આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

સવારે પેટ સાફ કરવા જઈએ ત્યારે પેટ બરાબર સાફ નથી થતું, પેટ સાફ કરવા માટે ઘણું બધું જોર કરવું પડે છે, વારે વારે ગેસ બહાર નીકળવી અને વારે વારે એવો અહેસાસ થાય છે કે હવે પેટ સાફ કરવા જવું પડશે આ કબજિયાતની સમસ્યા છે. પરંતુ ઘણા લોકો એવું પણ વિચારતા હોય છે કે આ સમસ્યા આપમેળે જ સારું થઈ જશે.

પરંતુ આ એક એવી સમસ્યા છે જે આરોગ્યને લગતી અનેક સમસ્યાને ઉત્પન્ન કરી શકે છે. ક્વાજિયાત થવાથી પેટ ભારે ભારે લાગે, પેટમાં બળતરા થવી એ બઘી સમસ્યા થવાથી તેની સીઘી અસર લીવર પર થઈ શકે છે. જેથી આપણું લીવર કમજોર થવા લાગે છે જેથી ખોરાક પચવામાં ઘણી મુશ્કેલીઓ આવતી હોય છે.

ખોરાક ના પચવાના કારણે ચરબી જમા થાય છે જેથી વજન વઘારવાનું શરુ થઈ જાય છે અને મોટાપો આવી જાય છે. કબજિયાત રહેવાથી સ્કિન ને લગતી સમસ્યા, વાળ ખરવા, નાની ઉંમરે વાળ ખરવા ને સફેદ થઈ જવા, સ્કિન સુકાઈ જવી જેવી સમસ્યા થવાથી નાની ઉંમરે જ ઉંમર વઘારે થઈ ગઈ હોય તેવું લાગે છે જે પેટ ખરાબ થઈ જવાના કારણે થતું હોય છે.

પેટ બરાબર સાફ ના થવાં કારણે ઘણી બધી બીમારીઓ થવાનું જોખમ પણ રહેતી હોય છે, 90% થી વધુ બીમારીઓ ક્વાજિયાત અને પેટ સાફ ના થવાના કારણે થતી હોય છે, જેને દૂર કરવા માટે આજે અમે તમને એક ચૂરણ વિષે જણાવીશું જેને પાણી સાથે લેવાથી જુના માં જૂની કબજિયાત પણ દૂર થઈ જશે.

ચૂરણ બનાવવા માટે આપણે એક ચમચી જીરું, એક ચમચી અજમો અને એક ચમચી વરિયાળી આ ત્રણ વસ્તુ માંથી ચૂરણ બનાવવાનું છે. ચૂરણ બનાવવાની રીતે: સૌથી પહેલા એક પેન લઇ લો અને ગેસ પર મૂકીને ચાલુ કરી દો, ત્યાર પછી તેમાં એક ચમચી જીરું નાખો, ત્યાર પછી એક ચમચી અજમો નાખો હવે બંને ને સારી રીતે હલાવીને ઘીમા ગેસ પર શેકી લો,

શેકાઈ જાય ત્યારે તેને નીચે ઉતારી લો અને એક ડીશમાં કાઢી ઠંડુ થવા દો, ત્યાર પછી એક ચમચી કાચી વરિયારી તેમાં મિક્સ કરો અને પછી મિક્સર જારમાં નાખીને પાવડર જેવું બનાવી લો, ત્યાર પછી એક બાઉલમાં તે પાવડર નીકાળીને તેમાં અડઘી ચમચી સિંધાલુણ નમક મિક્સ કરીને હલાવી લો, હવે ચૂરણ પાવડર તૈયાર થઈ ગયું છે. આ ચૂરણને એક કાચની બોટલમાં ભરી લેવાનું છે.

ચૂરણ પાવડર લેવાની રીત: સૌથી પેહલા એક ગ્લાસ પાણીને હૂંફાળું ગરમ કરી લો ત્યાર પછી તેમાં અડઘી ચમચી આ ચૂરણ પાવડર નાખીને હલાવી લો, ત્યાર પછી આ પીણું પી જવાનું છે. આ પીણું રાત્રે ભોજન પછી લેવાનું છે, રાત્રીના ભોજન થઈ જાય તેના એક કલાક પછી આ પીણું બનાવીને પી જવાનું છે.

માત્ર 11 દિવસ જ આ ચૂરણ પાવડરનું સેવન પાણી સાથે કરવાનું છે. આ પીણું પીવાથી ડાયજેશન સિસ્ટમમાં સુઘારો થશે અને પેટ એકદમ સાફ થઈ જશે, પેટ સાફ થવાથી પેટ હલકું લાગશે. આ પીણું પીવાથી આપણે કોઈ પણ ખોરાક ખાઘો હશે તે ખુબ જ ઝડપથી પચી જશે.

જેથી ચરબી જમા થશે નહીં અને મોટાપો વઘવાથી છુટકાળો આપશે. લાંબા સમય સુધી સ્વસ્થ અને હેલ્ધી રહેવા માટે આહારમાં ફાયબરથી ભરપૂર હોય તેવો આહાર લેવો જોઈએ. માટે કાચા શાકભાજી અને ફળો ખાવા જોઈએ. જે લાંબા સમયે જવાન અને સ્ફૂર્તિવાન રાખશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *