કબજિયાત એક એવી સમસ્યા છે જેનાથી દેશ અને દુનિયાના 15 ટકા લોકો પરેશાન છે. જો તમારે દરરોજ સવારે પેટ સાફ કરવા માટે કલાકો સુધી ટોઇલેટમાં બેસી રહેવું પડે અથવા તો જોર કરવું પડે તો તમે કબજિયાતના શિકાર છો.
કબજિયાતની સમસ્યા નબળી જીવનશૈલી, ખરાબ આહાર, શરીરમાં પાણીની ઉણપ, શારીરિક શ્રમનો અભાવ, ફાઈબરયુક્ત આહારનો અભાવ અને અનિયમિત દિનચર્યાને કારણે થાય છે.આ ઉપરાંત કેટલીકવાર દવાઓના ઉપયોગને કારણે પણ કબજિયાતની સમસ્યા થાય છે.
કબજિયાતની સમસ્યામાં, લોકો અઠવાડિયામાં ત્રણથી ચાર વખત મળત્યાગ કરે છે. કબજિયાતથી પીડિત લોકોનું મળ ચુસ્ત થઈ જાય છે, જેના કારણે તેને પસાર કરવું મુશ્કેલ બની જાય છે. કબજિયાતની સમસ્યાનું સૌથી મોટું કારણ આપનો આહાર છે.
જો તમે પણ કબજિયાતથી પરેશાન છો, તો કેટલીક આયુર્વેદિક ટિપ્સ અનુસરો. તમે આયુર્વેદિક પદ્ધતિઓ દ્વારા શારીરિક બિમારીઓને દૂર કરવાના ઉપાયો અજમાવી શકો છો. તો ચાલો જાણીએ કબજિયાતને દૂર કરવાની ટિપ્સ વિષે.
ગરમ હૂંફાળા પાણીનું સેવન કરોઃ જો તમે કબજિયાતથી પરેશાન છો તો ઠંડા પાણીનું સેવન બંધ કરીને ગરમ હૂંફાળું પાણી પીવો. ગરમ હૂંફાળા પાણીનું સેવન કરવાથી પેટની સમસ્યા દૂર થાય છે. કબજિયાતની સમસ્યાથી પરેશાન લોકોએ ગરમ પાણીનું સેવન કરવું જોઈએ. ગરમ પાણી પીવાથી મળ સરળતાથી પસાર થાય છે.
ખાલી પેટે પાણી પીવોઃ કબજિયાતથી પીડાતા લોકોએ સવારે ઉઠતાની સાથે જ તરત પાણીનું સેવન કરવું જોઈએ. પાણી પીવાથી તમારા માટે મળ પસાર કરવાનું સરળ બનશે. દિવસમાં ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવો.
તણાવથી દૂર રહોઃ જો તમે તણાવમાં રહેશો તો તમને કબજિયાતની સમસ્યા થઈ શકે છે. તણાવ દૂર કરો, તમને કબજિયાતથી રાહત મળશે. જો તમે આનંદ અને ઉત્સાહથી જીવશો તો પેટ સંબંધિત બીમારીઓથી છુટકારો મળશે.
એક જ વારમાં વધારે ન ખાઓ: જો તમે કબજિયાતથી પરેશાન છો, તો એકવારમાં પેટ ભરીને ન ખાઓ, પરંતુ 4-4 કલાક પછી થોડું થોડું ખાઓ. હંમેશા બેસીને ભોજન કરો,ઉભા ઉભા ભોજન કરવાનું ટાળો. દૂધ અને મીઠાનું એકસાથે સેવન ન કરો.
જમ્યા પછી પાણી ન પીવોઃ જો તમે કબજિયાતથી પરેશાન છો, તો જમ્યા પછી તરત પાણી ન પીવો. જમ્યાના ઓછામાં ઓછા એક કલાક પછી પાણી પીવો, તમારું ભોજન સારી રીતે પચી જશે અને તમને કબજિયાતથી રાહત મળશે.