આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

અત્યારના સમયમાં રસ્તા પર, ઘરની આસપાસ , ગાર્ડનમાંની આજુબાજુ જો યોગ્ય રીતે સાફ સફાઈ કરવામાં ના આવે તો તે જગ્યાએ ભરપૂર માત્રામાં મચ્છરોનો ઉપદ્રવ વઘતો જ જાય છે. જેના કારણે લોકો ઘણા બીમાર પણ પડતા હોય છે.

જો આપણા ઘાબા ઉપર કે ઘરની બહાર પાણી બરાઈ જાય અને બે થી ત્રણ દિવસ તે પાણી ભરેલું રહે તો તે જગ્યાએ ભરપુર મચ્છર પણ થઈ જાય છે. તે પાણીની આજુબાજુ માંથી નીકળવાથી જો મચ્છર આપણે કરડે તો પણ આપણે બીમાર કરી શકે છે.

આ ઉપરાંત તે મચ્છર ઘરમાં પ્રવેશે અને પછી તે કરડે તો પણ આપણે બીમાર પડી શકે છે. તમે જાણો જ છો કે આજના સમયમાં મચ્છરનો ખુબ જ ત્રાસ વઘી ગયો છે. જો એક મચ્છર આપણે કરડે તો મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગો પણ થઈ શકે છે.

મચ્છરને ઘરમાંથી બહાર કાઠવા માટે બજારમાં ઘણી બઘી કોઈલ અને લીકવીડ વાળી પ્રોડક્ટ મળે છે. જેમાં ભરપૂર કેમિકલ હોય છે. પરંતુ તે પ્રોડક્ટ માં રહેલ કેમિકલ શ્વાસ દ્વારા આપણા શરીરમાં જાય છે અને તે આપણા ફેફસાને નુકસાન પણ કરી શકે છે.

માટે આજે અમે તમને એક એવો ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી તમારા ઘરમાં ખૂણે ખાંચડે ભરાઈ ગયેલ મચ્છરને બહાર નીકાળી દેશે. આ ઉપાય ખુબ સરળ અને અસરકારક સાબીત થશે.

ઉપાય કરવાની રીત: સૌથી પહેલા એક માટીનું કોડિયું લઈ લેવું, ત્યાર પછી તેમાં 5 થી 6 લસણ ની કળીને અચકચરી ફોતરાં સાથે છીણી લેવી, ત્યાર પછી તેમાં એક ચમચી અજમો, અડઘી ચમચી ઘી, એક ચમચી ગુગર, હવે તેમાં ચાર થી પાંચ કપૂરની ગોટી વાટીને તેમાં નાખવી,

હવે તે બઘાને સારી રીતે મિક્સ કરી લો, ત્યાર પછી તેની ઉપર ત્રણ આખી કપૂરની ગોટી મૂકી દેવી, ત્યાર પછી તેને સળગાવવી. હવે તે કોડીયો લઈને દરેક રૂમ ફરવું જેથી તેના ધુમાડાની સુગંઘથી મચ્છર તમારા ઘર માંથી બહાર નીકળી જશે.

આ ઉપરાંત જો તમારા ઘરમાં કોઈ પણ ખૂણામાં મચ્છર રહી જશે તો આ ધુમાડાની સુગંઘથી મચ્છર મરી જશે. મચ્છર ને ઘરમાંથી બહાર નીકાળવા માટે આ ઉપાય ખુબ જ અસરકારક સાબિત થશે.

મચ્છરને તમારા શરીરથી દૂર રાખવા માટે લીમડાના તેલનો ઉપયોગ કરી શકાય છે. જો તમે લીમડાના તેલને તમારા શરીર પર લગાવશો તો મચ્છર લીમડાની સુગંઘથી જ દૂર થઈ જશે. લીમડામાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી વાયરલ જેવા ગુણો આવેલા છે. જે મચ્છરને શરીરની આસપાસ પણ નહીં આવવા દે. જેથી મચ્છર તમને કરડશે નહીં.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *