મિત્રો કામ કર્યા પછી થાક એ જીવનનો ભાગ છે પરંતુ કેટલાક લોકો કામ પર પણ થાક અને સુસ્તી અનુભવે છે. સુસ્તી અને થાક માત્ર કામને જ અસર કરતું નથી, પરંતુ જીવનની ગુણવત્તા પર પણ નકારાત્મક અસર કરે છે. જો કામ દરમિયાન શારીરિક અથવા માનસિક થાકની પ્રક્રિયા વધે છે, તો તેને હળવાશથી ન લેવું જોઈએ, કારણ કે તે પાછળથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.

સુસ્તી અનુભવવાના ઘણા કારણો છે. થાક ઘણીવાર ખરાબ દિનચર્યા અને જીવનશૈલીની આદતો સાથે સંકળાયેલો હોય છે. મોડી રાત્રે પાર્ટી કરવી, જમતી વખતે ટીવી શો જોવા કે રાત્રે સારી ઊંઘ ન આવવાથી થાક અને સુસ્તી વધી શકે છે.

નિષ્ણાતોએ થાક અને સુસ્તીથી બચવા માટે જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરવાની સલાહ આપી છે. તો ચાલો જાણીએ કઇ ટિપ્સ અપનાવીને તમે આ સમસ્યાને દૂર કરી શકો છો.

રાત્રે ગાઢ ઊંઘ લો : મિત્રો ઊંઘની ઉણપ એ ઘણા રોગોનું મૂળ છે, તેથી દિવસ દરમિયાન ઊંઘ ન લો જેથી તમને રાત્રે સારી અને ગાઢ ઊંઘ આવે. જો તમને પૂરતી ઊંઘ મળશે તો તમે સવારે તાજગી અનુભવશો. સારી ઊંઘ સાથે, શરીરનું તાપમાન સંતુલિત રહેશે અને હોર્મોન્સ યોગ્ય રીતે કામ કરશે. આ સિવાય પાચનક્રિયા પણ સારી રહેશે.

શારીરિક પ્રવુતિ કરો : શરીરમાં ઉર્જા લાવવા માટે શરીરનું હલનચલન જરૂરી છે. આ માટે કસરત જરૂરી છે. વ્યાયામથી શરીરમાં ઓક્સિજનનું સ્તર સુધરે છે. કસરત કરવાથી સ્ટ્રેસ હોર્મોન્સ ઓછા થાય છે અને ઘણી બીમારીઓ દૂર રહે છે.

તણાવથી દૂર રહો : ઓફિસનું કામ હોય કે અંગત કામ, બિલકુલ તણાવ ન લો. જો તમે સ્ટ્રેસ લો છો તો ઘણા જૂના રોગો થાય છે. જેના કારણે માનસિક અને શારીરિક થાક લાગશે. જો તમને તણાવ હોય તો ધ્યાન કરો.

કેફીનનું સેવન ઓછું કરો : કેફીનના સેવનથી મગજમાં ઘણી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે જે સતર્કતા વધારે છે પરંતુ તેની અસર ઊંઘ પર પડે છે. જો તમે થાકી ગયા હોવ, તો તેના બદલે કોફી પીવાનું ટાળવું શ્રેષ્ઠ છે.

વજન ઓછું કરવું : વધારે વજન હૃદય પર દબાણ લાવે છે, આનાથી આખું શરીર થાકેલું રહે છે. તેથી વજન ઘટાડીને તમે ઉર્જાવાન અનુભવી શકો છો. વજન વધુ હોવાથી બધો ભાર પગ પર આવે છે તેથી થોડું કામ કરવાની સાથે તમે થાકી જાઓ છો.

આ સિવાય જો તમે કામ કરીને વારંવાર થાકી જાઓ છો તો કેળા ખાઈ શકો છો. કેળા એનર્જીથી ભરપૂર હોય છે. તેથી થાકી લાગ્યો હોય ત્યારે એક કેળું ખાવાથી શરીરનો બધો થાક ઉતરી જાય છે. આ સાથે કેળા ખાવાથી પેટ ભરેલું ભરેલું લાગે છે જેથી તમને ખાવાની ઈચ્છા પણ ઓછી થાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *