આપણા દરેક ઘરમાં મધ સૌથી સહેલાઈથી મળી જતી વસ્તુ છે. તે ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ અને આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. પરંતુ ઘણા ઓછા લોકો તેનો ઉપયોગ ત્વચા માટે કરે છે. તો આ લેખમાં તમને ત્વચામાં માટે મધના ફાયદા વિષે જણાવીશું.

તૈલી ત્વચા પર મધનો ઉપયોગ કરતા પહેલા તેમાં અડધી ચમચી લીંબુનો રસ મિક્સ કરવો. આમ કરવાથી તમારી ત્વચાને મધના ફાયદા પણ મળશે અને ચહેરો વધુ તૈલી પણ નહીં લાગે. 1 ચમચી મધ અને 1 ચમચી કાચું દૂધ ત્વચાવાળા લોકો માટે શ્રેષ્ઠ મોઈશ્ચરાઈઝર સાબિત થઈ શકે છે.

આ મિશ્રણથી તમારા ચહેરાને 5 મિનિટ સુધી મસાજ કરો અને પછી થોડા પાણીથી ચહેરો ધોઈ લો. જો તમારો ચહેરો ટેન થઈ રહ્યો છે, તો એક નાની ચમચી મધમાં 1 ચમચી ઓટ્સ મિક્સ કરો અને તેનાથી ત્વચાને સ્ક્રબ કરો. આવું નિયમિત કરવાથી ટેનિંગની સમસ્યા ઓછી થશે. પરંતુ સ્ક્રબિંગ પછી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરો.

ત્વચાને નિખારવા માટે 1 ચમચી ટામેટાંનો રસ અને 1 ચમચી મધ મિક્સ કરીને ચહેરા પર લગાવવું અને 10 મિનિટ પછી ચહેરાને ચોખ્ખા પાણીથી ધોઈ લેવો. આમ કરવાથી ત્વચામાં ચમક આવી જશે.

1 ચમચી એલોવેરા જેલ અને 1 ચમચી મધ મિક્સ કરીને ચહેરા પર 5 મિનિટ સુધી મસાજ કરવી. આમ કરવાથી ચહેરા પર ચમક આવશે. 1 ચમચી મધમાં 1 ચપટી હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવવી અને 10 મિનિટ પછી ચહેરાને ધોઈ લેવો. આમ કરવાથી ચહેરા પર કોઈપણ પ્રકારના ઈન્ફેક્શનની શક્યતા ઘટી જશે.

જો ત્વચા ખૂબ જ શુષ્ક હોય તો 1 ચમચી ગુલાબજળ અને 1 ચમચી મધ મિક્સ કરીને ચહેરા પર લગાવવું. આમ કરવાથી તમારી ત્વચા ગ્લો કરશે. જો ત્વચામાં ખીલના ડાઘની સમસ્યા હોય તો તેને હળવા કરવા માટે 1 ચમચી મધમાં 1 ચમચી દહીં મિક્સ કરીને નિયમિતપણે ચહેરા પર લગાવવું. આમ કરવાથી તમારા ચહેરા પરના દાગ ધીરે ધીરે હળવા થવા લાગશે.

જો ત્વચાને કડક બનાવવી હોય તો અઠવાડિયામાં બે વાર એક ચમચી મધમાં 1 ચમચી કોફી પાવડર ભેળવીને ચહેરો સ્ક્રબ કરો. આમ કરવાથી ત્વચા ટાઈટ થશે, કેમ કોફી એન્ટી એજિંગ છે.

ત્વચાને કોમળ બનાવવા માટે તમારે 1 ચમચી મધમાં 1 ચમચી એપલ સાઇડર વિનેગર મિક્સ કરીને ચહેરા પર 5 મિનિટ સુધી મસાજ કરવું. નિયમિત રીતે આમ કરવાથી ત્વચા કોમળ બનશે અને ગ્લો પણ આવશે.

જો તમને બ્લેકહેડ્સ અથવા વ્હાઇટહેડ્સની સમસ્યા છે, તો તમારે મધમાં ખાંડ મિક્સ કરીને સ્ક્રબ તૈયાર કરવું અને અસરગ્રસ્ત વિસ્તારને સ્ક્રબ કરવું. આ કરવાથી તમને ઘણા ફાયદા પણ થશે.

મધ અને નારિયેળ તેલનું મિશ્રણ ત્વચા સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યામાં પણ ઘણા ફાયદા આપે છે. તમે અઠવાડિયામાં એકવાર આ ઘરેલું ઉપાય અજમાવી શકો છો.

ચહેરા પરના કોઈપણ પ્રકારના ડાઘને ઘટાડવા માટે 1 ચમચી મધમાં 1 ચપટી તજ પાવડર ભેળવીને ચહેરા પર લગાવવો. આમ કરવાથી તમે ખૂબ સારા પરિણામ મેળવી શકો છો. તુલસીનો રસ મધમાં મિક્સ કરીને ચહેરા પર લગાવો અને 10 મિનિટ પછી ચહેરો ધોઈ લો. આમ કરવાથી ચહેરા પર હાજર ખીલનો સોજો ઓછો થઇ જાય છે.

નોંધ– ઉપર જણાવેલ કોઈપણ ઉપાય અજમાવતા પહેલા, 24 કલાક પહેલા પેચ ટેસ્ટ કરો. આ સાથે તમારે ત્વચા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ અને ઉપાય કરવો જોઈએ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *