દરેક વ્યક્તિ વઘતી ઉંમરે સ્વસ્થ અને હેલ્ધી રહેવાનું સૌથી વધુ પસંદ કરે છે. પરંતુ આજે વ્યક્તિની જીવનશૈલી અને ખાવાની કેટલીક ખરાબ આદતો હોવાના કારણે ઘણી બીમારી આવી છે જેના કારણે વ્યક્તિનું સ્વાસ્થ્ય લથરી પડે છે.
વ્યક્તિની ઉમર થાય તે પહેલા અથવા તો નાની ઉમર થી ખાવા માં એવા પૌષ્ટિક આહાર લેવા જોઈએ જે શરીરને સ્વસ્થ રાખે છે. આજે અમે તમને એવી એક દેશી વસ્તુ વિષે જણાવીશું જેનો રોજે એક ટુકડો ખાવાથી શરીરમાં બીમારી આવતા પણ વિચાર કરશે.
રોજે દેશી વસ્તુનો જે ટુકડો ખાવાનો છે તે બ્રાઉન ગોળ છે જેને દેશી ગોળ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ઘણા બધા પોષક તત્વો મળી છે જેને રોજે ભોજન કર્યા પછી ખાવાનો છે. તેમાં કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, ફોસ્ફરસ જેવા ઘણા તત્વોનો સ્ત્રોત મળી આવે છે. હવે દેશી ગોળ ખાવાથી થતા સ્વાસ્થ્ય ફાયદાઓ વિષે જણાવીશું.
તમને જણાવી દઉં કે આપણા વડીલો પણ પહેલા સમય માં રોજે દેશી ગોળ ખાતા હતા, અને હજી પણ આપણા દાદાઓ પણ દેશી ગોળ ખાય છે, જેમનું શરીર એકદમ મજબૂત અને સ્ટ્રોંગ હોય છે, તમને જોયું હશે કે પહેલા સમય માં ગોળ ખાતા હશે તેમને કોઈ પણ પ્રકારનો રોગ હોતો નથી.
આ માટે આપણે પણ તેમના જેવું શરીર મજબૂત બનાવવા અને રોંગોથી બચવા માટે દેશી ગોળ ખાવો જોઈએ. દેશી ગોળમાં સારા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે જે હાડકાને જરૂરી પોષણ આપે છે અને હાડકાને મજબૂત બનાવે છે.
જો તમે પણ ઘડપણ માં હાડકાની સમસ્યા, સાંધા ના દુખાવાની સમસ્યા, કમરના દુખાવા, ઘુંટણ ના દુખાવા જેવી સમસ્યાઓ થી બચવા માંગતા હોય તો દેશી ગોળ આજથી જ ખાવાનું ચાલુ કરી દો, વઘતી ઉંમરે ઘડપણ માં કોઈ પણ સમસ્યા નહીં થાય.
નાની ઉંમરે જ ચહેરા પર વૃદ્ધાવસ્થાના ચિન્હો એટલેકે કરચલીઓ જોવા મળે છે આજે ઘટાડા દેખાવા લાગ્યા હોય તો દેશી ગોળનો રોજે એક ટુકડો ખાવાનું ચાલુ કરી લો પહેલા જેવી સુંદરતા અને જવાની પાછી આવી જશે.
ગોળ શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, ગોળ માં સારા પ્રમાણમાં આયર્ન હોય છે, જે લોહી ને નવું બનાવામાં મદદ કરે છે, શરીરમાં લોહી ઓછું થઈ ગયું હોય તો દેશી ગોળ ખાવાથી લોહી નવું બને છે, આ સાથે લોહીમાં રહેલ અશુદ્ધિ ઓને પણ દૂર કરી શુદ્ધ કરે છે.
તેને ખાવાથી લોહીનું પરિવહન પણ સારું રહે છે, જેથી નસોમાં આવતા લોહીના અવરોધને પણ રોકે છે અને હૃદયને સ્વસ્થ બનાવી રાખે છે. લોહી શુદ્ધ થવાથી સ્કિન ને લગતી કોઈ પણ સમસ્યા હોય તો તેને પણ દૂર કરે છે.
જો તમે રોજે દેશી ગોળનો ટુકડો બપોરના ભોજન પછી ખાઓ છો તો શરીરમાં ભરપૂર ઉર્જા અને એનર્જી મળી રહેશે, આ સાથે શરીરમાં થાક અને નબળાઈ દૂર કરી તાકાતવર બનાવશે. દેશી ગોળનો ટુકડો ખાવાથી એસીડીટી, કબજિયાત, અપચો પણ દૂર થાય છે.