આજના આધુનિક સમયમાં દરેક વ્યક્તિની જીવન જીવવાની જીવન શૈલી અલગ અલગ હોય છે. તેવામાં વ્યક્તિ દિવસ દરમિયાન ખરાબ ખાવા પીવાની કુટેવ અને ખોરાક લીધા પછી સુઈ જવાના કારણે ઘણી બીમારીના શિકાર બનતા હોય છે.
વ્યક્તિ વઘારે માં વઘારે જંકફૂડ અને ફાસ્ટ ફૂડ ખાવાના શોખીન થઈ ગયા છે તેવામાં તે ખોરાક સારી રીતે ના પચવાના કારણે કબજિયાત જેવી પેટને લગતી સમસ્યા થતી હોય છે. કબજિયાત થવાથી ઘણી વખત અઠવાડિયામાં બે થી ત્રણ વખત જ મળત્યાગ થાય છે,
અને તે સમયે પણ ખુબ જ જોર કરવું પડતું હોય છે તેમ છતાં પણ પેટ સારી રીતે સાફ થતું હોતું નથી. વધુ લમ્બો સમય કબજિયાત રહેવાના કારણે ઘણી બીમારીઓનો જન્મ લેતી હોય છે, આ માટે સમયસર કબજિયાત ને દૂર કરવી ખુબ જ જરૂરી બની જાય છે.
પેટને લગતી સમસ્યા કબજિયાત જેટલી સામાન્ય છે તેટલી જ તે ગંભીર બીમારી છે. આ માટે આજે અમે તમને એવા કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેને રોજે અપનાવી લેશો તો થોડા જ દિવસમાં વર્ષો જૂની કબજિયાત પણ મટી જશે અને ક્યારે કબજિયાત થશે જ નહીં.
કબજિયાત દૂર કરવા માટે રોજે બસ આટલું કરી લો:
સવારે ઉઠીને સૌથી પહેલા એક ગ્લાસ હૂંફાળું પાણી પી લેવાનું છે, જો તમે રોજે એક ગ્લાસ હૂંફાળું પાણી પીવાનું શરુ કરી દેશો તો ઘીરે ઘીરે આંતરડા અને પેટમાં જમા થયેલ કચરાને દૂર કરી દેશે જેથી કબજિયાતમાં ઘણી રાહત મળશે.
દિવસ દરમિયાન શરીરને હાઈડ્રેટ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ માટે દિવસ દરમિયાન 10-12 ગ્લાસ પાણી પીવાનું ચાલુ કરી દો, જે શરીરમાં કચરો જમા થવા દેશે નહીં અને પાચન તંત્ર ની કાર્ય ક્ષમતામાં વઘારો કરશે જેથી ખોરાક આસાનીથી પચી જશે.
કબજિયાત ની સમસ્યા બેઠાળુ જીવન જીવતા હોય એવા લોકોમાં વધુ જોવા મળે છે આ માટે દિવસ દરમિયાન સવારે અને સાંજે 30-30 મિનિટ ચાલવાનું રાખવું જોઈએ, અને ઘ્યાનમાં રાખવું કે ભોજન પછી ક્યારેય સૂવું નહીં, ભોજન કરી થોડા ડગલાં ચાલી લેવું જોઈએ, જે ખોરાકને પચાવામાં સહાય કરશે.
આહારમાં ફાયબર હોય તેવા ખોરાકનો સમાવેશ કરો, આ માટે કેટલાક ફળો ખાવા જોઈએ, આ ઉપરાંત ફળોનો જ્યુસ બનાવીને પણ પી શકો છો. જે ખાવાથી શરીરમાં એનર્જી અને ઉર્જા પણ પ્રદાન કરશે અને કબજિયાતમાં ઘણી રાહત આપશે.
ભોજન પછી મુખવાસમાં વરિયાળી, અળસી નો સમાવેશ કરવો જોઈએ, આ ઉપરાંત રોજે એક ચમચી દેશી ઘી ખાવાથી પણ પેટ એકદમ સાફ રહે છે ઘી આહાર બનાવાથી પેટ સંબધિત સમસ્યામાં ઘણી રાહત મળે છે.