આજની આધુનિક જીવન શૈલી અને આધુનિક ખાણી પીણી હોવાના કારણે માનવના શરીરમાં જે બદલાવ આવ્યો છે જેના કારણે માનવીના શરીરમાં અનેક પ્રકારની બીમારીઓમાં વધારો થઈ રહ્યો છે. તેમાં ની એક બીમારી હાલમાં વધારે થઈ રહી છે તે કોલેસ્ટ્રોલની છે.
કોલેસ્ટ્રોલ વધવું એ ખુબ જ ગંભીર બીમારી કહી શકાય છે. જેને દૂર કરવી ખુબ જ જરૂરી બની જાય છે. આ માટે વધતા કોલેસ્ટ્રોલને દૂર કરવા માટે આજે એક ઘરેલુ ઉપાય જાણાવીશું જેની મદદથી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકાય છે.
આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે, એક ખરાબ કોલેસ્ટ્રોલ અને એક સારું કોલેસ્ટ્રોલ. આ એમાંથી આપણે ખરાબ કોલેસ્ટ્રોલ છે તેને દૂર કરવાનું છે જેના માટે આપણે એક વસ્તુની ખાસ જરૂર પડશે. આ વસ્તુ આપણા રસોડામાં ખુબ જ આસાનીથી મળી રહેશે.
ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવાનો ઘરેલુ ઉપાય: આ માટે આપણે લસણ ની જરૂર પડશે, લસણ આપણા સ્વસ્થ માટે ખુબ જ ફાયદાકારક છે, જેમાં ભરપૂર ઔષધીય ગુણ મળી આવે છે. માટે ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવા માટે લસણ નો ઉપયોગ સૌથી સારો માનવામાં આવે છે.
આ માટે સૌથી પહેલા બે લસણ ની કળી લેવાની છે ત્યાર પછી તેના ઉપરના ફોતરાં નીકાળી દેવાના છે. હવે લસણ ની કળીને શેકી દો. ત્યાર પછી તેને ચાવી ચાવીને ખાઈ લેવાની છે. લસણની કળીને સવારે ખાલી પેટ શેકીને ખાવાની છે, જેથી આપણા શરીરને ઘણા બઘા ફાયદા થશે.
શેકેલું લસણ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં મદદ કરે છે, શેકેલું લસણ ખાવાથી લોહી શુદ્ધ રહે છે. આ ઉપરાંત લોહીની નસોને ખોલી બ્લડ સર્ક્યુલેશન ને સુધારવામાં મદદ કરે છે. જાદુ થઈ ગયેલ લોહી અને ગંઠાઈ ગયેલ લોહીને પાતળું બનાવામાં મદદ કરે છે.
જેથી લોહીં ગંઠાઈ જવાના કારણે નસો બ્લોકેજ થવાનું જોખમ ઓછું રહે છે અને હાર્ટ અટેક જેવા જોખમથી બચાવી રાખવામાં મદદ કરે છે. ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરી હૃદયને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરે છે અને કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખશે.
લસણ નો ઉપયોગ આપણે અનેક રીતે કરતા હોઈએ છીએ, પરંતુ તેને શેકીને ખાવાના સ્વસ્થ્ય ને અનેક ઘણા ફાયદાઓ જોવા મળતા હોય છે. લસણમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે જે આપણા શરીરમાં રહેલ હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે. શેકેલું લસણ ખાવાથી આપણું પેટ પણ સાફ અને ચોખ્ખું રહે છે. આ માટે આપણે બે શેકેલી લસણની કળી ખાવી જોઈએ.