બદલાતી ઋતુઓની સૌથી વધુ અસર આપણી ત્વચા પર પડે છે. શિયાળામાં ઠંડો પવન ચહેરાનો રંગ છીનવી લે છે જ્યારે ઉનાળામાં તડકો, ગરમ હવા અને ધૂળ-માટી ચહેરાને નિસ્તેજ બનાવી દે છે. જયારે ચોમાસામાં ત્વચાની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે.
આપણે દરેક લોકો ઈચ્છીએ છીએ કે દરેક ઋતુમાં આપણી ત્વચા સ્વચ્છ અને ગ્લોઈંગ હોય પરંતુ ઘણા કારણોથી ત્વચાને સ્વચ્છ અને ગ્લોઈંગ બનાવી રાખવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે.
સોફ્ટ, કોમળ અને ગ્લોઈંગ સ્કીન મેળવવા માટે આપણે ઘણીવાર પાર્લરમાં જઈએ છીએ અને વિવિધ પ્રકારની કોસ્મેટિક ટ્રીટમેન્ટ કરાવીએ છીએ, જેની કેટલીક વાર ત્વચા પર આડઅસર પણ થાય છે. પાર્લરમાં હાજર બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ તમારા ચહેરાને થોડા સમય માટે સુંદર બનાવે છે.
પરંતુ તમે ત્વચા પર કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને ત્વચાને કુદરતી રીતે સુંદર બનાવી શકો છો. ચહેરા પર પપૈયા અને મધનો પેક ચહેરાને સુંદર બનાવવા માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે. તો ચાલો જાણીએ કે મધ અને પપૈયાનું પેક ત્વચા પર લગાવવાથી શું ફાયદા થાય છે.
પપૈયા અને મધના ફાયદાઃ પપૈયામાં વિટામિન A હોય છે, જે ત્વચાને સૂર્યપ્રકાશથી બચાવે છે અને ત્વચાની કાળાશ દૂર કરે છે. પપૈયામાં હાજર એન્ટી એજિંગ ગુણ ત્વચા પરની કરચલીઓ દૂર કરે છે અને ત્વચાના ખીલને પણ દૂર કરે છે.
મધ ત્વચા પર મોઈશ્ચરાઈઝરનું કામ કરે છે. ત્વચા પર તેનો ઉપયોગ કરવાથી ત્વચા સ્વસ્થ અને કોમળ રહે છે. ત્વચાના ડાઘ-ધબ્બા દૂર કરવા માટે મધ ખૂબ જ ઉપયોગી છે. તે ત્વચાના ચેપની સારવાર કરે છે અને ત્વચાને સ્વસ્થ બનાવે છે.
પપૈયા અને મધનું પેક સામગ્રીઃ પપૈયાના 2 થી 3 ટુકડા, એક ચમચી મધ
પપૈયા અને મધનો ફેસપેક કેવી રીતે તૈયાર કરવો અને ઉપયોગ કરવો: સૌથી પહેલા પપૈયાને કાપીને મિક્સરમાં પીસીને તેની બરછટ પેસ્ટ બનાવી લો. ત્યારબાદ તૈયાર કરેલી પેસ્ટમાં એક ચમચી મધ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
આ પેસ્ટને ચહેરા પર 15 થી 20 મિનિટ સુધી લગાવી રાખો. 20 મિનિટ પછી પાણીથી ચહેરો ધોઈ લો. ચહેરો ધોયા પછી પાણીને સૂકવી લો અને ચહેરા પર મોઈશ્ચરાઈઝર લગાવો, તમારી ત્વચામાં ચમક આવશે.
આ ફેસપેકનો ઉપયોગ એઠવાડિયામાં એકવાર કરી શકો છો. અઠવાડીયામાં એકવાર આ ફેસપેકનો ઉપયોગ કરવાથી ત્વચા પરના ડાઘ, ખીલ, કરચલીઓ અને ત્વચા પરની કાળાશ દૂર થઇ જશે અને તમારી ત્વચા મુલાયમ અને કોમળ બની જશે.