આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આજના આધુનિક યુગમાં કામ કરવા માટે જુદી જુદી ટેક્નોલોજી અથવા તો એવા સાધનોનો ઉપયોગ કરવામાં જેથી માણસનું કામ ખુબ જ ઝડપથી અને અડધું થઈ ગયું છે, ઘણી વખત એવા સાધનો પણ છે જેમાં માણસ ની પણ જરૂર પડતી હોતી નથી.

આવી બઘી સગવડો ના કારણે માણસનું જીવન પહેલા કરતા એકદમ સરળ અને આસાન થઈ ગયું છે જેના પરિણામે તેની અસર માણસ પર વધુ જોવા મળે છે. જેના કારણે લોકોનું જીવન બેઠાળુ થઈ ગયું છે જેના પરિણામે વ્યક્તિના શરીરમાં ઘણી બધી બીમારીઓ નું જોખમ પણ વધી જાય છે.

જેના કારણે લાખો રૂપિયા દવાખાનમાં નાખી દેવા પડતા હોય છે. પરંતુ જો તમારું જીવન બેઠાળુ હોય અને શરીરને લાંબા સમય સુધી સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવું હોય તો રોજે દિવસમાં બે વખત આ વસ્તુ નો એક એક ટુકડો ખાઈ લેવાનો છે.

બદલાયેલ જીવન શૈલી માં લોકોની ખાવા પીવાની કેટલીક ખરાબ કુટેવનાં કારણે પેટ ખરાબ થઈ જતું હોય છે જેના પરિણામે પેટને લગતી સમસ્યા ઉપરાંત પેટમાં ચરબીનું પ્રમાણ વધવા લાગે છે જેના કારણે વજન માં વધારો થતો હોય છે.

આ બધી સમસ્યાને વધતા અટકાવવા માટે રોજે દિવસમાં બે વખત એક એક ટુકડો દેશી ગોળ નો ખાઈ લેવાનો છે. દેશી ગોળમાં ખુબ જ સારા પ્રમાણમાં પોષક તત્વો મળી આવે છે, જેમ કે, કેલ્શિયમ, આયર્ન, ઝીંક, ફોસ્ફરસ વગેરે.

તેનેખાવાથી પેટની સમસ્યા હોય કે વજન વઘવાની સમસ્યા હોય તેને દૂર કરવા માટે દેશી ગોળ ખુબ જ ફાયદાકારક છે, જયારે ગોળ ખાઈ એ અને તેનો રસ પેટમાં જાય છે ત્યારે તે ખોરાક ને સારી પચાવામાં મદદ કરે છે, જેથી પાચનક્રિયામાં સુધારો થાય છે.

આ સાથે પેટની કે કમરના ભાગમાં વઘતી ચરબી ને ઓગાળવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. વજન ને કંટ્રોલ આ રાખવા માટે ગોળનું નિયમિત સેવન કરવું ખુબ જ જરૂરી છે. ગોળમાં ખુબ જ સારા પ્રમાણમાં આયર્ન પણ મળી આવે છે, જે લોહીની ઉણપને દૂર કરવામાં ખુબ જ ઉપયોગી છે.

શરીરમાં લોહી ઓછું હોય કે લોહુંને શુદ્ધ બનાવી રાખવું હોય તો ગોળ ખાવો જોઈએ. તેમાં કેલ્શિયમ ખુબ જ પ્રમાણમાં મળી આવે છે, જે હાડકા અને સ્નાયુને મજબૂત બનાવે છે. વઘતી ઉંમરે થતી હાડકા અને સાંઘાના દુખાવાની સમસ્યા ના થવા દેવી હોય તો ગોળ ખાવો જોઈએ.

અવાર નવાર શરીરમાં થાક અને કમજોરી આવતી હોય તો દૂધ માં ગોળ નાખીને પીવાનું ચાલુ કરી દો આજીવન શરીરમાં કમજોરી અને નબળાઈ નહીં આવે. ઘણા લોકોને પેશાબ માં બળતરા થતી હોય, પેશાબ અટકીને આવતો હોય જેવી સમસ્યા હોય તો ગોળ ખાવાથી દૂર થાય છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *