હેલો મિત્રો, આજકાલ સારી પર્સનાલીટી બનાવા માટે સારી હાઈટ હોવી ખૂબ જ જરૂરી છે. સારી ઊંચાઈ વાળી વ્યક્તિ ખૂબ આકર્ષક દેખાય છે. ઘણા લોકો ઊંચાઈ વધારવા માટે ઘણા બધા પ્રયત્નો કરે છે. પરંતુ તે હાઈટ વધારી નથી શકતા.

અહીંયા, અમે તમને એવા 4 યોગાસન વિષે જણાવાના છીએ, જે તમે દરરોજ દસ થી પંદર મિનિટ આસન કરશો તો તમે તમારી હાઈટ ખુબજ આસાનીથી વધારી શકો છો.

દરરોજ યોગાસન કરવાથી આપણું શરીર તણાવમુક્ત રહે છે અને તેના કારણે આપણું શરીર સ્વસ્થ રહે છે અને તે આપણી હાઈટ વધારવામાં ખુબજ મદદગાર સાબિત થાય છે. યોગસન કરવાથી આપણા શરીરમાં ઝડપથી હોર્મોન વધે છે. તમે દરરોજ આ યોગાસન કરી શકો છો.

1. તાડાસન: ઝડપથી હાઈટ વધારવા માટે તાડાસન યોગ કરવાથી સહેલાઈથી ઉંચાઈ વધારી શકાય છે. તાડાસન કરવા માટે, સૌ પ્રથમ, તમારે સીધા ઉભા રહેવાનું છે અને તમારા બને પગ ભેગા રાખવાના છે. આપણા આખા શરીરને સીધું રાખવાનું અને તમારા શરીર અને બંને પગનું વજન સરખું રાખો. ત્યાર પછી, બંને હાથ જોડીને ભેગા કરો અને તેમને માથા ઉપર લઈ જાઓ.

હથેળીઓને સીધી રાખીને, ધીમે ધીમે શ્વાસ લેવાનો છે અને તમારા હાથ ઉપરની તરફ ખેંચો, આમ કરવાથી ખભા અને છાતીને બને ખેંચાશે. ત્યારબાદ, પગની એડીને થોડી ઉંચી કરવાની અને આંગળીઓ પર આખું શરીરનું સંતુલન જાળવી રાખવાનું છે. થોડો સમય આ રીતે ઉભા રહો અને પછી શ્વાસ લેતી વખતે હાથ ઉપર ખસેડો.

તમારે આ આસન દરરોજ 7-10 વખત કરવું જોઈએ. દરરોજ તાડાસન કરવાથી શરીરને સારી કસરત મળે છે, જે કરોડરજ્જુ, છાતી અને ખભાના સ્નાયુઓને ખેંચે છે, જે હાઈટ વધારવામાં ખુબજ મદદ કરે છે.

2. હલાસન : હલાસણ કરવા માટે, પહેલા તમારી પીઠ પર જમીન પર સીધા સૂઈ જાઓ અને તમારા પગ અને હિપ્સ ઉપરની તરફ ઉભા કરો. હવે તમારા બંને પગથી તમારા કપાળ નીચેની જમીનને સ્પર્શ કરવાનો પ્રયાસ કરો . આ પ્રક્રિયામાં, ઉંડો શ્વાસ લો અને શ્વાસ બહાર કાઢતી વખતે પગ સીધા કરો.

પગને ધીમે ધીમે જમીન પર લાવો અને પછી સીધા સૂઈ જાઓ. આ રીતે દરરોજ આસન કરવામાં આવે તો હાઈટ વધારવામાં ઘણો ફાયદો થાય છે. આ આસન દરરોજ કરવામાં આવે તો ગેસ અને એસિડિટીમાં પણ રાહત મળે છે. આ આસન વાળ ખરતા રોકવામાં પણ ખૂબ મદદરૂપ સાબિત થાય છે.

3. ભુજંગાસન : ભુજંગાસન કરવા માટે, સૌ પ્રથમ, તમારા પેટ પર ઉંધા થઈને સૂઈ જાઓ અને તમારી એડી અને પંજાને ભેગા કરો. તમારી કોણી તમારી કમરની બાજુમાં હોવી જોઈએ અને હથેળીઓ ઉપરની તરફ હોવી જોઈએ. હવે કોણીને વાળીને ધીમેથી હાથ લાવો અને હથેળીઓને તમારા હાથ નીચે રાખો, પછી ધીરે ધીરે માથા ને આકાશ તરફ ઉપર લઇ જાઓ.

તમે શક્ય તેટલું માથું અને છાતી પાછું લઈ શકો છો, પરંતુ નાભિ જમીન સાથે જોડાયેલી હોવી જોઈએ. 20 સેકન્ડ માટે આ સ્થિતિમાં રહો, ત્યાર પછી શ્વાસને બહાર કાઢતી વખતે માથું ધીમે ધીમે જમીનમાં લાવો અને આ પ્રક્રિયાને પૂર્ણ કરો. આ આસન હાઈટ વધારવાની સાથે કરોડરજ્જુ અને કમરને પણ ઘણો ફાયદો થાય છે.

4. પશ્ચિમોત્તનાસન : પશ્ચિમોત્તનાસન કરવા માટે, સૌ પ્રથમ જમીન પર બેસી જાઓ. ત્યાર પછી તમારા પગ આગળ સીધા કરો અને હાથને વાળીને ગૂઠાને પકડવાનો પ્રયાસ કરો. આ આસન કમર અને પીઠના સ્નાયુઓને નવી ઉર્જા પ્રદાન કરે છે. આ આસન રીડ હાડકા ખેંચાવાના કારણે લંબાઈ વધારવામાં મદદ કરે છે.

ખાસ જાણવા જેવું, આ આસન દરરોજ કરવાથી તમે તમારી હાઈટ વધારી શકો છો. દયાન રાખો કે કોઈ પણ કાર્ય કરવા માટે ખુબજ મહેનત કરવાથી પરિણામ મળે છે. તેથી દરરોજ આ આસન કરશો તો તમે સારી ઊંચાઈ પ્રાપ્ત કરી શકો છો.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય અને ફિટનેસ વિષે ઘરે બેસી માહિતી જાણવા અને શીખવા માટે અમારાં Page ” ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ” ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *