આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આપણા શરીરમાં કોઈ પણ બીમારીનું શરૂઆત થાય છે તે પેટ થી જ ચાલુ થાય છે. કારણકે જયારે આપણું પેટ ખરાબ હોય અને પાચનક્રિયા ખુબ જ મંદ હોવાના કારણે યોગ્ય પાચન થતું ના હોય તો અનેક બીમારીઓ જન્મ લેતી હોય છે.

જયારે આપણે કોઈ ખોરાક ખાઈએ છીએ અને તે ખોરાક સારી રીતે પચતો નથી તો તે ખોરાક આંતરડા રહી જાય છે. જેના કારણે કબજિયાત ની સમસ્યા ઉત્પન્ન થવા લાગે છે. આ કબજિયાત ની સમસ્યાને દૂર કરવા માટે આંતરડા અને પેટ બંને ને સાફ રાખવું જોઈએ.

જ્યારે વ્યક્તિ ચરબી વાળો ખોરાક, તીખો, તળેલો, વધારે મસાલેદાર, ડાયજેશન ઘીમું થાવુ, અનિયમિત સમયે ભોજન લેવું, ભોજન પછી તરત સુઈ જવું જેવી સમસ્યા થવા જેવા કારણો કબજિયાત ના હોય છે.

કબજિયાત ઘણા લોકોને હોય છે પરંતુ જો તેને સમય સર દૂર કરવામાં ના આવે તો તે ગંભીર સાબિત થઈ જેના કારણે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી ગંભીર બીમારીઓ થવાનું જોખમ વઘી જાય છે. તો ચાલો કબજિયાતને કઈ રીતે મટાડવું તેના વિષે જાણીએ.

આમળા પાવડર: આમળા પેટ ના સ્વાસ્થ્ય મેઈ ખુબ જ ફાયદાકારક છે. આ માટે જો તમે રોજે આમળાના પાવડરને હૂંફાળા પાણી સાથે લેવાનું ચાલુ કરો છો તો આંતરડા અને પેટમાં જમા થયેલ બઘો જ કચરો સાફ થઈ જાય છે. જેના કારણે કબજિયાતમાં ઘણી રાહત મળે છે.

આમળાના પાવડરનું સેવન કરવાથી તેમાંથી મળી આવતા પોષક તત્વો ડાયજેશન સિસ્ટમ ને સુધારવામાં મદદ કરે છે જેથી પાચનક્રિયા મજબૂત થાય છે અને વર્ષો જૂની કબજિયાત ને મટાડવામાં મદદ કરે છે.

મેથીદાણા: મેથીદાણા આરોગ્ય માટે આયુર્વેદિક જડીબુટી સમાન છે. તેને રાતે પાણીમાં પલાળીને સવારે ખાલી પેટ ચાવીને ખાઈ લેવાના છે. જેથી આંતરડા અને પેટ ને ચોખ્ખા અને સ્વસ્થ બનાવી રાખે છે, જે વર્ષોની કબજિયાતને મટાડવામાં મદદ કરે છે. મેથીના દાણા ખાવાથી હાડકા મજબૂત થાય છે જેથી સાંઘાના દુખાવાનું જોખમ ઓછું રહે છે.

કિસમિસ: રોજે સવારે પલાળેલ કિસમિસ ના 10 દાણા ખાવાથી પાચનક્રિયામાં સુધારો થાય છે. આ સાથે શરીરનો બઘો જ કચરો સાફ થાય છે. જેથી કબજિયાત ઘીરે ઘીરે દૂર થાય છે. કિસમિસ ખાવાથી લોહીમાં વધારો થાય છે, આ સાથે તે લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે.

જો તમે પાચન ને લગતી સમસ્યા ના કારણે ખોરાક પચતો નથી તો તે ખોરાક ને પચાવવા અને પાચનક્રિયા મજબૂત કરવાની સાથે વર્ષો જૂની કબજિયાત ને દૂર કરવામાં મદદ કરે છે.

અહીંયા આપનાવામાં આવેલ માહિતી એક સામાન્ય માહિતી પર આધારિત છે, આ માટે કોઈ પણ ઉપાય અપનાવતા પહેલા ડોક્ટર અથવા નિષ્ણાત ની સલાહ લઈ શકો છો.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *