શરીર સ્વસ્થ રહે તે દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. શરીરને સ્વસ્થ અને નિરોગી રાખવા માટે કડવી વસ્તુ ખાવી જોઈએ. પરંતુ ઘણા લોકો કડવી વસ્તુ ખાવાથી દૂર ભાગતા હોય છે, કડવી વસ્તુમાં કરેલા ખાવા જોઈએ. આ એક શાકભાજી છે. જે કડવી હોય છે જેમાં ઘણા બધા ઔષધીય ગુણ પણ મળી આવે છે.
જેને ખાવાથી આરોગ્યને ઘણા બધા સ્વસ્થ ફાયદાઓ પણ થાય છે, કરેલાને રોજિંદા આહારમાં સમાવેશ કરવાથી ઘણા રોગોને મટાડવામાં ઉપયોગી છે. કરેલા નો જ્યુસને અઠવાડીયામાં એક વાર પીવો જોઈએ. કરેલા ખાવાથી થતા સ્વાસ્થ્ય ફાયદાઓ વિષે જણાવીશું.
ડાયાબિટીસ દર્દી માટે: ડાયબિટીસ હોય તેવા લોકો માટે કરેલા અમૃત સમાન શાકભાજી સાબિત થાય છે. નિયમિત્ત પણે કારેલાનું જ્યુસ પીવામાં આવે તો લોહીમાં રહેલ સુગર નું પ્રમાણ ઘટે છે જેથી ડાયબિટીસ કંટ્રોલમાં રહે છે. કરેલા ના જ્યુસમાં ગાજરનો રસ મિકસ કરીને પીવામાં આવે તો ઘણો ફાયદો થાય છે.
ત્વચાના રોગોથી બચાવે: ત્વચાને લગતી સમસ્યા લોહી ખરાબ રહેવાના કારણે વધુ જોવા મળે છે, આ માટે જો તમે કારેલાનો રસ પીવો છો તો લોહીમાં રહેલ અશુદ્ધિઓ ને દૂર કરે છે અને લોહીને શુદ્ધ બનાવે છે. લોહી શુદ્ધ થવાની ત્વચા ના રોગો થતા નથી.
મોટાપા ને ઘટાડે: આજના સમયમાં મોટાપા ની સમસ્યા હોય વો લોકોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જ જાય છે, આ માટે જો વ્યક્તિ અઠવાડીયામાં ત્રણ દિવસ કારેલાના રસ માં લીંબુનો રસ મિક્સ કરીને પીવે તો મોટાપો ઓછો થાય છે. મોટાપો ઓછો કરવા કારેલાનો આ ઉપાય કરી શકાય.
કફ ને દૂર કરે: ઘણા લોકો કફની સમસ્યા બારેમાસ રહેતી હોય છે, અને ઘણા લોકોને વાતાવરણ માં ફેરફાર થવાના કારણે થતો હોય છે. આ માટે જો તમને બારેમાસ કફની સમસ્યા રહેતી હોય તો કરેલા ના રસનું સેવન કરવાથી કફની સમસ્યા ઘીરે ઘીરે દૂર થઈ જશે.
શરીરને ડીટોક્સ કરે: અનિયમિત ખાવાની કુટેવ અને જીવન શૈલી માં થતા બદલાવના કારણે શરીરમાં હાનિકારક બેક્ટેરિયા જમા થાય છે આ બેક્ટેરિયાને અને કચરાને દૂર કરવા માટે કરેલા નો રસ પીવો જોઈએ. જે શરીર ને ડિટોક્સ કરે છે.
ઉલ્ટીમાં રાહત: જો તમે ઉલ્ટી થતી હોય તો બે ચમચી કારેલાના રસમાં સંચર મિક્સ કરીને પી જવાથી ઉલ્ટીની સમસ્યા દૂર થાય છે.
હૃદય ને સ્વસ્થ રાખે: હૃદયના સારા સ્વાસ્થ્ય માટે કરેલા ખુબ જ ઉપયોગી છે. કરેલા નો રસ પીવાથી હૃદય સંબધિત સમસ્યાઓથી બચાવે છે.
લીવર, ફેફસા, કિડની જેવા દરેક અંગો માટે કરેલા નો જ્યુસ ખુબ જ ફાયદાકારક છે. બ્લ્ડપ્રેશર ની સમસ્યા હોય તેમના માટે પણ કરેલા નો રસ અમૃત સમાન સાબિત થઈ શકે છે.