આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

કમરના જૂનામાં જૂના દુખાવાને દૂર કરવાના ધરેલુ આયૂવેર્દ ઉપાયો વિશે જાણીશું. સામાન્ય રીતે કમરનો દુખાવો એક ને એક જગ્યા ઉપર બેસી રહેવા, સતત બેસી રહેવાને કારણે થતો હોય છે. આ ઉપરાંત જો તમે વધુ પડતી કસરત કરી લીધી હોય તો પણ કમરમાં દુખાવો થતો હોય છે, અને ક્યારેક વધુ પડતા ભારે ભરખમ વજન ઉપાડી લેવાના કારણે પણ કમરમાં દુખાવો થાય છે.

કમરનો દુખાવો બંધ કરવા આપણે કઈ કઈ વસ્તુઓ વધુ ખાવી જોઇએ, અને કયા કયા પ્રકારના તેલ થી કમરમાં માલિશ કરવી જોઈએ. કમરના દુખાવા ના ધરેલુ આયૂવેર્દ ઉપાય વિશે આપણે જાણીએ.

ઓલિવ ઓઈલ થી સરસો નુ તેલ અથવા બદામ તેલથી માલિશ આ ત્રણમાંથી કોઇપણ એક તેલ વડે જો તમે તમારી કમર ની માલિશ કરશો, તો તમારી કમર ના સ્નાયુઓ ફરીથી મજબૂત બની જશે અને કમરના દુખાવાથી તમને તરત જ રાહત મળશે, એટલે ઓલિવ ઓઈલ બદામનું તેલ કે સરસિયાના તેલથી માલિશ કરવી.

હળદર ઉધરસ મટાડવા ની વાત હોય કે કમરના દુખાવા ની વાત. હળદર બધામાં સૌથી શ્રેષ્ઠ સાબિત થાય છે. રોજ રાત્રે સૂતા સમયે એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી હળદર નાખી પી જવાથી, થોડા જ દિવસોમાં તમારો ગમે તેવો કમરનો દુખાવો દુર થાય છે.

આઠ થી દસ લસણની કળીને પીસીને તેની પેસ્ટ બનાવી લો. ત્યારબાદ તેને આપણી પીઠ માં લગાવી લો અને પછી એક ટુવાલને ગરમ પાણીમાં નાખી ને કાઢી લો ત્યારબાદ ટુવાલને પીઠ ઉપર લગાવેલી તે પેસ્ટ ઉપર મૂકી દો અને ૨૦ થી ૩૦ મિનિટ રહેવા દો. આવું થોડાક દિવસ કરવાથી કમરનો દુખાવો સાવ બંધ થઇ જશે.

આદુ નો ઉપયોગ સૌથી બેસ્ટ ઉપયોગ સાબિત થશે. તમારે થોડું આદુ લઈને તેની પેસ્ટ બનાવવી છે. તે પેસ્ટ ને તમારી પીઠ માં જે ભાગ પર દુખતું હોય ત્યાં લગાવવાની છે અને 30 મિનિટ રહેવા જવાની છે. તમે ત્યાં સુધી કરો જ્યાં સુધી તમારા કમર નો દર્દ મટી ના જાય. આ ઉપાય 100% તમારા કમરનું દર્દ દૂર કરશે.

ગરમ પાણીમાં મીઠું એટલે કે નમક નાખીને નહાવું જો તમારા કમરમાં રોજ દુખાવો થતો હોય તો દરરોજ નાહતા સમયે ગરમ પાણીમાં મીઠું  નાખી દેવું આવું કરવાથી કમર ના સાંધા સરખા થશે અને દુખાવો દૂર થશે.

ભારે ભરખમ વજન ઉપાડી લીધા બાદ પણ આ ઉપાય કરી શકાય છે. ગરમ પાણીમાં મીઠું નાખીને નાહવા થી કોઇપણ જાતનો કમરનો દુખાવો દૂર થઈ જશે. આ બધા ઉપરાંત કમરના દુખાવા માટે તમે રોજ હળવી કસરતો કરો અને યોગાસન કરીને પણ રાહત મેળવી શકો છો. આ ઉપરાંત પ્રોટીન અને ફાઇબર વાળા પદાર્થો પણ તમે કમરના દુખાવાને દૂર કરી શકો છો.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *