આજના સમયમાં પુરુષો જ નહીં પરંતુ મહિલાઓ પણ ઓફિસ અને ઘર કામ ઉપરાંત અન્ય સામાજિક કાર્ય પણ કરતા હોય છે, એવામાં મોટાભાગની મહિલાઓ વધુ કામ કરતા હોવાના કારણે તેમને કમર અને પીઠ ના દુખાવા નો સામનો પણ કરવો પડતો હોય છે.
કમરનો દુખાવો થવાના કારણે ખુબ જ અસહ્ય પીડા થતી હોય છે, જેથી રોજિંદા જીવનમાં કામ કરવામાં ઘણી મુશ્કેલી નો સામનો કરવો પડતો હોય છે. કમરના દુખાવા થવાના ઘણા બધા કારણો થી થઈ શકે છે. કમરનો દુખાવો થવાના કારણે પથારીમાં સુતા હોઈ ઓ પણ ઉભા થતી વખતે ખુબ જ દુખાવો થતો હોય છે.
વધુ વજન ઉંચકવું, લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી રહેવું, વધારે પડતું એક સાથે કામ કરવું, હોર્મોન્સ અનબેલેન્સ થવા, હાડકા અને સ્નાયુઓ કમજોર હોવાથી, કેલ્શિયમની ઉણપ હોવી જેવા કારણો કમર અને પીઠ દુખાવાના હોઈ શકે છે. જેને દૂર કરવા માટે ઘણી બધી દવાઓ અને ટ્યુબ નો પણ સહારો લેવો પડતો હોય છે.
કમરના દુખાવા વધુ લાંબો સમય રહેવાના કારણે ખુબ જ પીડા નો સામનો કરવો પડી શકે છે આ માટે તેની યોગ્ય સારવાર કરાવી લેવી જોઈએ. આ સાથે ખાવા પીવામાં પણ ખુબ જ ઘ્યાન રાખવાની જરૂર છે. આજે અમે તમને કમરના દુખાવામાં દવા વગર જ રાહત મેળવવા માટેના કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી ખુબ જ ઝડપથી આરામ મેળવી શકાય છે.
કમર અને પીઠના દુખાવા રાહત મેળવવાના ઘરેલુ ઉપાય:
હર્બલ તેલ લગાવો: હર્બલ તેલ બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં પીપરમેન્ટ તેલ લેવાનું છે, તેમાં અજમો નાખીને ધીમા ગેસ પર 5 મિનિટ ગરમ થવા દો, ત્યારબાદ તેમાં કપૂર ઉમેરો અને સારી રીતે ઉકાળીને જાડું થઈ જાય ત્યારે ગેસ બંધ કરીને નીચે ઉતારી ઠંડુ થવા દો,
ઠંડુ થઈ જાય ત્યારબાદ તેને એક કાચની બોટલમાં ભરી લેવાનું છે, હવે આ તેલનો ઉપયોગ કમર કે પીઠના દુખાવા થતા હોય તો તે જગ્યાએ લગાવી 5-10 મિનિટ માલિશ કરવાથી દુખાવામાં ખુબ જ ઝડપથી આરામ મળશે. મહિલા અને પુરુષો માટે આ હર્બલ તેલ ખુબ જ ફાયદાકારક સાબિત થશે.
ચૂનો અને હળદરની પેસ્ટ: ચૂનો દુખાવા માટે ખુબ ઉપયોગી છે, જયારે હળદર અને ચુનાની પેસ્ટ બનાવીને લગાવામાં આવે તો કમરના દુખાવા ગાયબ થઈ જાય છે. ચૂનામાં કેલ્શિયમ સારા પ્રમાણમાં હોય છે હાડકા માટે ખુબ જ ફાયદાકારક છે.
આ ઉપરાંત હળદરમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ આવેલ હોય છે જે દુખાવામાં રાહત આપવામાં મદદ કરે છે. જો તમને અવાર નવાર કમર અને પીઠ ના દુખાવા થતા હોય તો હળદર અને ચૂનાની પેસ્ટ બનાવી આખી રાત લગાવી રહેવા દેવાથી એક રાત માં જ દુખાવામાં ફરક જોવા મળશે.
લવિંગના તેલની માલિશ: લવિંગના તેલમાં બળતરા વિરોધી ગુણ મળી આવે છે, જે દુખાવામાં રાહત આપવામાં મદદ કરે છે. જો તમે કામ અને પીઠના દુખાવા હોય તો એ જગ્યાએ લવિંગના તેલની માલિશ દિવસમાં બે વખત કરવાથી થોડા જ દિવસમાં કમર અને પીઠના દુખાવા કાયમ માટે મટી શકે છે.
લવિંગના તેલની માલિશ કરવાથી હાડકા અને માંશપેશીઓ માં ઓછું થઈ ગયેલ લુબ્રિકેંટ ની માત્રાને વધારવામાં મદદ કરે છે જેના કારણે હાડકા પણ મજબૂત બનતા જાય છે અને દુખાવામાં ઘણી રાહત મળે છે.
જો તમે આ ત્રણ વસ્તુ માંથી કોઈ પણ એક વસ્તુનો ઉપયોગ કરો છો તો દુખાવામાં ઘણી રાહત મળે છે. આ એક આયુર્વેદિક ઉપાય છે જેનો ઉપયોગ કરવાથી દુખાવાને કાયમી દૂર કરવા માટે થોડો વધુ સમય લાગી શકે છે. આ માટે જો તમે દુખાવાથી વધુ પરેશાન રહેતા હોય તો ડોક્ટર અથવા નિષ્ણાત ની સલાહ લઈ શકો છો.