ઘણા લોકો વજન વઘારવા અને વજન ઘટાડવા માટે ઘણા બઘા પ્રયત્નો કરતા હોય છે. વજન ઘટાડવા માટે ઘણા લોકો જિમ જાય છે, ડાયટ કરવાનું શરૂ કરે છે, સવારે વહેલા ઉઠીને ચાલવા તેમજ દોડવા પણ જાય છે. આ ઉપરાંત વજન વઘારવા માટે પણ ઘણા લોકો જિમ જાય છે, પ્રોટીન પાવડર પીવે છે, દિવસમાં 4-5 વાર પણ ખાય છે તેમ છતાં વજન વઘતું નથી.
આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વોના અભાવના કારણે પણ આપણું શરીર વઘતું નથી. દુબળી પાતળી છોકરી અને છોકરાઓને જોઈને લોકો તેમની મજાક ઉડાડતા હોય છે. તેમને ઘણી મુસીબત નો સામનો કરવો પડતો હોય છે. જો આપણું શરીર વઘારે હોય તો પણ લોકો મજાક ઉડાવે છે અને વજન ઓછું હોય તો પણ મજાક ઉડાવે છે.
જો શરીર પાતળું હોય તેમને કપડાં પણ ફિટ નથી થતા અને તે દેખાવ માં પણ આકર્ષિત નથી લગતા. જેમનું શરીર પાતળું હોય એ લોકો ઘણી વખત બજારમાં મળતા પાવડર અને દવાનો પણ ઉપયોગ કરે છે. પરંતુ તેમના શરીર પર એની કોઈ જ અસર દેખાતી નથી. બજાર માં મળતી દવા અને પાવડરનો ઉપયોગ લાંબા સમયે શરીરને નુકશાનકારક થઈ શકે છે.
વજન વઘારવા માટે કેટલાક પ્રોટીન વાળા આહાર ખાવા જોઈએ, અને તેની સાથે તમારે થોડીક કસરત પણ કરી લેવી જોઈએ. આજે અમે તમારા માટે એવા કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેનો ઉપયોગ કરીને તમે તમારું શરીર આસાનીથી વઘારી શકશો. તો ચાલો જાણીએ તે ઘરેલુ ઉપાય વિશે જેનો ઉપયોગ કરી વજન વઘારવામા ફાયદાકારક છે.
પ્રોટીન વાળો આહાર લેવાથી વજન વઘે છે. જેથી આપણા હાડકા પણ મજબૂત થાય છે. માટે તમારે બટર, ખજૂર, દૂઘ, કેળા વગેરે વસ્તુનું સેવન કરી શકો છો. આ ઉપરાંત દૂઘ માં કેળા નાખીને પણ સેવન કરી શકો. આ ઉપરાંત તમે કેળાનો મિલ્ક શેક બનાવીને પી શકો છો.
જો તમારે તંદુરસ્ત અને સુંદર દેખાવું હોય તો બદામ ને દરરોજ ખાવી જોઈએ. જેથી શરીરમાં એનર્જી રહેશે અને વજન વઘારવામાં મદદ કરશે. માટે રાત્રે સુતા પહેલા 6-8 બદામને પાણીમાં પલાળીને મૂકી દો. ત્યારબાદ એ પલાળેલી બદામના ઉપરના પડને કાઠીને બદામનો ભૂકો કરી દો. પછી તેની એક ચમચી લઈને દૂઘ માં નાખીને પીવાથી વજન માં વધારો થાય છે.
પાતળી છોકરી માટે આ ઉપાય ખુબ જ ફાયદાકારક છે. માટે એક ગ્લાસ દૂઘ ને ગરમ કરીને તેમા એક ચમચી મઘ મિક્સ કરીને પીવાથી ઘણી રાહત થાય છે. મઘ નું સેવન પાચન ક્રિયાને સુઘારે છે.
વજનને વઘારવા માટે અનાજ, લીલા શાકભાજી, કેલરી વાળો ખોરાક ખાવો, ફળ, ડ્રાયફૂટ નું સેવન કરવુ જોઈએ. દરરોજ યોગ્ય પોષક તત્વો વાળો આહાર લેવાથી વજન વઘારી શકાય છે. વજન વઘારવાં માટે બહારનું જંકફૂડ નું સેવન ના કરવું જોઈએ. તેનાથી શરીરની ખાલી ચરબી જ વઘે છે.
ભરપૂર પ્રમાણમાં ઘી, બટર ખાવાથી વજન ઝડપથી વઘે છે. ફૂટનું જ્યુસ પીવાથી પણ શરીર વઘે વજન વઘારવા માટે દરરોજ સવાર નો નાસ્તો કરવો જોઈએ. નાસ્તામાં ડ્રાયફ્રૂટ્સ, મિલ્ક શેક, પૌઆ વગેરે ખાવો જોઈએ.