આજના આધુનિક અને ટેક્નોલોજી યુગમાં 10 માંથી 6 વ્યક્તિ એવું કહેતા હોય છે શરીરમાં થાક, કમજોરી અને વીકનેશ લાગે છે. આ ઉપરાંત કોઈ પણ કામ કરવામાં મૂડ રહેતું નથી અને કામ કરવાની ઈચ્છા થતી નથી. જે શરીરમાં ઇમ્યુનિટી ઓછી થઈ જવાના કારણે થતું હોય છે.
ઘણા એવા લોકો પણ હોય છે જે પૂરતી ઊંઘ લેતા હોઈય છે તેમ છતાં પણ થાક અને કમજોરી લાગતી હોય છે, આ સાથે સ્ટ્રેસ અને તણાવ પણ રહેતો હોય છે. શરીરમાં કમજોરી કઈ રીતે આવે છે અને કમજોરીને દૂર કઈ રીતે કરવી તેના વિષે જણાવીશું.
શરીરમાં થાક લાગવાના કારણો : જયારે પણ સેલ્સને પૂરતું ઓક્સિજન ના મળવું, શરીરમાં લોહીનું પરિવહન દરેક અંગોને યોગ્ય માત્રામાં ના મળવાના કારણે ઉર્જાનો સંચાર ખુબ જ ઓછો થાય છે જેના કારણે શરીર માં થાક અને નબળાઈ રહેતી હોય છે,
આ સિવાય શરીરમાં ઝેરી ટોક્સિન ભેગો થાય છે અને તે ટુલ્સ અને યુરિનના દ્વારા બહાર ના નીકળવાના કારણે શરીરમાં થાક અને કમજોરી જેવી સમસ્યા લાગતી હોય છે. જેના કારણે ઘણી વખત શરીરમાં દુખાવા થવાની સંભાવના રહે છે.
શરીરમા લાગતા વારે વાર થાક, કમજોરી અને નબળાઈને દૂર કરવાનો ઉપાય જણાવીશું. આ માટે તમારે ધરે મળી આવતી બે વસ્તુનો ઉપયોગ કરવાનો છે. આ માટે તમારે શુદ્ધ દેશી મઘ અને તુલસીના તાજા પાન લેવાના છે.
શરીરની કમજોરીને દૂર કરવા માટે એક ચમચી શુદ્ધ દેશી મધ લેવાનું છે. ત્યાર પછી 5 તુલસીના તાજા પાન લઈને તેનો રસ નીકાળી લો, હવે એક ચમચી મધમાં તુલસીનો રસ નાખીને બરાબર મિક્સ કરી લો,
હવે આ પેસ્ટને સવારે નરણાકાંઠે ખાઈ જવાની છે. તમે 7 દિવસ રોજે સવારે આ પેસ્ટ ખાઈ લેશો તો શરીરમાં લાગતો થાક, કમજોરી અને નબળાઈ દૂર થઈ જશે. જેથી શરીરમાં ભરપૂર એનર્જી અને સ્ફૂર્તિ આવી જશે.
મધ આપણા શરીરના સેલ્સને પૂરતું ઓક્સિજન પહોંચાડે છે. જે સહરીરમાં એનર્જી લેવલને વધારે છે શરીરમાં રહેલ ટોક્સિન ને દૂર છે.તુલસી પણ શરીરને ભરપૂર સ્ફૂર્તિ અને એનર્જી આપે છે. આ બને વસ્તુ ને ખાવીથી શરીરમાં ઇમ્યુનિટી વધે છે શરીરમાં રોપગપ્રતિકારક શક્તિ વધવાથી શરીરમાં થતી દરેક સમસ્યા દૂર થઈ જશે.
જો તમારા શરીરમાં પણ કમજોરી અને નબળાઈ રહે છે તો તમે પણ આ દેશી ઉપાય અપનાવી શકો છો. આ ઉપય ખુબ જ અસરકારક અને ઘરેલુ ઉપચાર છે જે સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક સાબિત થશે.