કારેલા કોઈ પણ વ્યક્તિને ખાવા ગમતા નથી, કારણ કે કારેલા સ્વાદમાં ખુબ જ કડવા હોય છે. પરંતુ જે વસ્તુ કડવી હોય છે તે આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક હોય છે. કારેલા વર્ષા ઋતુમાં ભરપૂર માત્રામાં પાકે છે. મોટા ભાગના લોકો કરેલા ખાય છે ત્યારે તેમાંથી બીજ નીકાળી દેતા હોય છે.
કારેલા ના બીજમાં ઘણા બધા ઔષઘીય ગુણ મળી આવે છે. કારેલાના બીજમાં વિટામિન-એ, વિટામિન-સી, ઝીંક, ફાયબર, આયર્ન જેવા ઘણા પોષક તત્વોનો સારો સ્ત્રોત મળી આવે છે. જે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે.
ઘણા એવા લોકો હોય છે જેમનું ફેવરેટ શાકભાજી કારેલા હોય છે, જેમને ખુબ જ ભાવતું હોય છે. કારેલાના બીજના અનેક બીમારીઓમાં રામબાણ સાબિત થશે. કારેલાના બીજને ડાયટમાં સમાવેશ કરવાથી આપણા આરોગ્યને થતા ફાયદા વિષે જણાવીશું.
ડાયાબિટીસ નિયંત્રિત કરે: ડાયાબિટીસ એક ખતરનાક રોગ છે. જેમાં કારેલાના બીજ વરદાનથી ઓછા નથી. કારેલાના બીજ એક દવાનું કામ કરે છે, રોજે સવારે કારેલા ના બીજને ડાયટ સમાવેશ કરવો જોઈએ. જેથી લોહીમાં રહેલ સુગરનું પ્રમાણ ઓછું કરે છે. જેથી બ્લડ સુગર લેવલ નિયત્રંણમાં રહેશે. માટે ડાયાબિટીસ દર્દીએ કારેલાના બીજનો સમાવેશ કરવુ જોઈએ.
હૃદયને હેલ્ધી બનાવે: આપણું શરીર હેલ્ધી બનાવી રાખવા માટે હૃદય સ્વસ્થ રહેવું જોઈએ, કારેલા ના બીજને ડાયટમાં સમાવેશ કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ દૂર થઈ જાય છે અને લોહીને શુદ્ધ બનાવે છે. કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહેવાથી હૃદયને લગતી સમસ્યા જેવી કે હાર્ટ અટેક, બ્રેન સ્ટ્રોક નું જોખમ ઓછું કરશે.
કબજિયાત દૂર કરે: કબજિયાત ની સમસ્યા પેટ ખરાબ થવાના કારણે થઈ શકે છે. માટે પેટને ઢીક કરવા માટે કારેલાના બીજને પીસીને પાણીમાં નાખીને પો જવાથી ખરાબ થઈ ગયેલ પેટ સારું થઈ જાય છે અને કબજિયાત જેવી બીમારીમાંથી છુટકાળો મેળવી શકાય છે.
રોગપ્રતિકારક શક્તિ વઘારે: આજના સમયમાં નાની મોટી વાયરલ બીમારીઓ થવી એ ખુબ જ સામાન્ય સમસ્યા છે, માટે શરીરને અનેક વાયરલ ઈન્ફેક્શનથી બચાવી રાખવા માટે કારેલાના બીજને ખાવા જોઈએ જેથી રોગપ્રતિકારક શક્તિ વધશે અને અનેક રોગો સામે રક્ષણ આપશે.
વજન કંટ્રોલ કરે: મોટાભાગે લોકો મોટાપા ની સમસ્યા થી ખુબ જ પીડાય છે, આ માટે રોજે કારેલાના બીજને આખી રાત પાણીમાં પલાળીને સવારે ખાલી પેટ બીજ ખાઈ પાણી પીવામાં આવે તો પેટની ચરબીને ઓગાળીને વજન ને ઓછું કરવામાં મદદ કરશે. વજનને કંટ્રોલમાં લાવવા માટે કારેલાના બીજ ખુબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
કારેલાનું શાક બનતી વખતે કારેલાના બીજને નીકાળીયા વગર જ તેનું શાક બનાવીને ખાવામાં આવે તો તે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. કારેલા અને કારેલાના બીજ બંને આપણા આરોગ્ય માટે લાભદાયક સાબિત થશે