જેમ જેમ દિવસ બદલાતો રહે છે તેમ હવે ઉનાળાની ગરમી ચાલુ થઈ ગઈ છે. ગરમીની સીઝનમાં કેરી ભરપૂર માત્રામાં મળી આવે છે. કાચી કેરી અને પાકી કેરી ઉનાળામાં ભરપૂર માત્રામાં મળી રહે છે.
નાના મોટા દરેક વ્યક્તિ કેરીને જોવે ત્યારે જ મોંમાંથી પાણી આવવાનું શરુ થઈ જાય છે. નાના મોટા દરેક વ્યક્તિને કેરીનું સેવન કરવું ગમે છે. કાચી કેરી ખાવામાં ખાટી હોય છે અને ખુબ જ ટેસ્ટી લાગે છે.
પાકી કેરી સ્વાદમાં મીઠી અને ગળી લાગે છે. આમ તો કાચી કેરી જયારે પાકે ત્યારે તે ખુબ જ મીઠી લાગે છે. આજે અમે તમને કાચી કેરી ખાવાના ફાયદા વિશે જણાવીશું. કાચી કેરી આપણા આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.
કાચી કેરીમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી મળી આવે છે. આ ઉપરાંત તેમાં વિટામિન-સી, ફાયબર, કેરોટીન, એન્ટી ઓક્સીડેન્ટ જેવા તત્વો મળી આવે છે. કાચી કેરીનો ઉપયોગ શાક બનાવવા, ચટણી બનાવવા, સલાડ બનાવીને, કચુંબર બનાવીને ખાવામાં આવે છે.
ઉનાળામાં કાચી કેરીનું કચુંબર બનાવીને સેવન કરવામાં આવે તો લૂ થી બચાવી રાખવામાં મદદ મળે છે. આ ઉપરાંત આપણા શરીરને ઠંડક રાખે છે. તેમાં પેક્ટિન નામનું તત્વ પણ મળી આવે છે જે આપણા આંતરડાની સારી રીતે સફાઈ કરે છે.
એસીડીટી: કાચી કેરી ની સાથે ડુંગળી અને મીઠું સાથે મિક્સ કરીને સેવન કરવાથી પેટમાં થતી બળતરાને દૂર કરવામાં મદદ મળે છે. આ ઉપરાંત વારે વારે એસીડીટીની સમસ્યા થતી હોય તેમને કાચી કેરીનું સેવંન કરવાથી રાહત મળે છે.
ડી હાઈડ્રેશન બચાવે: વઘારે પડતી ગરમી પડવાથી ડિહાઈડ્રેશન ના શિકાર બની શકાય છે. માટે ડી હાઈડ્રેશનની સમસ્યાથી બચવા માટે રોજ કેરી નું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત તમે કેરીનું કચુંબર બનાવીને ખાઈ શકો છો.
વજન ઘટાડવા: કચી કેરીમાં ફાયબર સારી માત્રામાં મળી આવે છે. જે આપણા શરીરમાં રહેલ ખોરાકને આસાનીથી પચાવી દેવામાં મદદ કરે છે. જેથી આપણું પેટ સાફ રહે છે. આ ઉપરાંત મેટાબોલિઝમમાં પણ વઘારો થાય છે. જે ચરબીને ઓછી કરે છે અને વજનને કંટ્રોલમાં રાખે છે.
લોહીની અશુદ્ધિ દૂર કરે: આપણા શરીરમાં રહેલ હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરવા માટે કાચી કેરીનું સેવન કરી શકાય. આપણા લોહીમાં રહેલ અશુદ્ધિ હોય તો તેને દૂર કરવા માટે કાચી કેરીનું સેવન કરવું જોઈએ લોહી સાફ રહે.
કાચી કેરીનું સેવન નિયમિત કરવાથી આપણા શરીરમાં રહેલ દરેક નસોમાં લોહીનું પરિભ્રમણ સારું થાય છે. જેથી હૃદયને લગતી કોઈ પણ બીમારી થવાનું જોખમ ખુબ જ ઘટી જાય છે. કાચી કેરીનું નિયમિત સેવન કરવાથી દાંત અને પેઢા મજબુત રહે છે.
આમ, કાચી કેરી આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. માટે જયારે પણ કાચી કેરી દેખાય તો ખાવાનું શરુ કરી દેવું જોઈએ. ગરમીની સીઝનમાં કાચી કેરીનું સેવન કરવું ખુબ જ જરૂરી છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.