મજબૂત અને હેલ્ધી બનાવી રાખશે.

આ તેલનો નિયમિત ઉપયોગ કરવાથી વાળ તો આવે જ છે સાથે વાળને કાળા અને ઘટા બનાવવા માં પણ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. માટે તેલ વાળને લગતી સમસ્યાને કાયમી દૂર કરવા માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે. ટાલમાં વાળ આવવાથી આપણે સુંદર આજે જવાન દેખાવા લાગીએ છીએ.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *