આજના સમયમાં આપણી ખાણી-પીણી અને લાઈફ સ્ટાઈલના કારણે કબજિયાત ની સમસ્યા થતી હોય છે. ઘણી વખત આપણે બહુ લેટ ખાવાથી પણ કબજિયાતની સમસ્યા થઈ શકે છે.
આ ઉપરાંત ઘણા લોકો બહારના ફાસ્ટ ફૂડ અવાર નવાર ખાતા હોય છે અને વઘારે તીખું કે વઘારે તળેલું ખાતા હોય છે. જેના કારણે પણ કબજિયાત ની સમસ્યા થઈ શકે છે. માટે આજે અમે તમને કેટલાક આયુર્વેદિક ઘરેલુ ઉપાય જણાવીશું જેનો ઉપયોગ કરવાથી તરત જ કબજિયાતની સમસ્યા દૂર થશે.
1. સૌથી પહેલા 500 ગ્રામ હરડે લઈ લો, હવે એક લીટર જેટલી છાશ લઈ લો. હવે આ છાશ માં 500 ગ્રામ હરડેને પલાળી રાખો. હવે એક દિવસ એટલેકે 24 કલાક સુધી પલાળી રાખવાનું છે. ત્યારબાદ તેમાંથી હરડેને કાઠી લેવાની છે અને તે હરડે ને સુકાવા મૂકી દો.
હરડે સુકાઈ જાય પછી તેને મિક્સરમાં પીસીને પાવડર બનાવી લો. હવે તે પાવડર ને રાત્રે સુતા પહેલા સાદા પાણી માં એક ચમચી પાવડર બનાવીને પી લો. આ પાણીનું સેવન કરવાથી કબજિયાત પણ દૂર થઈ જશે. પેટને લગતી દરેક સમસ્યા દૂર થઈ જશે.
2. સૌથી પહેલા એક ગ્લાસ પાણી લઈ લો, હવે તે પાણીમાં 20 થી 30 ગ્રામ જેટલી સૂકી દ્રાક્ષ નાખીને આખી રાત પલાળેલી રહેવા દો. ત્યારબાદ સવારે નરણાકોઠે પલાળેલી દ્રાક્ષ કાઢીને ચાવી ચાવી ને ખાવી. જેથી કબજિયાત થોડાજ દિવસમાં દૂર થઈ જશે.
3. કબજિયાતની સમસ્યા ને દૂર કરવા માટે સૌથી પહેલા એક ગ્લાસ પાણીમાં એક ચમચી ત્રિફળા ચૂરણનો પાવડર મિક્સ કરો અને હવે તે પાણીને ઉકાળી દેવું પાણી અડધું થઈ જાય પછી ગેસ બંઘ કરો દો. હવે તે પાણીને થોડું ઠંડુ થવા દો.
ત્યારબાદ તે પાણી રાત્રે જમ્યાના એક કલાક પછી પી જવું. આ પાણીનું સેવન કરવાથી વર્ષો જૂની કબજિયાત પણ દૂર થાય છે. અને પાચન ક્રિયા ને સુઘારવામાં મદદ કરેશે.
4. કબજિયાત ને મટાડવા માટે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી મઘ અને એક ચમચી ત્રિફળા ચૂર્ણ પાવડર મિક્સ કરો. આ પાણીનું સેવન રાત્રે જ જમ્યા પછી જ કરવાનું છે. જેથી તમને ઝડપથી કબજિયાત માં રાહત થશે. આ ઉપરાંત પેટને લગતી દરેક સમસ્યા દૂર થઈ જશે.
5. કબજિયાતનું મુખ્ય કારણ શરીરમાં પાણી ની ઉણપ અને બીજા અન્ય તેઈલી પદાર્થની ઉણપ થઈ જવી. ભોજન કરતા સમયે હળવો ખોરાક ખાવો જોઈએ. દરરોજ જમ્યા પછી હળવું ગરમ પાણી પીવાની કબજિયાત ની સમસ્યા દૂર થશે.