કાળા મરીનો ઉપયોગ ભારતીય રસોડામાં એક મહત્વના તેજાના તરીકે થાય છે. આપણા પૂર્વજોએ પૂરા પાડેલા મરી મસાલા અને તેજાના નો યોગ્ય માત્રામાં અને દિવસમાં યોગ્ય સમયે ઉપયોગ કરવામાં આવે તો અનેક રોગોથી બચી શકાય છે. કાળા મરીએ ત્રિદોષનાશક છે આપણા શરીરનું બંધારણ જે વાત, પિત્ત અને કફથી થયું છે તે ત્રણને અંકુશમાં રાખવા માટે કાળા મરીનો ઉપયોગ અનિવાર્ય રહ્યો.

કાળા મરીનો ઉપયોગ કરીને નાના મોટા રોગોથી બચી શકાય છે. બાળપણ એટલે કે બાળકોને સવારે ઉઠતાની સાથે નરણા કોઠે, યુવાન કે 50 થી ઓછી વયના છે તેમણે બપોરે એટલે કે મધ્યાહ્ન સમયે એટલે કે 2 થી 4 વાગ્યાના સમયે અને વૃદ્ધત્વ ધરાવતા એટલે કે 50 થી વધુ વયના લોકોએ સાંજે સૂર્ય આથમતાની સાથે બેથી પાંચ મરીના દાણા ગળી જવા જોઈએ.

કાળા મરી સ્વાદમાં તે ખાવાથી તેનું ચૂર્ણ કરવું અને તેનું સેવન કરવું થોડું અઘરું પડી શકે છે, પણ દવાની જેમ ગળી જવાથી શરીરના ત્રણેય એટલે કે વાત પિત્ત અને કફને મરી નિયંત્રણમાં રાખી શકે છે. તો ચાલો જાણીએ આપણે મરી ના ફાયદા વિશે .

ગેસની તકલીફ: કાળા મરીની પ્રકૃતિ ગરમ હોય છે અને ગરમ પ્રકૃતિની વસ્તુ વાયુનું શમન કરે છે પેટમાં ઉત્પન્ન થનાર ગેસ વાયુ દોશ ની ઉત્પતિ છે કાળા મરીનો ઉપયોગ ગેસ ના રોગ ને શાંત કરવા માટે ઘણી આયુર્વેદિક દવાઓમાં કરવામાં આવે છે એટલા માટે જ બે દાણા કાળા મરીનું સેવન રોજ સવારે ખાલી પેટે પાણી સાથે કરવામાં આવે તો ગેસ ના જુના રોગોમાં પણ ખૂબ જ સારો લાભ આપે છે.

સાંધાના દુખાવા: સાંધાના દુખાવો થવાનું મુખ્ય અને પહેલું કારણ વાત નો પ્રકોપ છે અને બીજું કારણ યુરિક એસિડ વધી જવું તે છે, જેને ગઠિયા પણ કહે છે .આ બંને ઉપર કાળા મરીના 2 દાણા ખૂબ જ ફાયદો કરે છે. આયુર્વેદ જણાવે છે કે શરીરમાં કોઈપણ જગ્યાએ દુખાવો થાય તો તે જગ્યાએ વાત દોષ જરૂર હોય છે.

કાળા મારી વાત દોષનું શમન કરે છે જેના કારણે વાયુના રોગ ને તે ઓછો કરે છે. યુરિક એસિડ વધી જવાના કારણે થનારા ગાંઠિયાના દર્દમાં પણ લાભ થાય છે. વાઈરલ તાવ: કાળા મરીમાં પિપરિન નામનું તત્વ મળી આવે છે જે ખૂબ જ સારું કિટાણુનાશક તત્વ છે. તે મેલેરિયા અને બીજા વાઈરલ તાવમાં ખૂબ જ સારી અસર કરે છે.

તે કીટાણુઓનો નાશ કરવામાં ખૂબ જ પ્રભાવશાળી સાબિત થયેલ છે. કાળા મરીના 2 દાણા તુલસીના પાંચ પાન ની સાથે સેવન કરવામાં આવે તો બધી જ જાતની વાયરલ બીમારીઓમાં ખૂબ જ લાભ મળે છે, કેમ કે તે બંને ખૂબ જ વાયરલ નાશક હોય છે અને આ બંને એકસાથે મળવાથી કાળા મરી અને તુલસી બંનેના જ વાયરલ નાશક ગુણો અનેક ગણાં વધી જાય છે.

મેટાબોલિઝમને ઠીક કરે: કાળામરી પાચનક્રિયાને નિયંત્રિત કરવાની અદભુત શક્તિ ધરાવે છે અને તે મેટાબોલિઝમને બરોબર કરે છે. શરીરમાં મેટાબોલિઝમ ખરાબ થવાના મુખ્ય લક્ષણોમાં નું એક છે શરીરમાં થનારા મોટાપો. મોટાપાથી બચવા માટે કાળા મરી બે દાણા ખાવ તો શરીર પર વધારાની ચરબી જમવાની તકલીફથી બચી શકો છો.

આંખની રોશની: અડધી ચમચી કાળી મરી પાવડરને ઘી સાથે મિક્સ કરી સેવન કરો. આના નિયમિત સેવનથી આંખોની રોશની અને તેનું તેજ વધે છે. દાદર, ખસ, ખુજલી માં રાહત: કાળી મરી વાટીને ઘીમાં મિક્સ કરી પછી લેપ લગાવવાથી દાદર, ખસ, ખુજલી વગેરેમાં રાહત મળે છે.

ઓડકાર અને ઉલટી: લીંબુ પર કાળા મરી પાવડર અને સીંધાલું લગાવી ચૂસવાથી ઓડકાર અને ઊલ્ટી થી રાહત મળે છે. ફેફસા અને શ્વાસ સંબંધી રોગોમાં રાહત: કાળી મરીને ઘી અને સાકર સાથે મિક્ષ કરો પછી આ મિશ્રણને સવાર સાંજ સેવન કરો આનાથી ફેફસા અને શ્વાસ સંબંધી રોગમાં રાહત મળે છે.

સ્કિન એલર્જી: ઘણા લોકોમાં કફ અને વાયુદોષને વધી જવાને કારણે સ્કિન પર એલર્જી થવા લાગે છે અને ઘણી વખત લાલ ચકામાં પડવા લાગે છે આ સમયે બે દાણા કાળામરી ખૂબ સારો લાભ આપે છે. તો તેની સાથે અડધી ચમચી હળદરના પાવડરનું પણ સેવન કરવામાં આવે તો તે પણ વધુ લાભદાયક થઈ જાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *