જયારે પણ વાતાવરણમાં બદલાવ થાય છે ત્યારે સામાન્ય રીતે વાયરલ ઈન્ફેક્શન, એલર્જી જેવી સમસ્યા થવાના કારણે તાવ, શરદી, ખાંસી થઈ જતી હોય છે. એવામાં ઘણા લોકોને ખુબ જ પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે.
વાતાવરણ બદલાતા, ધૂળ માટી ના રજકણો શરીરમાં જવાથી, વઘારે ધુમાડાનું પ્રદુષણ, બહારના વાસી ફાસ્ટ ફૂડનું સેવન, ભેળસેળ વાળા તેલ માંથી બનાવેલ વસ્તુઓનું સેવન કરવાથી શરદી, ખાંસી, તાવ જેવી સમસ્યા ના શિકાર બની શકીએ છીએ.
પરંતુ આ વાયરલ બીમારીને દૂર કરવા માટે કેટલીક વસ્તુઓ ઘરે જ સરળતાથી મળી રહે છે. માટે વાયરલ બીમારીને દૂર કરવા માટે આજે અમે તમને કેટલાક ઘરેલુ ઉપચાર જણાવીશું જેનો ઉપયોગ કરીને તમે વાયરલ બીમારીથી મટાડી શકો છો.
લીંબુ અને મઘ: સૌથી પહેલા અડઘી ચમચી લીંબુનો રસ, એક ચમચી જેઠી મઘ, એક ઈલાયચી ને ક્રશ કરીને તેમાં ઉમેરી લો, હવે આ મિક્ષણ ને સવારે અને સાંજે પીવાથી શરદી અને ખાંસી દૂર થાય છે. આ ઉપરાંત ગળામાં થતી બળતરા અને ગળામાં જામેલ કફને દૂર કરવામાં મદદ કરે છે.
હૂંફાળા પાણીનું સેવન: શરદી અને ખાંસીમાં જો ગરમ પાણીનું સેવન કરવામાં આવે તો તેમાં ઝડપથી રાહત મેળવી શક્ય છે. આ ઉપરાંત ખાંસીના કારણે ગળામાં થતી બળતરામાં પણ રાહત મેળવામાં મદદ કરે છે. કફને સરળતાથી દૂર કરવા માટે હૂંફાળું પાણી ખુબ જ લાભદાયક સાબિત થશે.
હૂંફાળા દૂધમાં હળદર: પહેલા ના જમાના માં આપણા દાદી માં પણ શરદી અને ખાંસીમાં આ નુસખો ખુબ જ અજમાવતા હતા. હળદરમાં એન્ટી ઓક્સીડેન્ટ તત્વ મળી આવે છે. જે ખાંસીને મૂળમાંથી દૂર કરવામાં મદદ કરે છે. માટે જો શરદી કે ખાંસી થઈ હોય તો રાત્રે સુવાના પહેલા દૂઘમાં હળદર મિક્સ કરીને ગરમ કરીને પીવાથી તાવ, ખાંસી અને શરદીમાં રાહત મળે છે.
મીઠા વાળા પાણીના કોગળા કરવા: જો ખાંસીના કારણે ગળામાં ખરાશ થઈ જાય અને દુખાવો થતો હોય તો પાણીમાં થોડું મીઠું નાખીને ગરમ કરીને કોગળા કરવાથી ગળાનો દુખાવો દૂર થાય છે અને ગળામાં જામેલ કફ પણ છૂટો પડે છે. શરદી, ખાંસીને દૂર કરવા માટે નો આ ખુબ જ જૂનામાં જૂનો ઘરેલુ નુશખો છે જે ખુબ જ અસરકારક છે.
મસાલા વાળી ચા: શરદી અને ખાંસીને દૂર કરવી હોય તો આ ચા ખુબ જ ઉપયોગી સાબિત થશે. ચા બનાવતી વખતે તેમાં તેમાં ચાર થી પાંચ તુલસીના પાન, આદુ, અને ત્રણ કાળા મરી નાખીને ચા ને બરાબર ઉકળવા દો ત્યારે ઉકળી જાય ત્યારે નીચે ઉતારીને ગાળીને પછી પી જવી. આ ચા પીવાથી તાવ, શરદી અને ખાંસી માત્ર બે જ દિવસમાં મટી જશે.
તુલસી અને આદું: આ બંને આયુર્વેદિક ઘરેલુ ઉપાયમાં સૌથી શ્રેસ્ટ માનવામાં આવે છે. આ માટે સૌથી પહેલા અડઘી ચમચી આદુનો રસ લઈ લો, હવે તુલસીના થોડા પાન લઈને તેને પીસીને તેઓ રસ કાઠીને આદુના રસમાં મિક્સ કરીને તેમાં અડઘી ચમચી મઘ મિક્સ કરીને પી જવું. આ પેસ્ટ ખાઈ લેવાથી ગળામાં જામેલ કફ બે જ દિવસમાં નીકળી જશે. આ ઉપરાંત શરદી અને ખાંસીમાં રાહત મળશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.