ખજૂરનું સેવન શરીરમાં લોહીની ઉણપને દૂર કરે છે અને હૃદયને બળ પૂરું પાડે છે. ખજૂર કફ, શરદી અને મગજની કમજોરી દૂર કરવામાં, શ્વાસની તકલીફ અને ખાસ કરીને દમના રોગ માં ખૂબ જ લાભદાયક છે. તો ચાલો જાણીએ દરરોજ બે પેશી ખજૂરનું સેવન કરવાથી શરીરને થતા ફાયદા.
ખજૂરનું સેવન શરીરમાં લોહીની ઉણપ દૂર કરે: ખજૂર હૃદયને બળ પૂરું પાડે છે. તે આપણા શરીરમાં ખૂબ જ વધારે પ્રમાણમાં લોહી ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. ખજૂર ખાવાથી માણસના શરીરમાં થતાં તમામ પ્રકારના રોગમાં રાહત પ્રાપ્ત કરી શકાય છે. ખજૂર ખાવાથી આપણું મન સ્વસ્થ રહે છે. અને શરીર તંદુરસ્ત રહે છે.
ખજૂર ખાંસી તાવ અને મરડાના દર્દીઓ માટે ખૂબ જ લાભદાયક: તાજા ખજૂરનું પાણી પીવાથી ઝાડાની તકલીફ દૂર થઈ જાય છે. દરરોજ ખાવામાં ખજૂર લેવાથી તન તંદુરસ્ત રહે છે અને વજન વધે છે. દૂધ સાથે ખજૂર ખાવાથી હાડકા મજબુત થાય છે. શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ પણ વધે છે.
કફની પ્રકૃતિ ધરાવતા વ્યક્તિને ખજૂર ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. ખજૂર કબજીયાતની તકલીફમાંથી છુટકારો અપાવે છે. ખજૂર ખાવાથી પેશાબ છૂટથી આવે છે અને વીર્ય શક્તિમાં પણ વધારો થાય છે. ખજૂર એકી સાથે પાંચ તોલા થી વધારે ખાવું નહીં. ખજૂરનું નિયમિત સેવન કબજિયાતમાં લાભકારી છે અને આંતરડાની બીમારીમાં ખૂબ જ ફાયદાકારક છે.
શરીરમાં ગરમી લાગતી હોય તો ખજૂરનું સેવન કરવાથી કે તેનું શરબત પીવાથી ખૂબ ફાયદો થાય છે. ખજૂરમાં કોલેસ્ટ્રોલ નથી અને ફેટ પણ ઓછું હોય છે આ સાથે તેમાં વિટામિન અને મિનરલ્સ ઘણાં બધાં છે. આ સિવાય જો તમે વજન વધારવા માંગતા હોવ તો ખજૂરના ટુકડા કરી તેને ધીમા સાંતળી લો અને તે રોજ સવારે ખાવાથી થોડા દિવસમાં તમારું વજન ચોક્કસ વધશે.
તાજા ખજૂરનું પાણી પીવાથી ઝાડા બંધ થઈ જાય છે. ખજૂર સાથે દાડમ નું પાણી પેટની બળતરા અને ઝાડાની તકલીફમાં ખૂબ જ ઉપયોગી છે. વારંવાર થાક લાગવો, આંખોની નીચે કાળાં કુંડાળાં થવાં વગેરે તકલીફો ઉપરાંત ત્વચાને સુંદર રાખવા માટે ખજૂરને ડાયટમાં ચોક્કસ શામેલ કરો.
ખજૂર લેવાથી બેચેની, પગનો દુખાવો વગેરે પણ દૂર થાય છે. ખજૂર આંતરડાંનાં કેન્સર સામે રક્ષણ આપે છે. તેમાં આવેલા ફાઇબર્સને કારણે કબજિયાત થતી નથી અને આંખો પણ સારી રહે છે. ઘણી વખત જમ્યા પછી ગળ્યું ખાવાનું મન થતું હોય છે આવા સમયે એકાદ ખજૂર ખાઈ લેવાથી સંતોષ પણ મળે છે અને વજન પણ વધતું નથી.
ખજૂરમાં પ્રોટીન સારા પ્રમાણમાં છે ઉપરાંત વધુ ફાઇબર્સ હોવાથી કબજિયાત, હાઈ કોલેસ્ટ્રોલ માટે પણ ખૂબ ફાયદાકારક છે. તેમાં વિટામિન બી૧, બી૨, બી૩, વિટામિન એ અને વિટામીન સી પણ આવેલાં છે. ખજૂરના ઠળિયાને બાળીને તેની રાખને દાંત પર ઘસવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે.દાંત પર જામેલું મેલ દૂર કરે છે.
ખજૂરના ઠળિયા આગમાં નાખી તેના ધુમાડાની ધૂણી લેવાથી મસા સુકાઈ જાય છે. ખજૂર નું નિયમિત સેવન જૂની કબજીયાતની તકલીફ દૂર કરે છે. શુદ્ધ લોહી વહણ કરતી નસોમાં લોહી પહોચાડવામાં થતી રુકાવટ ખજૂરના ઠળિયા થી દૂર થાય છે.
નરણાં કોઠે ખજૂરનું સેવન કરવાથી શરીરમાંથી ઝેરી તત્વોની અસર દૂર થાય છે એટલે કે ખજૂર એક ડીટોક્સિફાઈ છે. ખજૂરનો સૌથી મોટામાં મોટો ફાયદો એ છે કે તે ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે કારણ કે તેમાં નેચરલ સુગર આવેલી છે. ખજૂરને વધુ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે તેને દૂધમાં નાખીને પણ ખાઈ શકાય છે.
ખજૂરમાં સોડિયમ અને પોટેશિયમ આવેલાં છે માટે તે નર્વસ સિસ્ટમને બેલેન્સ કરવાનું કામ સારી રીતે કરે છે. પોટેશિયમને જોઈતી માત્રામાં રેગ્યુલરલી લેવામાં આવે તો તે વ્યક્તિને બ્રેઇન સ્ટ્રોકથી દૂર રાખે છે.
ઉપરાંત દિવસની બે થી ત્રણ ખજૂરની પેશી નિયમિત લેવાથી કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં પણ મદદરૂપ થાય છે. લોહીની ઊણપ હોય, હિમોગ્લોબીનની ટકાવારી ઓછી હોય તેવી વ્યક્તિઓએ ખજૂર ખાસ લેવી ખાસ જોઈએ.