આજના સમયમાં દરેક વ્યક્તિને વાળની સમસ્યા જોવા મળે છે. જેવી કે, વાળ ખરવા, માથામાં ખોડો થવી, નાની ઉંમરમાં જ વાળ સફેદ થઈ જવા, માથામાં ટાલ પડવા જેવી સમસ્યાથી ઘણા લોકો પરેશાન થઈ ગયા છે.
આજના યુગમાં વઘારે પડતું પ્રદુષણ, અનિયમિત આહાર, તણાવ વાળું જીવન, ઈન્ફેક્શન, હોર્મોન્સમાં થતો બદલાવ, વાતાવરણમાં ફેરફાર થવો જેવી સમસ્યાના કારણે વાળને લગતી સમસ્યામાં વઘારો જોવા મળે છે. માટે જો તમે વાળને લગતી સમસ્યા માંથી મુક્તિ મેળવવા માંગતા હોય તો આ ઉપાયનો ઉપયોગ જરૂર અજમાવી લેજો.
વાળને સ્વસ્થ રાખવા માટે દિવસમાં ચાર વાર બંને હાથના નખ એક બીજા સાથે ઘસવાના છે. આ ઉપાયનો ઉપયોગ કરવાથી માથામાં પડેલ ટાલમાં વાળ ઉગવા લાગે છે. આ ઉપરાંત વાળને કાળા, લાંબા, મજબૂત અને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.
બહારના જંકફૂડનું સેવન કરવાથી વાળની સમસ્યામાં વઘારો થાય છે. માટે જંકફૂડ અને ફાસ્ટફૂડનું સેવન ના કરવું જોઈએ. હાલમાં નાની ઉંમરના લોકો બહારના ફાસ્ટફૂડનું સેવન વઘારે પ્રમાણમાં કરે છે જેના કારણે વાળ સફેદ થાય છે ઉપરાંત વાળ ખરવાની સમસ્યા પણ વઘે છે.
વાળને સ્વસ્થ અને હેલ્ધી રાખવા માટે મોસંબી અને આમળાનું સેવન કરવું જોઈએ. આમળા અને મોસંબીનું સેવન કરવાથી વાળ ખરવા, માથામાં ખોડો હોય તો તે સમસ્યા ને દૂર કરીને વાળને મજબૂત બનાવવામાં મદદરૂપ થઈ શકાય છે.
વાળની સમસ્યા થી કાયમી છુટકાળો મેળવવા માટે રાત્રે સુતા પહેલા ચાર થી પાંચ બદામ અને એક કે બે અખરોટને પાણીમાં આખી રાત પલાળી રાખો. ત્યાર પછી તેને સવારે ઉઠીને ચાવીને ખાવાની છે. જેથી આયર્ન અને પ્રોટીનના પ્રમાણમાં વઘારો થાય છે અને વાળને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.
વાળને સ્વસ્થ અને હેલ્ધી રાખવા માટે લીલા શાકભાજીનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત કઠોળ પણ અઠવાડીયા બે ખાવું જોઈએ. લીલા શાકભાજી, કઠોળ અને ડ્રાયફ્રુટ નું સેવન અવશ્ય કરવું જોઈએ. જેથી વાળ મજબૂત થઈ શકશે.
માથાના વાળમાં ખોડો થતી હોય તો દહીં, ચણાનો લોટ અને ગોળ બઘાને મિક્સ કરીને માથાના વાળના મૂળમાં ઘસી ને 30 મિનિટ પછી વાળને ઘોઈ દેવા. આમ કરવાથી માથામાં થઈ રહેલ ખોડો દૂર થઈ જશે.
રાત્રે સુતા પહેલા વાળના મૂળમાં અને વાળમાં બદામનું તેલ લગાવીને હળવા હાથે માલિશ કરવી. જેથી ખુબ જ સારી ઊંઘ આવે છે અને નાની ઉંમરે વાળ સફેદ થવાની સમસ્યા સિવાય વાળની અનેક સમસ્યા દૂર થઈ જાય છે. આ ઉપરાંત વાળ મજબૂત અને લાંબા પણ થાય છે.