આજના સમયમાં મોટાભાગના લોકોનું જીવન બેઠાળુ થઈ ગયું છે. તેવામાં આપણું શરીર કમજોર પડી જતું હોય છે, બેઠાળુ જીવન હોવાના કારણે કમરના દુખાવા ની સમસ્યા સૌથી વધુ થતી હોય છે, જે પહેલા ના જમાનામાં વૃદ્ધાવસ્થામાં જોવા મળતી હતી,

જે અત્યારના સમસ્યમાં નાની ઉંમરમાં જ સૌથી વધુ જોવા મળી રહી છે, કારણકે અત્યારે સૌથી વધુ ટેક્નોલોજી આવી ગઈ છે જેમાં બેઠા બેઠા જ બધું કામ આસાનીથી થઈ જતું હોય છે જેથી વધુ પરિશ્રમ કરવાની જરૂર પડતી હોતી નથી, જેના કારણે અત્યારે સૌથી વધુ તકલીફ કમર અને પીઠ પડતી હોય છે.

કમર અને પીઠના દુખાવામાં રાહત મેળવવા માટે આપણે કેટલાક ઘરેલુ ઉપાય અજમાવીને દૂર કરી શકીએ છે. માટે આજે અમે તમને એવા કેટલાક ઉપાય જણાવીશું જેને તમે રોજિંદા જીવનમાં અપનાવી લેશો તો કમર અને પીઠના થતા દુખાવા રાહત મેળવી શકાશે. તો ચાલો જાણીએ કમરના અને પીઠના દુખાવા થાય ત્યારે શું કરવું જોઈએ.

નિયમિત કસરત કરવી: આપણે રોજિંદા જીવન શૈલીમાં કસરત અને યોગનો સમાવેશ કરવો જોઈએ જેથી આપણા શરીરના પીઠના દુખાવા કમરના દુખાવા અથવા શરીરના કોઈ પણ ભાગના દુખાવા હોય તો તે કસરત કસરત કરવાથી દૂર થઈ જાય છે. કસરત કરવાથી અર્પણ અશરીરના સ્નયુઓમાં ખેંચાણ થાય છે જેથી આપણે દુખાવામાં રાહત મળે છે.

મસાજ કરવી: શરીરના કોઈ પણ ભાગમાં દુખાવા રહેતા હોય તો માલિશ કરવાથી રાહત મેળવી શકાય છે. આ માટે કર અને પીઠના દુખાવામાં સરસવના તેલથી માલિશ કરવીજોઈએ, જેથી દુખાવામાં ઘણી રાહત મેળવી શકાય છે.

ગરમ પાણીના શેક કરવા: જો તમને કમર અને પીઠના દુખાવાની સમસ્યા વારે વારે થઈ જાય છે તો તમે ગરમ પાણી કરીને એક ટુવાલ લઇ લો હવે તેને પાણીમાં ડબોળીને પીઠ ને કમરમાં શેક કરવાનો છે, આ રીતે શેક કરવાથી કમર અને પીઠના દુખાવામાં ખુબ જ ઝડપથી રાહત મળશે.

જો તમને કમર અને પીઠના દુખાવા રહેતા હોય અને તમારે કોમ્યુટર બેસીને કામ કરવાનું હોય તો કરોડરજ્જુ સીધું રહે તેવી મુદ્રામાં બેસવું જોઈએ, જેથી કમરના દુખાવા અને પીઠના દુખાવામાં રાહત મેળવી શકાય છે.

કમરના દુખાવા ખુબ જ પરેશાન રહેતા હોય તો એક ડોક જેટલું ગરમ પાણી લઈને તેમાં મીઠું મિક્સ કરીને સ્નાન કરવાથી પીઠ ને કમરના દુખાવા રાહત મેળવી શકાય છે, મીઠાના પાણીથી સ્નાન કર્યા પછી કમર અને પીઠમાં નીલગીરીના તેલથી માલિશ કરવી, જેથી તમને થોડી જ દિવસમાં કમર અને પીઠના દુખાવા દૂર થઈ જશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *