આપણું આરોગ્ય અમૂલ્ય ખજાનો છે, જેને સાચવી રાખવું આપણા હાથમાં છે, પરંતુ આપણે આપણા જીવનમાં એવી કેટલીક ભૂલો કરી દઈએ છીએ જેના કારણે આપણે આપણું આરોગ્ય જોખમ માં મુકાઈ જાય છે. આ માટે આપણું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે યોગ્ય પોષ્ટીક આહારની સાથે જીવનમાં કેટલીક હળવી કસરત અને યોગા નો પણ સમાવેશ કરવો જોઈએ.
આજના સમયમાં ઘણા લોકો પોતાના આહારમાં પૂરતું ઘ્યાન આપી શકતા નથી જેના કારણે ઘણી વખત શરીરમાં લોહીની ઉણપ થઈ જતી હોય છે. જેના કારણે શરીરમાં થાક, કમજોરી અને અશક્તિ રહેતી હોય છે. જેથી આપણે કોઈ પણ કામ કરવામાં મન લાગતું નથી.
શરીરમાં પોષક તત્વોના અભાવને દૂર કરવા માટે આપણે આહારમાં એવા કેટલાક ખોરાક ખાવા જોઈએ જેની મદદથી શરીરમાં ભરપૂર માત્રામાં આયર્ન મળી રહે અને હીમોગ્લોબિનની ઉણપ પુરી કરી શકાય. આ માટે આપણે રોજિંદા આહારમાં કેટલાક બદલાવ લાવવા જોઈએ.
આ માટે આપણે રોજિંદા આહારમાં લીલા શાકભાજી ખાવા જોઈએ. લીલા પાન વાળા શાકભાજી ખાવાથી આપણા શરીરનમાં આયર્ન ઉપરાંત કેલ્શિયમ, ફાયબર, પ્રોટીન જેવા અનેક પોષક તત્વો મળી રહેશે જેથી શરીરને જરૂરી પોષક તત્વોની કમીને દૂર કરશે.
આ ઉપરાંત કેટલાક ફળોનો જ્યુસ પણ પીવો જોઈએ, ગાજર નો જ્યુસ, બીટનો જ્યુસ, રાસભરીનો જ્યુસ પીવું જોઈએ, જે શરીરમાં આયર્ન ની કમીને પુરી કરી લોહીમાં રહેલ અશુદ્ધિને દૂર કરી લોહીને શુદ્ધ બનાવી રાખવામાં મદદ કરશે.
લોહીને વધારવા માટે રોજે આપણે ભોજન સાથે દેશી ગોળનો એક ટુકડો ખાવાનો છે, જેમાં ભરપૂર માત્રામાં આયર્ન મળી આવે છે, જે શરીરમાં વારે વારે થાક અને અશક્તિને દૂર કરે છે. માટે રોજિંદા જીવનમાં ભોજન સાથે ગોળનો સમાવેશ કરવો જોઈએ.
ગોળ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. રોજે ગોળ ખાવાથી મહિલાઓમાં માસિક ધર્મ માં થતી તકલીફ માં ખુબ જ ફાયદાકારક છે, આ ઉપરાંત સાંઘાના દુખાવા અને માંશપેશીઓને મજબૂત અને સ્ટ્રોંગ બનાવે છે. માટે હાડકાને મજબૂત બનાવવા ગોળ જરૂર ખાવો જોઈએ.
કિસમિસ એક સુકામેવાનું ડ્રાયફ્રુટસ છે, જેમાં ભરપૂર માત્રામાં આયર્ન મળી આવે છે, જે લોહીના રક્તકણોને ખુબ જ ઝડપથી વઘારવામાં મદદ કરે છે. આ માટે રોજિંદા આહારમાં કિસમિસ ને સમાવેશ કરવો જોઈએ. પરંતુ તેને યોગ્ય રીતે ખાવાથી તેના ઘણા ફાયદા થાય છે.
આ માટે કિસમિસને સાત કલાક પાણીમાં પલાળીને રાખવી પડશે ત્યાર પછી જ ખાવી જોઈએ, પલાળેલી કિસમિસને સવારે નરણાકાંઠે ઉઠીને ખાલી પેટ ખાવી જોઈએ જેનાથી આપણા સ્વાસ્થ્ય ને અઢળક ફાયદા થશે, મહિલાઓ માટે કિસમિસ ખુબ જ લાભદાયક છે જે ગર્ભવતી મહિલા અને ગર્ભમાં રહેલ બાળકના સારા વિકાસ માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.