આજકાલ કબજીયાત એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. કબજિયાત થવાના ઘણા કારણો છે. જેમાં મુખ્ય કારણો ખાવાની ખોટી આદત, વધુ પડતો આરામ અને નબળી દિનચર્યા છે. આ સિવાય ચા-કોફીનું વધુ પડતું સેવન, ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન, ઓછું પાણી પીવું વગેરેને કારણે પણ કબજિયાતની સમસ્યા થાય છે.
જો તમે પણ કબજિયાતની સમસ્યાથી પરેશાન છો અને બધા ઉપાય કરીને થાકી ગયા છો અને તમને કોઈ ફાયદો થયો નથી તો તમે અહીંયા જણાવેલી કેટલીક ટિપ્સ અપનાવી શકો છો. આ ટિપ્સ કબજીયાતથી છૂટકારો મેળવવા માટે અસરકારક સાબિત થઇ શકે છે. તો આવો જાણીએ.
હૂંફાળું પાણી પીવો : કબજિયાતની સમસ્યાને દૂર કરવા માટે સ્વાસ્થ્ય નિષ્ણાતો દરરોજ સવારે ખાલી પેટે નવશેકું પાણી પીવાની સલાહ આપે છે. જો તમે પણ કબજિયાતની સમસ્યાથી પરેશાન છો તો દરરોજ સવારે હુંફાળા પાણીથી શરૂ કરો. આ સિવાય રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ નવશેકું પાણી પીવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.
ચાલવા જાઓ : કબજિયાતની સમસ્યાને દૂર કરવા માટે, દરરોજ રાત્રે ખોરાક ખાધા પછી થોડી વાર ચાલવા જાઓ.. ડોકટરો ચાલવા અને કસરત કરવાની ભલામણ કરે છે. આ માટે સંતુલિત આહાર લો અને દરરોજ કસરત કરો. આ સાથે જ, રાત્રે જમ્યા પછી, થોડીવાર માટે વૉકિંગ કરો. તેનાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.
પપૈયા ખાઓ : પપૈયામાં વિટામીન, પોટેશિયમ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે પેટ સંબંધિત વિકારો માટે રામબાણ માનવામાં આવે છે. તેના સેવનથી પેટને લગતી બીમારીઓમાં તાત્કાલિક રાહત મળે છે. પપૈયાના સેવનથી કબજિયાતમાં જલ્દી રાહત મળે છે.
તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. ડોક્ટરના મતે કબજિયાતની સમસ્યા ફાયબરની ઉણપને કારણે થાય છે. આ માટે ડાયટમાં ફાઈબરયુક્ત ખોરાકનો ચોક્કસપણે સમાવેશ કરો. તેનાથી કબજિયાતની સમસ્યા નહીં થાય.
ગરમ દૂધ પીવો : હૂંફાળું દૂધ પીવાથી કબજિયાતની સમસ્યામાં પણ રાહત મળે છે. આ માટે દરરોજ રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં થોડો ગોળ મિક્સ કરીને લો. તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
આ સિવાય હૂંફાળા ગરમ દૂધમાં ત્રિફળા પાવડર ભેળવી પીવાથી પણ કબજિયાતમાં રાહત મળે છે. જો તમને દૂધ ન ગમતું હોય તો તમે ત્રિફળા પાવડરને હુંફાળા પાણીમાં ભેળવીને પણ પી શકો છો.