beauty

બરફનો કરી લો આ દેશી પ્રયોગ 60 વર્ષે 30 વર્ષના દેખાશો ચહેરા પર દાગ, ધાબા અને કરચલીઓ દૂર થઇ ચહેરો બે ગણો ચમકશે

તમે ઈચ્છો છો કે તમારા ચહેરામાં કોઈ દાગ ન હોય, કોઈ ખીલ ન હોય, કોઈ ફોલ્લી ન હોય, ચહેરા પર ખાડા ન હોય અને ચહેરા પર તેજ હોય, ચમક હોય તો તમે એક નાનક્ડો ઉપાય કરી લેજો કારણકે આજનું ખાનપાન બદલાઈ ગયું છે, આજનું જીવન સ્ટ્રેસફુલ થઇ ગયું છે, વાતાવરણ પ્રદુષિત થઇ ગયું છે જે આપણા ચહેરા પર અસર કરે છે.

આજકાલની ખોટી આદતો અને આ બધા કારણોના કારણે આજના યુવાવર્ગના ચહેરા પર પણ પહેલા જેવી ચમક અને તેજ જોવા મળતું નથી. એવું કહેવામાં આવે છે જે ઉમર વધવાની સાથે ચહેરાની ચમક ઓછી થવા લાગે છે પરંતુ એક નાનક્ડો ઉપાય કરવાથી લાંબા સમયે પણ તમારા ચહેરામાં ચમક ઓછી થશે નહીં.

આ ઉપાય એકદમ નાનો છે અને એકદમ સરળ છે. આ ઉપાય માટે એક ચમચી એલોવેરા જેલ લેવાની અને બીજી વસ્તુમાં અડધી ચમચી મધ લેવાનું છે અને ત્રીજી વસ્તુમાં તમારે 3 ચપટી ફટકડી લેવાની છે એટલે કે તેનો પાઉડર લેવાનો છે. આ ત્રણેય વસ્તુને બરાબર મિક્સ કરી અડધા કપ પાણીમાં નાખી ફ્રિજમાં જમાવવા મુકી દેવાનું છે.

જયારે તે બરફ બની જાય ત્યારે તેને એક રૂમાલ અથવા કોટનના કપડામાં તેને લપેટીને તેના ટુકડાને ચહેરા પર ધીરે ધીરે ઘસવાનો છે. અહીંયા જે ત્રણ વસ્તુમાંથી બરફ બનાવ્યો છે તે ત્રયેણ વસ્તુઓ ચહેરા માટે ખુબજ ફાયદાકારક સાબિત થાય છે.

ચહેરા પર આ બરફ ઘસવાથી તમારા ચહેરા પરના ડાઘ, ખીલ, ખાડા દૂર થઇ જશે અને તમારી લટકતી ચામડી માં ટાઈટનેસ આવી જશે. આ ઉપરાંત ચહેરા પર એક કુદરતી ગ્લો અને ચમક આવી જશે.

આ પ્રયોગ બધી ઉંમરના લોકો કરી શકે છે અને તેનું પરિણામે બહુ જ સારું આવે છે. આ પ્રયોગને પહેલી જ વાર કરવાથી તમને તમારા ચહેરા પર તેનો અસર જોવા મળશે અને તમને ચોક્કસ ફાયદો થતો જોવા મળશે.

આ ઉપરાંત તમે ચહેરાને ધોવા માટે કોઈ પણ કેમિકલયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કર્યા વગર એક દેશી પ્રયોગ કરી શકો છો. આ પ્રયોગ કરવા માટે એક ચમચી બેસન અને એક ચમચી હળદર લેવાની છે.જો તમારી સ્ક્રીન ડ્રાય છે તો તમારે એક ચમચી મલાઈ નાખવાની છે અને જો તમારી સ્ક્રીન ઓઈલી છે તો તમારે એક ચમચી દહીં નાખવાનું છે.

આ વસ્તુઓને મિક્સ કરીને કોઈ પણ કેમિકલયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કર્યા વગર તમારે ચહેરા પર લગાવાવની છે અને પાણીથી ચહેરાને સાફ કરી દેવાનો છે. થોડાજ સમયમાં તમને તમારા ચહેરા પર તેની અસર જોવા મળેશે. જો તમે ઈચ્છો છો કે તમને પણ 60 વર્ષે 25 વર્ષ દેખાઓ તો તમારા માટે અહીંયા જણાવેલ પ્રયોગ ખુબજ અસરકારક સાબિત થઇ શકે છે.

Disclaimer: આ લેખમાં દર્શાવેલ સલાહ અને સૂચનો (ઘરગથ્થુ ઉપચાર, બ્યૂટી ટિપ્સ, હેલ્થ & ફિટનેસ ટિપ્સ) માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લો. જો તમને કોઈ પ્રશ્નો અથવા ચિંતાઓ હોય તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો. કોઈપણ ઉપયોગ વપરાશકર્તાની સંપૂર્ણ જવાબદારી પર રહેશે. Gujarat Fitness આ માહિતીની જવાબદારી સ્વીકારતું નથી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button