આજ ના સમયમાં વ્યકતિ પોતાના જીવનમાં ખુબ જ વ્યસ્ત જોવા મળી રહ્યો છે જેના કારણે વ્યક્તિ સ્વાસ્થ્ય પ્રત્યે સાવ બેદરકાર થઈ રહ્યો છે. આવા સમયમાં વ્યકતિને શરીરને લગતી ઘણી બધી બીમારીઓનું જોખમ વધી જાય છે.
તેવી જ એક સમસ્યા ઢીચણ ના દુખાવા ની છે, ઢીચણ ના દુખાવા આમ તો 50+ ઉંમરની વ્યક્તિમાં વધુ જોવા મળી રહ્યો છે. પરંતુ આજે તેજ સમસ્યા નાની ઉંમરમાં ખુબ જ વધી રહી છે, જેના પરિણામે નાની ઉંમરે જ ઘણી તકલીફનો સામનો કરવો પડતો હોય છે.
આજના આધુનિક અને ટેક્નોલીજી યુગમાં મોટાભાગના લોકો બેઠાળુ જીવન જીવી રહ્યા છે, તવા લોકો માં ઢીચણ ના દુખાવા વધુ જોવા મળી રહ્યા છે આ ઉપરાંત જે લોકોનું વજન વધુ હોય કે પછી વધુ વજન ઉંચકતા હોય તેવા લોકોમાં ઢીચણ ના દુખાવા થતા હોય છે.
શરીરમાં કેલ્શિયમ ની ઉણપ થવાના કારણે પણ ઢીચણ માં દુખાવા થતા હોય છે, જે દુખાવા ખુબ જ અસહ્ય હોય છે અને તે દુખાવા થવાના કારણે ઉઠવા બેસવા અને ચાલવામાં પણ ઘણી તકલીફનો સામનો કરવો પડી શકે છે.
ઢીચણ ના દુખાવાથી પીડિત લોકો માટે આજે અમે તમને એવા કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી તમે ખુબ જ આસાનીથી ઢીંચણના થતા દુખાવામાં ઘણી રાહત મેળવી શકશો. તો ચાલો ઢીચણ ના થતા દુખાવામાં રાહત મેળવવા માટે શું કરવું જોઈએ તેના વિષે જણાવીશું.
આપણા રસોડામાં એવા કેટલાક મસાલાઓ મળી આવે છે જે દવા નું કામ કરી બીમારીમાં રાહત અપાવે છે. રસોડામાં રહેલ વસ્તુનો ઉપયોગ આપણે આજે કરવાનો છે, જે વસ્તુનું નામ આદું. આદું મોટાભાગે દરેક વ્યક્તિના ઘરે મળી આવે છે કારણે લોકો તેને ચા માં નાખીને પિતા હોય છે.
આદુંમાં ભરપૂર માત્રામાં ઔષધીય ગુણો મળી આવે છે. જે ઢીચણ દુખાવામાં ઘણી રાહત આપશે. આ માટે સૌથી પહેલા 1 કિલો આદું લઈ લેવાનું છે. ત્યાર પછી તે આદુંને સારી રીતે ઘોઈ દેવાનું છે, ત્યારબાદ તેના નાના ટુકડા કરી લેવાના છે અને પછી સુકવી દેવાનું છે.
સારી રીતે સુકાઈ જાય ત્યાર બાદ તેને મિક્સર જારમાં નાખીને પીસી એકદમ બારીક પાવડર બનાવી લેવાનો છે. હવે આ પાવડર ને એક થારીમાં નીકાળીને તેને ઠંડુ થવા દો, ઠંડુ થઈ જાય ત્યારબાદ તેને એક કાચની બોટલમાં ભરી લો. હવે એ પાવડરનો ઉપયોગ કરવાનો છે.
આદુંને સૂકવીને બનાવેલ પાવડરને સુંઠ પાવડર તરીકે પણ ઓળખવામાં આવે છે, આ પાવડરનો ઉપયોગ આપણે ઢીચણ ના થતા દુખાવામાં રાહત મેળવવા માટે કરવાનો છે. આ માટે સૌથી પહેલા એક વાટકી લઈ લો, હવે તેમાં એક ચમચી સુંઠ પાવડર નાખીને તેમાં થોડું પાણી ઉમેરી સારી રીતે હલાવી લો,
ત્યાર બાદ તેને ગરમ થોડું ગરમ કરીને પછી તેને જે ઢીચણ માં દુખાવા થતા હોય તે જગ્યાએ લગાવી દો. લગાવીને તમે તેના પર પાટો કે રૂમાલ પણ બાંધી દો, જેથી ખુબ જ ઝડપથી દુખાવામાં રાહત મળશે. સુંઠ પાવડરનો આ ઉપાય કરવાથી ઢીચણ ના ગમે તેવા દુખાવા 10 મિનિટ માં બંધ થઈ જશે.
જો તમે સુંઠ પાવડરનો આ ઉપાય કરશો તો તમે ખુબ જ ઝડપથી તેમાંથી રાહત મેળવી શકશો. આ સિવાય તમે એક ગ્લાસ પાણીમાં એક ચમચી સુંઠ પાવડર નાખીને સારી રીતે ઉકાળી લો, ત્યાર પછી પીવા જેટલું ઠંડુ થઈ જાય ત્યારે તેને ગાળીને પછી પી જવાનું છે. જો તમને ઢીચણ દુખાવા હોય ઉઠવા બેસવામાં તકલીફ પડતી હોય તો આ ઉપાય અપનાવી શકો છો.