આજના આધુનિક યુગમાં વ્યક્તિની બદલાયેલ જીવન શૈલી અને ખાવા ની કેટલીક એવી ખરાબ આદતોના કારણે ઘણી બીમારીના શિકાર બનતા હોય છે. ખાવા અને પીવાની ખરાબ આદતોના કારણે પેટ ખરાબ રહેતું હોય છે, પેટ ખરાબ રહેવાના કારણે ઘણી બધી ગંભીર બીમારીઓના શિકાર પણ બનતા હોઈએ છીએ.
તેવી જ એક સમસ્યા કબજિયાત છે. જે નાની ઉંમરથી જ ઘણા લોકોમાં જોવા મળી છે. કારણકે જયારે વ્યક્તિ કોઈ પણ ભારે અને ચરબી વાળો ખોરાક ખાય છે ત્યારે તે ખોરાક સારી રીતે પચતો નથી જેના કારણે કબજિયાત થતી હોય છે.
કબજિયાત થવાના કારણે મળ ત્યાગ કરવા બેસીએ તે સમયે ખુબ જ જોર કરવું પડતું હોય છે અને તેમ છતાં પણ પેટ સાફ થતું હોતું નથી, આ માટે પેટ અને આંતરડાને એકદમ ચોખ્ખા બનાવવા માટે કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી ખુબ જ આસાનીથી કબજિયાત માં રાહત મળશે.
જો તમને કબજિયાત ની સમસ્યા હોય તો વઘારે પડતો ચરબી યુક્ત ખોરાક, બ્રેડ વાળી વસ્તુઓ, મેંદા વાળી વસ્તુઓ, વઘારે તીખો અને વધુ તળેલો ખોરાક ઓછો ખાવો જોઈએ. કારણકે આવો ખોરાક વધુ ખાવાથી તે પચવામાં વધુ સમય લે છે જેના કારણે કબજિયાત ની સમસ્યા ઉભી થાય છે.
કબજિયાત હોય તો ફાયબર યુક્ત ખોરાક ખાવો જોઈએ. જે ડાયજેશન સિસ્ટમ ને સક્રિય બનાવે છે, અને કબજિયાત ને દૂર કરવામાં મદદ કરે છે, આ માટે તમે ફાયબર યુક્ત શાકભાજી અને ફળો ખાઈ શકો છો, જે સરળતાથી પચે છે અને પાચનક્રિયાને સુઘારે છે.
ઘણા લોકો ને દિવસ દરમિયાન ઓછું પાણી પીવાની આદત હોય છે, જેના કારણે પણ કબજિયાત થઈ શકે છે. આ માટે દિવસ દરમિયાન વધુ માં પાણી પીવું જોઈએ જે ખોરાક ને પચાવી પેટને સાફ કરવામાં મદદ કરે છે.
કબજિયાત ને થોડા જ દિવસ માં મૂળમાંથી દૂર કરવા માટે લીંબુ અને આદું નો ઉપયોગ કરી શકાય છે. આ માટે તમે એક ચમચી લીંબુના રસ માં આદુંનો રસ મિક્સ કરીને પી જાઓ. તેનું સેવન રાત્રીના ભોજન ના એક કલાક પછી જ કરવાનું છે, જેથી આખી રાત દરમિયાન આંતરડા અને પેટ ના કચરાને સાફ કરશે અને સવારે બેસતા ની સાથે મળ બહાર નીકાળી દેશે.
જેથી પેટ અને આંતરડા માં જમા થયેલ બઘો જ મળ અને કચરો સાફ થઈ જશે. તે પાચનક્રિયાને સુઘારી ડાયજેશન સિસ્ટમ ને સક્રિય બનાવે છે. જો તમે કબજિયાત ની સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો આ ઉપાય અપનાવાથી સવારે પેટ એકદમ સાફ થઈ જશે.
રોજે સવારે ઉઠીને થોડું ચાલવા અને દોડવા પણ જવું જોઈએ. જે કબજિયાત ને મટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ચાલવા અને દોડવાથી શરીરના દરેક અંગો સક્રિય બની જાય છે.
