શરદી, ઉઘરસ, કફ જેવી સમસ્યા કોઈ પણ ઋતુમાં થઈ શકે છે. તે સામાન્ય છે. આનાથી બચવા માટે તમારે ઋતુ અનુસાર ખાણી-પીણી નું ધ્યાન રાખવું પડે. જયારે તમને આ સમસ્યા થાય ત્યારે છાતીમાં કફ જામી જાય અને શ્વાસ લેવા જેવી સમસ્યા થાય છે.

આ સમસ્યા ગંભીર નથી. પરંતુ તે લાંબા સમય સુધી રહે તો શ્વાસ ને લગતા રોગો થઈ શકે છે. જો તમે શરૂઆતમાં તેનું ધ્યાન રાખવામાં ના આવે તો તે ખતરનાક સાબિત થઈ શકે છે. દયાનમાં રાખવા જેવી બાબત, જો તમને કફ માં લોહીના અંશ દેખાય તો ડોક્ટરની સલાહ અવશ્ય લેવી, જેથી કોઈ મોટી ગંભીર બીમારીથી બચી શકાય.

અમે આ અર્ટિકલમાં તમારા માટે ગળામાં જામી ગયેલા કફને દૂર કરવાના કેટલાક ઘરેલુ ઉપાય લઈને આવ્યા છીએ. જે ઉપાય કરવાથી તમારો કફ આસાનીથી નીકળી જશે. તો ચાલો તેના વિશે વધુ જાણીએ.

આદુ અને મધ : જો તમને કફની સમસ્યા હોય તો મધ અને આદુ ખુબ જ અસરકારક સાબિત થશે. સો પ્રથમ 100 ગ્રામ આદુને પીસી લેવું અને તેમાં 2 ચમચી મધ ઉમેરીને તેની પેસ્ટ બનાવીને દિવસમાં બે વાર સેવન કરવાથી ગમે તેવો કફ થયો હશે એ બહાર નીકળી જશે. મધમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણધર્મો આવેલ છે જે જીદી કફને દૂર કરવામાં મદદ કરે છે

કાળા મરી : કાળા મરી ઔષધીય આવેલ છે. જેથી ગાળામાં થયેલ કફ કરવા ઉપયોગી છે. સૌથી પહેલા કાળામરી ના દાણાને પીસી દો,ત્યારપછી એક ગ્લાસ ગરમ પાણી કરીને અડધી ચમચી કાળામરીનો પાવડર નાખીને ઉકાળવા દો, ત્યારબાદ તેને ગાળી ને તેમાં મઘ 1 ચમચી ઉમેરો. તે ઉકાળાને સવારે અને સાંજે ને ઠંડુ થવા દો.

નાસ અથવા સ્ટીમ : ગાળામાં જામી ગયેલ કફને દૂર કરવા માટે આ એક ઉત્તમ ઉપાય છે. સ્ટીમ લેવાથી જીદી કફ પણ દૂર થઈ જાય છે. તો સૌથી પહેલા 1 પેનમાં 2 ગ્લાસ પાણી લો, તેમાં વિક્સ નાખી દો, ટુવાલ કે ઘાબળો ઓઢીને ને નાસ લો. એવું કરવાથી ગમે તેવો કફ ગળફા સાથે દૂર થઈ જશે.

લેમન ટી : આયુર્વેદમાં લીંબુને ઘણું મહત્વ આપવામાં આવ્યુ છે. મધ અને લીંબુમાં એન્ટિસેપ્ટિક ગુનો હોવાથી ગમે તેવા જીદી કફ ને નીકળી દે છે. માટે પહેલા બ્લેક ટી બનાવી લેવી, ત્યાર પછી 1 ચમચી મધ અને એક ચમચી લીબુંના રસને તેમાં નાખીને મિક્સ કરી દો. આ રીતે થોડા દિવસ આ ટી નું સેવન કરવામાં આવે તો કફ ને આસાનીથી દૂર કરી શકાય છે.

હળદર : હળદર સૌથી બેસ્ટ છે, જે શરદી, ઉઘરસ અને કફ ને ની સમસ્યામાં ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. હળદર એન્ટી બેક્ટેરીયલ ગુણ ને કારણે ગાળામાં થયેલ ઇન્ફેક્શનને દૂર કરવામાં મદદરૂપ છે. એક પેન માં 1 ગ્લાસ દૂધ લો, તેમાં 1 ચમચી હળદર, પા ચમચી કાળામરી પાવડર ને મિક્સ કરીને ગરમ કરો. રાત્રે સુતા પહેલા એનું સેવન કરવાથી ગમે તેવો કફ સવારમાં જાય છે.

હર્બલ ઉકાળો : ગાળામાં જામેલા કફને બહાર કાઢવા આ હર્બલ ઉકાળો ગણો લાભદાયક છે. 1 ગ્લાસ પાણીમાં , ફુદીનો, લવિંગ, તુલસી, મારી, આદુ, અંથે ગોળ આ બધું થોડા પ્રમાણમાં લઈ ને તેનો ઉકાળો બનાવો. આ ઉકાળાના સેવન થી કફ ઝડપથી દૂર થાય છે.

લસણ : દરેકના ઘર માં લસણનો ઉપયોગ થતો જ હોય છે. માટે 1 ગ્લાસ પાણીમાં તુલસીના પાનનો રસ, અને લસણને પીસીને તે માં નાખી દો. ત્યારબાદ થોડું ઠંડુ થાય પછી તેનું સેવન કરવું. શરદી, ઉધરસ, અને કફ માં પણ ધણી રાહત આપશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *