જેમ જેમ ઋતુમાં બદલાવ આવે તેમ તેમ આપણા શરીરમાં અનેક બદલાવ આવતા હોય છે. ઘણી વખત એ બદલાવ મોટી સમસ્યાનું કારણ બની જતા હોય છે. તેમાંની એક સમસ્યા એટલે કે પગની એડી ફાટી જવાની સમસ્યા. જેના લીઘે આપણા પગનો દેખાવ એટલે કે સુંદરતા ઓછી થાય છે. ઘણી વખત ફાટેલી એડી માંથી લોહી પણ આવતું હોય છે.
જેના કારણે પગની એડીમાં ખુબજ દુખાવો થતો હોય છે. ફાટેલી પગની એડીની સમસ્યા ને નજરઅંદાજ ક્યારેય ના કરવું જોઈએ. નજરઅંદાજ ના કારણે તે વ્યક્તિ ઘણો પરેશાન થઈ જાય છે. ફાટેલી એડી માટે બજારમાં તેની ક્રીમ પણ મળી રહી છે. તમે જાણો છો કે બહાર બજારમાં મળતી ક્રીમમાં કેમિકલ નો ઉપયોગ થતો હોય છે. જે ઘણી વાર નુકશાનકારક થઈ શકે છે.
માટે એડીમાં જલ્દી રૂઝ લાવવા માટે અમે તમારા માટે કેટલાક ઘરેલુ ઉપાય લાવ્યા છીએ જે ઉપાય અપનાવશો તો તમારી ફાટેલી એડી રેશમ જેવી થઈ જશે. તો ચાલો જાણીએ દેશી ઘરેલુ ઉપાય જણાવીશું. દરેક ઉપાય રાત્રે સુતા પહેલા જ કરવાના રહેશે.
1.નારિયેળ તેલનો ઉપયોગ: સૌથી પહેલા એક-બે ચમચી નારિયેળનું તેલ લઈ લો. તે તેલને થોડું ગરમ કરી દો. ત્યારબાદ તે તેલને એડી પર લગાવીને થોડી વાર માલિશ કરો અને પછી પગના મોજા પહેરી દેવા. ત્યારબાદ સવારે ઉઠો ત્યારે પગને ચોખા ઠંડા પાણીથી ઘોઈ દેવા. એવું માત્ર 2-3 દિવસ કરશો તો તમને જલ્દી રુઝ આવશે. અને પગની એડી મુલાયમ થઈ જશે.
2.ગ્લિસરીન અને ગુલાબ જળનો ઉપયોગ: સૌથી પહેલા એક નાના બાઉલમાં ગુલાબ જળ અને ગ્લિસરીન ની બે-બે ચમચી લઈ લો. તેને બરાબર હલાવીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને રાત્રે સુતા પહેલા એડીમાં લગાવી દો. ત્યારબાદ સવારે ઉઠીને ઠંડા પાણીથી ઘોઈ લો.
આ ઉપાયનો ઉપયોગ કરવાથી માત્ર 2 જ દિવસમાં રૂઝ લાવીને એડીની ત્વચા એકદમ મુલાયમ બનાવી દેશે. આ ઉપાય તમારા માટે ખુબ જ અસરકારક સાબિત થશે. 3.લીંબુ અને ઈંડાનો ઉપયોગ: સૌથી પહેલા એક કે બે ઈંડા લઈ લો. ત્યારબાદ તે ઈંડાના ઉપરના સફેદ પડને કાઠીને એક બાઉલમાં નાખો.
ત્યારબાદ તેમાં લીંબુનુ રસ કાઠીને મિક્સ કરો. તેને બરાબર હલાવીને પેસ્ટ તૈયાર કરો. પગને પહેલા ઠંડા પાણીથી ઘોઈ લેવા. ત્યારબાદ બનાવેલ પેસ્ટને પગની ફાટેલી એડીમાં લગાવી દો. પેસ્ટને 20-25 મિનિટ સુઘી રહેવા દો. પછી પગને ઠંડા પાણી થી ઘોઈ દેવા. આમ તમે માત્ર 3-4 દિવસ કરશો તો તમને ખુબ જ ઝડપથી રૂઝ આવશે, અને પગની એડી મુલાયમ થઈ જશે.
4.લીમડો અને હળદરનો ઉપયોગ: સૌથી પહેલા 10-15 લીમડાના પાન લઈ લો, તે પાનને પીસી ને તૈયાર કરો. હવે તેમાં એક ચમચી હળદર નાખીને હલાવીને પેસ્ટ તૈયાર કરી દો. આ પેસ્ટને ફાટેલી એડી પર 25-30 મિનિટ રહેવા દો અને પેસ્ટને સુકાવા દો. ત્યારબાદ તેને ઠંડા પાણીથી ઘોઈ લો. આ ઉપાય તમારા માટે ખુબ જ અસરકારક સાબિત થશે.
ફાટેલી એડી ની સમસ્યા માં આ ઘરેલુ ઉપાય દરેક માટે ખુબ જ અસરકારક સાબિત થશે. માટે આ ઉપાયનો ઉપયોગ કરતા પહેલા પગે ચોખા પાણીથી ઘોઈ દેવા. પગ ઘોવા માટે ફ્રિઝના પાણીનો ઉપયોગ ના કરવો. પગને બરાબર સાફ કરીને પગ કોળા થઈ જાય ત્યારે જણાવેલ પેસ્ટ માંથી કોઈ પણ એક પેસ્ટ પગમાં લડાવી દો.
અમે આપેલી માહિતી તમને કેવી લાગી જરૂર જણાવજો. અમે આશા રાખીએ છીએ કે તમે પણ હંમેશા સ્વસ્થ રહો અને હેલ્ધી રહો અને હંમેશા નિરોગી રહો. આવી હેલ્થ વિશે માહિતી જાણવા અમારા સાથે જોડાયેલા રહો.