દરરોજ માત્ર 10 મિનિટ નો ટાઈમ કાઠીને કરી લો આ એક કામ શરીરમાં વધી ગયેલી ગમે તેવી ચરબીને દૂર કરી દેશે. બરફના જેમ ચરબીને પણ ઓગાળી દેશે. વજન ને ઓછું કરવા માટે આ ખુબ જ આસાન ઉપાય છે.
દરેક વ્યક્તિ સ્વસ્થ અને ફિટ રહેવા માંગે છે. એટલા માટે દરેક વ્યક્તિ જીવનમાં અનેક ફેરફાર કરે છે. ઘણા લોકો વજન ઓછું કરવા માટે ઘણા લોકો સવાર માં દોડવા જાય છે, જિમ માં જાય છે. પણ શું તમે પણ એ જાણો છો કે દોરડા કુદવાથી ગમે તેવું વજન ઘટી શકે?
હા એ વાત સાચી છે કે દોરડા કુદવાથી વજન ઘટાડી શકાય છે. તેના સિવાય બીજા અનેક પણ ફાયદા થાય છે. માટે દરેક વ્યક્તિએ માત્ર 10 નો ટાઈમ કાઠીને દોરડા કૂદવા જોઈએ. ઘણા લોકો ઓફિસ જતા હોય છે તેમના જોડે સમય નથી હોતો જેથી જિમ માં કે દોડવા જઈ શકતા નથી. આ ઉપરાંત શારીરિક કસરત પણ નથી કરી શકતા.
તેમને માત્ર 10 મિનિટ દોરડા કુદવાથી ઘણો લાભ થાય છે. ઘણા સંશોઘનમાં જાણવા મળ્યું છે કે દોરડા કુદવાથી હૃદય હંમેશા માટે સ્વસ્થ રહે છે. અને આખા શરીરમાં આખો દિવસ ઉર્જા થી ભારે લો રહે છે.
આપણા સારા સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક આહારની સાથે કેટલીક કસરત કરવી પણ ખુબ જ જરૂરી છે. માંસપેશિયો ને મજબૂત કરવા માટે દોરડા કુદવા જોઈએ. જેથી હૃદયને લગતી સમસ્યા પણ દૂર થાય છે. શરીરમાં વધારાની ચરબી દૂર કરવા માટે દોરડા કૂદવા જોઈએ જેથી ચરબીનો થર બરફની જેમ પીગળી જાય.
દોરડા કુદવાથી થતા ચાર ફાયદાઓ : જો તમે દરરોજ દોરડા કુદો તો તમારું શરીર લચીલું બને છે. દરરોજ 10 મિનિટ દોરડા કુદવાથી માંસપેશીયો એકદમ મજબૂત થાય છે. દોરડા કુદવાથી માનસિક ચિતા ઓછી થઈ જાય છે. દરોજ 10 મિનિટ કે તેથી વધારે દોરડા કુદો તો શરીરમાં અને મસ્તિક્માં રક્ત પરિભ્રમણ ખુબ જ સારું રહે છે.
વધારે પડતા કામ કરવાથી તમે થાકનો અનુભવ કરો છો તો તેમાં પણ દોરડા કૂદવા થી ઘણો ફાયદો થાય છે અને દરરોજ આપણી સહનશક્તિમાં ભરપૂર વધારો કરે છે. દોરડા કુદવું એ એક કસરત જ છે કારણ કે દોરડા કુદવાથી હૃદય રોગનું જોખમ ઘટે છે.
દોરડા કુદતી વખતે આટલું ધ્યાન રાખવું : દોરડા કુદતા પહેલા 5 થી 10 મિનિટ માટે વોર્મઅપ કરવું અને કોઈ પણ ઈજા થી બચવા મોજા પહેરવા.