કાળા મરી છે એક રસોડા નું ઔષધ છે જે હંમેશા તમારા રસોડામાં હોય છે એમ જો કાળા મરી સવારે ખાલી પેટે ગરમ પાણી સાથે પીવામાં આવે તો તે આપણા શરીરમાં ઘણા બધા ફાયદાઓ લાવી શકે છે. આયુર્વેદમાં પણ કહેવામાં આવેલુ છે કે કાળા મરીનું સેવન સવારે ગરમ પાણી સાથે કરવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે.
આ ઉપરાંત શરીરમાં કોષોનું પોષણ પણ કરે છે અને આ સિવાય તે શરીરને સ્વસ્થ પણ રાખે છે.માનવીય જીવનમાં સવારનું ખૂબ જ મહત્વ છે તે બધા લોકોને ખબર છે પણ તેનો લાભ ફક્ત થોડા લોકો લઇ શકે છે. ફક્ત સવારમાં વહેલા ઉઠવુ તે પુરતુ નથી, પરંતુ જો સવારમાં વહેલા ઉઠી અને કેટલીક વસ્તુ કરવામાં આવે તો જીવન સુંદર અને સુખી થઈ શકે છે.
જેમ કે સવારે વહેલા જાગવુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સવારનો નાસ્તો કર્યા વગર વાસી મોઢે પાણી પીવું એવી કેટલીક ચીજો છે. જે સવારમાં કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. હવે જાણો ફાયદા.
ડિહાઇડ્રેશન :- આપણા શરીરમાંથી વધારે પાણી બહાર નીકળવુ અને પરસેવો થતો હોય તો તમારે કાળા મરીનું સેવન કરવું જોઈએ. ગરમ પાણી સાથે કાળા મરીનું સેવન કરવાથી શરીરમાં પાણી ટકી રહે છે. શરીરમાં પાણી ન હોવાને કારણે થાકનો અનુભવ થાય છે તેને પણ દૂર કરે છે.
ચરબી :- જે લોકો ને વધારે ચરબી છે તેમને ગરમ પાણી મા કાળા મરી નાખીને પીવાથી શરીરમાં ચરબી ઘટાડે છે. જે શરીરમાં વધતી જતી કેલરીને બાળી ને વજન ઘટાડવામાં ખાસ મદદ કરે છે.
શરદી :- શરદી હોય ત્યારે કાળા મરીને ગરમ દૂધમાં મિક્સ કરી પીવો. આ સિવાય વારંવાર જો તમને શરદી થઈ જતી હોય તો દરરોજ કાળા મરીને નુ સેવન રોજ કરવાથી શરદી જળમૂળથી નાશ પામે છે.
ગેસ :- જે લોકોને ખૂબ જ ગેસની તકલીફ હોય જેમ ને બે ત્રણ દિવસે એક વખત ગેસ થતો હોય તો તેવા લોકો માટે પણ કાળા મરીનું સેવન કરવુ ખૂબ જ ઉપયોગી છે. અડધો લીંબુનો રસ એક કપ પાણીમાં નાખો અડધી ચમચી કાળા મરીનો પાવડર અને અડધી કાળું મીઠું થોડા દિવસ માટે નિયમિત ખાવાથી ગેસની જે તકલીફ છે એ દૂર થાય છે.
ગળું બેસી જવુ :- કાળા મરીને ઘી અને સુગરકેનડી મેળવીને ચાટવાથી ગળું બેસી ગયુ હોય તેનો અવાજ ખુલે છે. 8-10 કાળા મરીને પાણીમાં ઉકાળો અને પાણીથી કોગળા કરવાથી ગળું ખૂલુ થઈ જાય છે.
ઉધરસ :- ઉધરસ આવતી હોય તો અડધી ચમચી કાળા મરીના પાવડરને મધ સાથે મિક્સ કરો અને દિવસમાં ત્રણથી ચાર વાર ખાવાથી ઉધરસ અને કફ છે એ દૂર થઈ જાય છે.
તમે પણ જો આ બીમારીથી પરેશાન છો તો તમે પણ આ રસોડામાં રહેલ નાના દાણા નો ઉપયોગ કરીને તમે અનેક સમસ્યા માં ખુબ જ ઉપયોગી સાબિત થશે.