મિત્રો ઉંમર વધવાની સાથે સાથે ચહેરા પર કરચલીઓ દેખાવી સામાન્ય વાત છે. પરંતુ કેટલીકવાર આ કરચલીઓ સમય પહેલા જ દેખાવા લાગે છે. જેનું કારણ કામનો તણાવ, હોર્મોન્સનો અભાવ, ખોટી જીવનશૈલી હોઈ શકે છે.

જો ત્વચામાં ખેંચાણ અને સ્થિતિસ્થાપકતા સમાપ્ત થઈ રહી છે, તો સમયસર કેટલાક પગલાં લેવા જરૂરી છે. ઉમર પહેલા આંખોની નીચે કરચલીઓની સાથે સાથે ડાર્ક સર્કલ અને નીરસતા દેખાવા લાગે છે. તો આવો જાણીએ કે સ્કિન કેર રૂટીનમાં કયા ફેરફાર કરવાથી સમય પહેલા પડતી કરચલીઓથી છુટકારો મળી શકે છે.

કરચલીઓથી છુટકારો મેળવવા શું જરૂરી છે: જો ચહેરા પર કરચલીઓ દેખાવા લાગી હોય તો ત્વચાની સંભાળ માટે ઈંડાનો ઉપયોગ કરો. ઇંડા એ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ ત્વચાને સ્વસ્થ બનાવે છે.

પાકેલા પપૈયા અને પાકેલા કેળા: ચહેરાની કરચલીઓ દૂર કરવા માટે પપૈયા અને કેળાને મેશ કરીને સારી રીતે મિક્સ કરો. પછી આ ફેસ પેકને તમારા ચહેરા પર લગાવી 10 થી 15 મિનિટ માટે આમ જ રહેવા દો. ત્યારબાદ સામાન્ય પાણીથી ચહેરો ધોઈ લો. અઠવાડિયામાં 2-3 વાર આ ઉપાય કરો. આ ચહેરાની કરચલીઓ દૂર કરવામાં મદદ કરે છે.

ઈંડાનો ઉપયોગ કેવી રીતે કરવો: ઈંડાનો ઉપયોગ કરવા માટે, બજારમાંથી એક કાચું ઈંડુ લાવો. પછી કાચા ઈંડાને તોડી લો અને તેને બાઉલમાં કાઢીને સફેદ ભાગ કાઢી લો. ત્યારબાદ તેને ચમચી અથવા બ્રશની મદદથી ચહેરા પર રહેવા દો. લગભગ 15 થી 20 મિનિટ પછી પાણીથી ધોઈ લો.અઠવાડિયામાં એક કે બે વાર ઈંડાને ચહેરા પર લગાવો. તેનાથી ત્વચા ટાઈટ થશે અને કરચલીઓ સરળતાથી પડશે નહીં.

કિવી: ચહેરાની કરચલીઓ કિવી ફળનો ઉપયોગ કરીને પણ દૂર કરી શકાય છે. આ માટે સૌથી પહેલા કીવીના ફળને સારી રીતે મેશ કરો અને તેની પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવી દો. આ પેસ્ટ લગાવ્યા બાદ થોડી વાર આમ જ રહેવા દો. ત્યારબાદ સામાન્ય પાણીથી ચહેરો ધોઈ લો. આ ઉપાયો કરવાથી ચહેરાની કરચલીઓ દૂર થાય છે.

સ્વસ્થ આહાર લો : જો તમને સ્મોકિંગ, ધુમ્રપાન, આલ્કોહોલ કે જંક ફૂડ ખાવાની આદત હોય તો તેનાથી દૂર રહો. તમારી આ ખોટી આદતોની અસર ત્વચા પર થાય છે. જો શરીરને પોષણ ન મળે તો તેની અસર ત્વચા પર પણ દેખાવા લાગે છે અને ત્વચા ઢીલી પડવા લાગે છે.

સીઝનની શાકભાજી અને ફળોની સાથે ફુદીનો, કોથમીર, લીલા મરચા, મોસમી ખાઓ. આ સાથે તાજા મોસમી ફળો પણ ખાઓ. સવારે ડ્રાયફ્રુટ ખાઓ. દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી પીવો.

ત્વચાની કરચલીઓ દૂર કરવા માટે હળદરનો ઉપયોગ કરો: જો તમે તમારા ચહેરા પર ઈંડું લગાવવા માંગતા નથી, તો હળદર પણ એક વિકલ્પ છે. ગુલાબજળમાં હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવો.આ પેસ્ટને ચહેરા પર લગાવો અને સુકાવા દો. પછી પાણીથી ચહેરો સાફ કરો.

ફેશિયલ યોગા કરો : ચહેરાની કરચલીઓ દૂર કરવા માટે ફેશિયલ યોગની મદદ લો. તમે આ પ્રકારનો યોગ ગમે ત્યારે કરી શકો છો.

જો તમે પણ અહીંયા જણાવેલ ઉપાયો કરો છો તો તમે ચહેરા પરની કરચલીઓ દૂર કરી શકો છો અને લાંબો સમય સુધી ત્વચાને જુવાન રાખી શકો છો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *