આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આપણા દેશ ભારતમાં જાંબુનું ઝાડ બધે જ જોવા મળે છે. ચોમાસાની શરૂઆત થતા જ બજારોમાં જાંબુ જોવા મળે છે. જાંબુ વરસાદના પાણીથી પાકે છે જે ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ હોય છે. પરંતુ જાંબુ આયુર્વેદની દ્રષ્ટીએ પણ ખુબજ ઉપયોગી છે. માટે આપણે તેનો આપણે દવા તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ.

તમે જાંબા નું ફળ, પાન અને તેના ઠળિયાનો પાઉડર બનાવી સેવન કરી શકો છો. જાંબુનો પાઉડર બનાવવા માટે જાંબુના ઠળિયાને ભેગા કરી સરખી રીતે ધોઈ લો અને પછી તડકામાં સુકાવા માટે રાખો. ઠળિયા તડકામાં સરખી રીતે સુકાય જાય એટલે તેની છાલ ઉતારી લો.

જાંબુના ઠળિયાનો પાવડર બનાવતા પહેલા તેના નાના-નાના ટુકડા કરી લો જેથી તમને તેનો પાઉડર કરવામાં સરળતા રહે. પાવડર બનાવ્યાં પછી તેને એક કાચની બોટલમાં ભરી લો. હવે જાણીએ તેના કેટલાક ફાયદાઓ વિષે

પાચન શક્તિ મજબૂત બનાવે : ઉપર જણાવ્યું તેમ તમે ઘરે જ જાંબુના ઠળિયાનું ચૂરણ બનાવી શકો છો. આ ચૂરણને નિયમિત લેવાથી પાચન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને પાચન શક્તિ વધારે મજબૂત બને છે.

હરસ-મસા: થોડા જાંબુના ઠળિયા અને કેરીની ગોઠલીનો અંદરનો ભાગ સુકાવીને તેનું ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણને હળવા ગરમ પાણી કે છાસ સાથે લેવાથી હરસમસા ઠીક થાય છે. આ સાથે સાથે જો જાંબુના વૃક્ષની છાલનો રસ કાઢીને તેમાં 12 ગ્રામ રસમાં મધ ભેળવીને રોજ સવારે અને સાંજે પીવાથી હરસમસા રોગ ઠીક થાય છે અને લોહી સાફ થાય છે.

લોહીવાળા મસા મટાડવા માટે જાંબુના વૃક્ષની છાલનો 2 ચમચી રસ અને 2 ચમચી મધ ભેળવીને દરરોજ સવારે અને સાંજે પીવાથી લોહીવાળા મસા મટે છે. આ ઉપરાંત જાંબુના રસમાં જેટલી સિંધવ મીઠું નાખીને પીવાથી કમળો કે પીળિયો રોગ મટે છે. ત્વચા પર ખીલ હાય હોય તો  ઠળિયાને ખીલ પર ઘસવાથી ખીલ મટે છે.

ટોયલેટમાં લોહી પડવું: જો તમને ટોયલેટજઈમાં જતી વખતે લોહી પડતું હોય તો તમારે જાંબુના ઠળિયાના ચરણનું સેવન જરૂર કરવું જોઈએ. તેનાથી ઘણો જ ફાયદો મળે છે.

પથરીમાં લાભદાયી: શરીરમાં પથરીની તકલીફ હોવી કોઈ પણ માણસ માટે ભયજનક છે કારણકે પથરીનો દુખાવો અસહ્ય હોય છે. કિડનીની પથરીથી પીડાતા લોકો માટે આ ઠળિયાનું ચૂરણ વરદાનથી ઓછું નથી. રોજ સવાર સાંજ એક એક ચમચી જાંબુનું ચૂરણ લેવાથી કિડનીની પથરી બહાર નીકળી જાય છે અને રાહત મળે છે.

દાંત મજબૂત બને: તમને જણાવીએ કે દાંતને મજબૂત અને સુંદર બનાવવા માટે જાંબુના ઠળિયા ખુબ જ ફાયદાકારક છે. આ માટે તમારે જાંબુના ઠળિયાને ભેગા કરી અને તડકે સુકવી  દેવા. ત્યારબાદ તેને પીસી અને તેનું ચૂરણ બનાવી લેવું.  આ ચૂરણને રોજ દાંત ઉપર લગાવવાથી દાંત અને પેઢા પણ મજબૂત બનશે અને દાંતની પીળાશ પણ દૂર થશે.

ડાયાબિટીસ : લાંબા સમયથી ડાયાબિટીસની સમસ્યા હોટ તો રોજ સવારે એક ચમચી જાંબુના ઠળિયાનું ચૂરણ હલકા ગરમ પાણી સાથે આપી દેવું. તેનાથી ડાયાબિટીસમાં ખુબ જ ફાયદો મળશે.

જો તમને અમારી આ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રોને જરૂરથી જણાવો જેથી તે પણ લાભ લઇ શકે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *