વ્યસન, ધુમ્રપાન કે સિગારેટ પીવી આપણા શરીર માટે ખુબજ નુકશાનકારક સાબિત થતી હોય છે. વ્યસન, ધુમ્રપાન કે સિગારેટ પીવાથી હોઠમાં રક્ત પરિભ્રમણ પર અસર પડે છે અને તેના કારણે હોઠ કાળા પડી જાય છે. આથી જો તમારા હોઠ પણ કાળા હોય તો ધૂમ્રપાન થોડું ઓછું કરવું જોઈએ.
જો તમારા પણ હોઠ કાળા હોય તો તમે કેટલાક ઘરેલું ઉપાય અપનાવીને તમે ફરીથી કોમળ અને ગુલાબી હોઠ મેળવી શકો છો. તમે જોતા હશો કે કેટલાક લોકોના હોઠ ખૂબ જ શુષ્ક, નિર્જીવ અને કાળા દેખાય છે. પરંતુ શું તમે જાણો છો કે આવું કેમ થાય છે? જો તમને ખબર નથી તો તમને અમે જણાવીશું.
તમને જણાવીએ કે હોઠ ત્યારે જ કાળા દેખાય છે જ્યારે તમે ઓછું પાણી પીઓ છો. પાણી ઓછું પીવાના કારણે હોઠનો ભેજ ખતમ થઈ જાય છે, જેના કારણે હોઠ પર પોપડો બનવા લાગે છે અને હોઠની કિનારીઓ કાળી દેખાવા લાગે છે.
આ સાથે પાણી ન પીવાથી શરીર ડીહાઈડ્રેશનનો શિકાર બને છે, જેની અસર હોઠ પર પણ જોવા મળે છે. આ સિવાય જે લોકો ખૂબ ધૂમ્રપાન કરે છે, બીડી, સિગારેટ પીવે છે તેમના હોઠ પણ કાળા થઈ જાય છે. ખાસ કરીને, જે લોકો દિવસમાં 10 થી 12 સિગારેટ પીવે છે તેમના હોઠ ખૂબ જ ખરાબ અને કાળા હોય છે.
સિગારેટમાં નિકોટિન અને ટાર હોય છે, જે હોઠ પર પણ જોવા મળે છે. આના કારણે તમારા હોઠ નિસ્તેજ, શુષ્ક અને નિર્જીવ દેખાવા લાગે છે. સિગારેટ પીવાથી હોઠમાં રક્ત પરિભ્રમણને પણ અસર થાય છે. જો તમારા હોઠ પણ કાળા થઇ ગયા છે અથવા કાળા દેખાવા લાગ્યા છે
તો, તમારે આજથી જ ધૂમ્રપાન થોડું ઓછું કરવું જોઈએ. જો તમારા હોઠ કાળા થઇ ગયા છે તો તમે કેટલાક ઘરગથ્થુ ઉપચાર અપનાવીને, તમે ફરીથી તમારા હોઠને કોમળ અને ગુલાબી બનાવી શકો છો. તો ચાલો જાણીએ આ ઘરેલુ ઉપાયો વિષે.
બીટનો રસ હોઠને કોમળ અને ગુલાબી બનાવે છે: બીટરૂટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે કારણે બીટ ખાવાથી કે તેનો જ્યુસ પીવાથી શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ યોગ્ય રહે છે. આ સાથે જો તમે દરરોજ થોડી માત્રામાં બીટરૂટનો જ્યુસ પીવો છો તો ચહેરા પર પણ ચમક આવે છે આ ઉપરાંત, ધૂમ્રપાનથી હોઠ કાળા થઈ ગયા હોય એ પણ કુદરતી રીતે ગુલાબી બનાવે છે.
તમે આ જ્યુસ ને હોઠ પર પણ લગાવી શકો છો. આ માટે સૌ પ્રથમ બીટરૂટને પીસીને પેસ્ટ બનાવો. તેમાં 6 થી 7 ટીપાં લીંબુનો રસ નાખી હોઠ પર લગાવો અને 4 થી 5 મિનિટ સુધી રાખો. હવે હોઠને પાણીથી સાફ કરો. આ ઉપાય થોડા દિવસ કરવાથી હોઠ મુલાયમ બનશે અને હોઠ પરની કાળાશ પણ દૂર થશે.
દાડમનો રસ પણ હોઠને ગુલાબી બનાવે છે: દાડમનો રસ પીવાથી ત્વચામાં ચમક આવે અને હોઠ પણ સ્વસ્થ રહે છે. દાડમનો 1 ચમચી રસ લઈને હોઠ પર લગાવો અને થોડી વાર રહેવા દો. ત્યારબાદ પાણીથી હોઠ સાફ કરો. આ ઉપાય થોડા દિવસ કરવાથી હોઠ મુલાયમ બનશે અને હોઠ પરની કાળાશ પણ દૂર થશે.
જો તમે આ જ્યૂસને નિયમિત રીતે ડાયટમાં સામેલ કરશો તો શરીરમાં લોહીની ઉણપ થશે નહીં. હોઠને ગુલાબી અને કાળાશ દૂર કરવા માટે લીંબુનો રસ: વિટામિન સીથી ભરપૂર લીંબુનો રસ ત્વચામાં મેલાનિનના વધુ પડતા ઉત્પાદનને નિયંત્રિત કરે છે.
જો સિગારેટ પીધા પછી હોઠ કાળા થઈ ગયા હોય તો લીંબુનો ટુકડો લઈને હોઠ પર હળવા હાથે ઘસો. દરરોજ લીંબુના ટુકડાને હોઠ પર ઘસવાથી થોડા જ દિવસોમાં હોઠ સ્વસ્થ, કોમળ અને ગુલાબી બની જશે.
ગુલાબજળ અને દૂધથી હોઠ કાળા થવાની સમસ્યા દૂર કરો: ગુલાબજળ અને દૂધથી કાળા હોઠની સમસ્યાને દૂર કરી શકાય છે. આ માટે ગુલાબજળના થોડા ટીપાં લો. તેમાં દૂધ ઉમેરો અને તેને હોઠ પર લગાવો અને 5 મિનિટ સુધી રહેવા દો. આ મિશ્રણ હોઠના રંગને નિખારવામાં પણ મદદ કરે છે.
તે હોઠની ત્વચાને પણ સંપૂર્ણ પોષણ આપે છે. ગુલાબજળ સિવાય તમે ગુલાબના પાંદડાને પીસીને પેસ્ટ બનાવી શકો છો. તેમાં થોડું દૂધ અને મધ મિક્સ કરીને હોઠ પર લગાવો અને 8 થી 10 મિનિટ પછી હોઠને પાણીથી સાફ કરો.