તમે બઘા કોરોના વાયરસ ના રોગચારા વિશે જાણો છો. હાજી પણ કોરોના છે પણ હાલ માં તેનું પહેલાના જેવું ભયંકર રૂપ જોવા નથી મળતું. પરંતુ તમે જો કોઈ પણ ભૂલ કરો તો તે ભૂલ મોંઘી પડી શકે છે. માટે દરેક વ્યક્તિ એ કોવીડ -19 નું પાલન કરવું ખુબ જરૂરી છે.
કોરોના આવ્યા પછી આપણને બધાને ખ્યાલ આવ્યો કે આપણી રક્ષા કેટલી મહત્વપૂર્ણ છે. જો તમારી રોગપ્રતિકારક શક્તિ સ્ટ્રોંગ હોય તો મોટા માં મોટી કોરોના જેવી બીમારી પણ આપણા નજીક આવી પણ ના શકે.
પરંતુ જો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી થઇ જાય તો ઘણી સમસ્યા થઇ શકે છે. માટે આપણે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ ને વધારવા માટે કેટલાક ખાસ પગલાં લેવા આપણી માટે ખુબ જ જરૂરી છે.
દરેકે રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવી જરૂરી છે. તો ચાલો જાણીએ કે રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે તમારે આહારમાં કઈ વસ્તુનું સેવંન કરવું તેના વિશે વધુ માહિતી જણાવીએ.
તુલસી : રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે તુલસી સૌથી સારી માનવામાં આવે છે. તુલસી એન્ટી બેક્ટેરિયલ ગુણ ધરાવે છે. તો સૌથી પહેલા 7-8 તુલસીના પણ લો, 3-4 કાળામરી લો, તેમાં 1 ચમચી મઘ ઉમેરો. આ બધાને વાટીને તેનું સેવન કરો.
સિમલા મરચા : લાલ સિમલા મરચામાં વિટામિન-સી અને બીટા-કેરોટિન પણ મોટી માત્રામાં જોવા મળે છે, જેના કારણે તે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ મદદરૂપ થાય છે.
ખાટા ફળો : ખાતા ફળોમાં ભરપૂર પ્રમાણ વિટામિન-સી હોય છે. જેથી રોગપ્રતિકારક શક્તિ વધારવા મદદરૂપ થાય છે. ખાટા ફળ જેવા કે નારંગી, દ્રાક્ષ જેવા ફાળો નો સમાવેશ કરવો જોઈએ. જેથી તમારી રોગ પ્રતિરક્ષા શક્તિમાં વધારો થાય.
આદુ : આદુમાં એન્ટી વાયરલ તત્વો આવેલ છે. જે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. જો તમે વરિયારી અને મધ સાથે આદુ સાથે લેવામાં આવે તો તેનો ઘણો બધો ફાયદો થાય છે. આદુ ખાવું આપણા શરીર માટે ખુબ જ સારું છે.