કબજિયાત એક સામાન્ય સમસ્યા છે, જે કોઈ પણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. આપણે અવેઇ કેટલીક વસ્તુઓ ખાઈ લઈએ છીએ જેના કારણે આપણે કાબજિયાત થતી હોય છે, જેના કારણે આપણે જયારે મળ નો ત્યાગ કરવા જઈએ છીએ ત્યારે ખુબ જ સમય લાગતીઓ હોય છે અને વધારે જોર કરવું પડતું હોય છે.
કબજિયાત લેક્ટોજ ના કારણે પણ થઈ શકે છે, જે આપણે ડેરી ઉત્પાનવાળી વસ્તુમાં મળી આવે છે જેને આહારમાં સામેવશ કરવાથી કબજિયાત જેવી સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે માટે ડેરી પ્રોડક્ટ વાળી વસ્તુને બંધ કરવી જોઈએ. જેથી કબજિયાતમાં રાહત મેળવી શકાય છે.
કબજિયાત થવી ડેરી ઉત્પન્ન વાળી વસ્તુ ખાવા સિવાય પણ અન્ય કારણોસર થઈ શકે. જેમ કે, આપણે વધારે ચરબી યુક્ત ખોરાક ખાવો, ફાસ્ટ ફૂડ ને જંકફૂડ જેવી વસ્તુ ખાવાથી, મેંદા વાળી વસ્તુ વધુ ખાવાથી, જમ્યા પછી એક જગ્યાએ લાંબા સમય સુધી બેસી રહેવાથી, દિવસ દરમિયાન ઓછું પાણી પીવું જેવા અનેક કારણોના લીધે કબજિયાત થઈ શકે છે.
આપણે કબજિયાતને કંટ્રોલમાં લાવીને અનેક મૂળમાંથી દૂર કરવા માટે આપણે કેટલીક નાની વાતોનું આપણે જાતે જ ઘ્યાન રાખવાનું છે, આ માટે આજે અમે તમને જણાવીશું કે કઈ કઈ વાતોનું આપણે ખાસ ઘ્યાન રાખીને કબજિયાતમાંથી કાયમી છુટકાળો મેળવી શકીશું.
આ માટે આપણે સૌથી પહેલા તો આપણે ચરબી યુક્ત આહાર અને બહારના ફાસ્ટ ફુસ અને જંકફૂડ સિવાય મેંદા વાળી વસ્તુઓ ખાવાની ટાળવી જોઈએ. ભોજન કર્યા પછી રોજે એક ચમચી વરિયાળી અને અળસી ખાવી, જે પાચન શક્તિને મજબૂત બનાવશે.
સ્વાસ્થ્ય નિષ્ણાત અનુસાર દિવસમાં ઓછામાં ઓછું 10 ગ્લાસ પાણી પીવાની સલાહ આપવામાં આવી જે, જે આપણા પાચન થી લઈને દરેક સમસ્યામાં ખુબ જ લાભદાયક સાબિત થશે, માટે દિવસમાં વધારેમાં વધારે પાણી પીવાય તે ખુબ જ ઘ્યાન રાખવું જોઈએ.
આપણી મંદ પડી ગયેલ પાચન ક્રિયાના કારણે કબજિયાત થાય છે માટે ફાયબરથી ભરપૂર તેવા ફળો અને શાકભાજી ખાવા જોઈએ જે પાચન ને યોગ્ય બનાવી રાખવામાં મદદ કરે છે, આ ઉપરાંત વાઈટ ભાતને ખાવાનું બંધ કરી બ્રાઉન ભાત ખાવા જોઈએ. આ ઉપરાંત કેળા અને પપૈયાને તો ખાસ ડાયટમાં સમાવેશ કરવો જોઈએ.
કબજિયાત ને મૂળમાંથી દૂર કરવા માટે રોજે સવારે એક ગ્લાસ હૂંફાળું પાણી પીવું જોઈએ. આ ઉપરાંત સવારે વોકિંગ અને હળવી કસરત નો સમાવેશ પણ કરવો જોઈએ. રાત્રિનું ભોજન હળવું ખીચડી અને દહીં સૌથી બેસ્ટ માનવામાં આવે છે, જે ખુબ જ સરળતાથી પચી જાય છે અને કબજિયાત માંથી રાહત આપે છે.
રાત્રીના ભોજન પછી હંમેશા માટે ચાલવાનો નિયમ ખાસ અપનાવવો જોઈએ, રાત્રે એક બાઉલ પાણીમાં 10 કાળી કીસમીસ પલાળી રાખવાની છે અને સવારે ઉઠીને ખાલી પેટ ચાવી ચાવીને ખાઈ લેવાની છે, જેથી કબજિયાતના ના કારણે મળ છૂટો પડવામાં તકલીફ પડે છે તે ખુબ જ આસાનીથી દૂર થઈ જશે.
ઉનાળામાં કાળી દ્રાસ ખુબ જ લાભદાયક સાબિત થશે કારણકે દ્રાક્ષ શરીરને અંદરથી ઠંડક આપવાનું કામ કરે છે માટે ઉનાળામાં વરદાન રૂપ સાબિત થશે. જો તમે તમારા રોજિંદા જીવનમાં આટલી વસ્તોનું ઘ્યાન રાખશો તો આંતરડામાં જામેલ મળ ખુબ જ સરળતાથી છૂટો થઈ જશે અને પેટને સાફ કરી દેશે જેથી કબજિયાત ઘીરે ઘીરે કાયમી માટે દૂર થઈ જશે.