શરીરને સ્વસ્થ, હેલ્ધી અને તંદુરસ્ત બનાવી રાખવા માટે ખોરાક લેતા હોઈએ છે. આ માટે વ્યક્તિએ લીલા શાકભાજી, ફળો, ડ્રાયફ્રૂટ્સ, શારીરિક પરિશ્રમ કરવાથી શરીર તંદુરસ્ત અને નિરોગી રહે છે. આ માટે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે એ જરૂરી છે.
પરંતુ આજના સમયમાં વ્યક્તિ હેલ્ધી ખોરાક ખાવાની જગ્યાએ બહારના ખોરાક ખાવાનું સૌથી વધુ પસંદ કરતા હોય છે, જેમાં ચરબી યુક્ત, વધુ તેલ વાળું, મસાલેદાર તીખો ખોરાક, પાઉં વાળી વસ્તુઓ વગેરે ખાવાથી સ્વાસ્થ્ય બગડતી શકે છે.
પેટ ખરાબ થવાના કારણે વ્યક્તિના શરીરમાં બીમારી જન્મ લેતી હોય છે, પરંતુ આહારમાં લેવામાં કેટલીક કાળજી લેવામાં આવે તો પેટ સ્વસ્થ અને શરીર હેલ્ધી અને નિરોગી રહે છે. આજે અમે અમને એવા કેટલાક જ્યુસ વિષે જણાવીશું જેનું સેવન નિયમિત અંતરે અઠવાડિયા માં બે વખત કરવાથી પેટ ખરાબ થતું અટકી જશે અને શરીરને સ્વસ્થ રાખશે.
ફળો અને શાકભાજીમાં ગાજર, ચીકુ. કીવી, અનાનસ, મોસંબી, બીટ, કરેલા, પાલક, બ્રોકોલી જેવા તાજા ફળો અને શાકભાજીનું જ્યુસ બનાવીને પી શકાય છે, જેમાંથી કેલ્શિયમ, પ્રોટીન, આયર્ન, વિટામિન-સી, ફાયબર, પોટેશિયમ, વિટામિન-એ, વિટામિન-ઈ જેવા મહત્વ પૂર્ણ તત્વ મેળવી શકાય છે.
કીવીનો જ્યુસ: કીવીમાં સારી માત્રામાં વિટામિન-સી મળી આવે છે જેનું સેવન કરવાથી લોહીની માત્રામાં વધારો થાય છે અને શરીરમાં ઈમ્યુનિટી ને મજબૂત બનાવે છે. તે હૃદય, ફેફસા, કિડની, આંખો જેવા અનેક અંગો માટે ફાયદાકારક છે, ડેન્ગ્યુ રોગમાં કીવીનું સેવન રામબાણ સાબિત થાય છે.
આ કીવી ફળનું જ્યુસ પીવાથી લોહીનું શુદ્ધ થાય છે, તે બ્લડ પ્રેશરને નિયત્રંણમાં રાખવામાં મદદ કરે છે, આંખોના આવતી કમજોરી અને આંખોના નંબર ને ઓછા કરવામાં મદદ કરે છે, જો શરીરમાં કમજોરી કે અશક્તિ આવી જાય તો કીવી નો જ્યુસ બનાવી પીવાથી થાક અને કમજોરી દૂર થાય છે. કીવીનો જ્યુસ પાચન ક્રિયાને સુધારી પાચન તંત્ર ને મજબૂત બનાવે છે, જે પેટના રોગો ને દૂર કરવામાં મદદ કરે છે.
પાલક: પાલકમાં ભરપૂર માત્રામાં આયર્ન, વિટામિન-સી, કેલ્શિયમ જેવા મહત્વ પૂર્ણ તત્વોનો સ્ત્રોત મળી આવે છે, આ માટે જયારે પણ પાલક દેખાય તો તેનો જ્યુસ બનાવીને પોવોં જે શરીરને સ્વસ્થ અને અનેક રોગો સામે લડવાની ક્ષમતા વઘારે છે.
અનાનસ: આ ફળ ખાવાથી હસરીરમાં લોહીમાં આવતા અવરોધને દૂર કરે છે લોહીંનો સંચાર કરે છે. તેમાં મળી આવતા પોષક તત્વો શરીરને મજબૂત અને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરે છે, તેને વજન ધટાડવા માટે પણ ડાયટમાં પણ સમાવેશ કરી શકાય છે.
જો તમે પણ શરીરને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા માંગતા હોય તો અઠવાડિયામાં એક બે વખત કોઈ પણ લીલા શાકભાજી અને ફળો ના જયસુનું સેવન કરવું કરવું જોઈએ. જ્યુસ બનાવતી વધતે હંમેશા માટે તાજા ફળો અને શાકભાજી નો જ ઉપયોગ કરવો જોઈએ.